ઝગમગ જલતી જ્યોતની જબરદસ્ત જાત્રા : જંઝાવાતમાં મિણબત્તી… મનોહર દિપજ્યોત… ચલો ફિરસે દિયા જલાતે હૈં.

જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.
– ખલીલ ધનતેજવી

અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :
‘સારશો કોણ કર્તવ્ય મારાં?’
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
મોં પડયાં સર્વનાં સાવ કાળાં.
તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યું :
‘મામૂલી જેટલી મારી ત્રેવડ,
પ્રભુ! એટલું સોંપજો, તો કરીશ હું’

રવિન્દ્રનાથ ટાગોરની ‘કર્તવ્યગ્રહણ’ પરથી ઝવેરચંદ મેઘાણીએ ‘કોડિયાનું સાહસ’ નામે અનુવાદ કરેલા ઉપરનાં મૂક્તકમાં એક કોડિયું ડૂબતા સૂરજને ધરપત આપે છે કે હવે અંધારૂ દૂર કરવા હું છુંને. બધાનાં અંધારા ઉલેચવાની વાત નથી. અંધકાર ગમે તેટલો ગાઢ હોય, બસ ટોળાનાં ખૂણામાં એક જ્યોત કાફી છે, પ્રકાશ આપવા માટે.

તો એવી જ એક ગમે તે ચીજમાંથી ઇન્સ્પિરેશન શોધી શકતા ધી ગ્રેટ હરીવંશરાય બચ્ચનની કવિતા ‘હૈ અંધેરી રાત મગર દિયા જલાના કબ મના હૈ’માં કવિ માને છે કે જીવનમાં નિરાશાને દૂર ફેંકી આશાવાદ તરફ પ્રયાણ જરૂરી છે. તમે સપના સજાવ્યા હતા, મહેનતથી મહેલ બાંધ્યા હતા. તે આજ પડી ગયા તોશું થયુ. પોતાની શાંત ઝૂપડી બનાવવાની ક્યાં મનાઇ છે. જીવનમાં જંઝાવાત આવે, સપનાનાં મહેલને ચૂર-ચૂર કરી નાંખે. પ્રકૃતિ પાસે કોઇનું ગજુ નથી. પણ જો પ્રકૃતિ પાસે વિનાશની તાકાત હોય, તો ઇન્સાન પાસે પણ નવનિર્માણની તાકાત છે જ.

મોદી સાહેબે પાંચ એપ્રિલની રાત્રે નવ વાગ્યે 9 મિનિટ માટે દિવો, મિણબત્તિ, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશ વડે અંધારું દૂર કરી પ્રકાશ પાડવાની હાંકલ કરી. તો આપણે પણ આ મૂહીમનાં હાર્દ સમા દિપક યાને દિવડાંઓની વાતો કરી, શાં માટે દિવો ભારતને એક કરવા માટે એક મહત્વની વસ્તુ છે એ જાણીએ અને આપણા મગજમાં દિપ વિશેનાં જ્ઞાનનો પ્રકાશ પાડીએ.


આ દિવો કંઇ રાતો રાત માનવજાતનાં ખોળામાં નહોતો પડ્યો. આકાશમાં થતી વિજળી, ચમકતા તારા, ઉડતા આગિયા વગેરે જેવા અનંત પ્રકાશોને કેદ કરવાનું મન આદિમાણસને થતુ હશે. અને એકવાર જંગલમાં શિકાર અને સેફ્ટી શોધતા શોધતા સૂકા ઘાસ સાથે બે પથ્થર અથડાયા. આગ થઇ.

અને માણસની અગ્નિ સાથેની બ્યૂટીફૂલ સ્ટોરીની શરૂઆત થઇ. માણસને થયુ હશે આ આગ ખાલી ગરમી જ નહીં પણ ફ્રિડમેય આપે છે. જંગલી જનાવરો અને જીવડાંઓ સામે રક્ષણેય આપે છે. અને વધુ પ્રકાશ આપતી મશાલો શોધાઇ હશે, અને ઓછી તિવ્રતા વાળો પ્રકાશ પૂરો પાડવા ગોબા વાળા પથરા પર વનસ્પતિનાં રેસાઓને વાટની જેમ વાળી તેમાં બળી શકે એવું પ્રવાહી રાખી દિવડાને જન્મ આપ્યો હશે.અને પછી પુરૂષ પ્રધાનતા, પ્રોપર્ટીવાદ, ફેમિલીવાદ, કબિલા, વારસો વગેરે વગેરેની શરૂઆત થઈ હશે. અને શરૂ થયુ હશે સિવિલાઇઝેશન. ભાષા. સંસ્કૃતિ. સભ્યતા.

અને ભારતવર્ષમાં વેદિક કાળ આવ્યો હશે. ખાવાનું રંધાય, આંખોને અંધારામાં પણ ક્લિયર વિઝન મળે, હૂંફ અને સેફ્ટી મળે. ગામડાનાં ગામડાં ઝળહળી ઉઠ્યા. અગ્નિ પવિત્ર વરદાન તરીકે મનાવા લાગી હશે. અને માણસ માત્ર અગ્નિને કાબૂમાં રાખી શક્તો હોઇ પ્રકાશ ઉત્સવો યોજાયા હશે, પ્રકાશ જેવા મેજીક આપતી અલૌકિક શક્તિને યાદ કરવાથી લઇને શુભ કામની શરૂઆત, જંગ જીતવા તેમજ જંગમાંથી પાછા આવ્યા બાદ હોમ હવનમાં અગ્નિનો ઉપયોગ થયો હશે. શ્લોકોનું નિર્માણ થયુ હશે. આ જ્ઞાન પેઢી દર પેઢી ઘટતુ – ઉમેરાતુ આગળ વધતુ ગયુ હશે.

કોણીનાં ગોબા પાડેલા હોય એવા માટીનાં દિવાઓ શોધાયા બાદ બીજી ધાતુઓમાંથી દિવાઓ બનાવવાની શરૂઆત થઇ હશે. હરપ્પા અને મોહેં-જો-દરોમાંથી છીપલા અને પત્થરમાંથી બનાવેલા દિવાઓ મળી આવ્યા છે. તો મથૂરા, પાટલીપૂત્ર, ઉજ્જેન, તક્ષશિલા, કુરૂક્ષેત્ર વગેરેનાં ઉત્ખનનમાંથી માટીનાં દિવાઓ મળી આવ્યા છે. જગત આખામાં કેટલાંય ‘મ્યૂઝીયમ ઓફ લેમ્પ્સ’ મોજૂદ છે. ભારતનું એકમાત્ર દિવાનું સંગ્રહાલય ‘દિપાંજલી’ કેરેલામાં આવેલું છે.

પોતાના ઘરમાં અંધારૂં ઉખાડવા સાદા દિવાઓ તેમજ દેવસ્થાનો માટે કલાત્મક અને મનોહર દિપકોનો બ્યૂટી એન્ડ ભક્તિનાં કોમ્બિનેશનમાં ઉપયોગ થવા લાગ્યો. કાચીમાટીને પકવીને ટેરાકોટા તેમજ ચિનાઇ માટીનો ઉપયોગ થવા લાગ્યો. ચાંદી, પિત્તળ, કાંસા વગેરેનાં દિવાઓ મળી આવ્યા છે. હિન્દુ ધર્મમાં જે પવિત્ર હોય એ બધાનાં આકાર પર બુધ્ધી ક્ષમતાનો ઉપયોગ કરી અલગ અલગ આકાર -પ્રકાર, સાઇઝ, સ્ટાઇલનાં દિવાઓ બનાવવામાં આવતા.

પ્રાણીઓનાં આકાર હાથી, પોપટ, મોર, ઘોડો, વાઘ… વગેરાહ વગેરાહ. ભગવાનની મૂર્તિઓ, સાથિયા અને ૐ જેવા પવિત્ર પ્રતિકો, વૃક્ષો જે પણ શૂભ હોય એ બધી જ વસ્તુઓને દિવો બનાવવામાં ઉપયોગમાં લેવાતી. ગોળ દડાનાં આકારનાં, પીંજરાનાં આકારનાં, તૂલસીનાં ક્યારા પાસે મૂકવામાં આવતા ગોળ ડબ્બા જેવા ‘વૃંદાવન દિપક’ વગેરે આકારનાં ‘ધાતુનાં દિવા પર અજોડ નક્શિકામ કરવામાં આવતુ. આવા દિવાઓમાંથી આવતો પ્રકાશ તેના પર કરેલા નક્શિકામ પરથી ચળાઇને આવતો. જાળી વાળા કાણા વાળાં ઘડાને ‘ગરબા’ કહેવાયા.

તો એકમૂખી, દ્રિમૂખી, એમ કેટલીયે વાટ વરાવતા બહુમૂખી દિવડાનો ઉપયોગ આજે પણ થાય છે. તેમજ એકસાથે એક જ આકૃતિ પર કેટલાંયે દિવાઓ લાઇનમાં હોય તેમજ જેમ કેકનાં સ્તર હોય એમ ગોળાકાર હારમાળાનાં એક ઉપર એક સ્તરો વાળા દિવડાંઓ પણ જોવા મળ્યા છે. તો ભારતમાં આવેલા મૂઘલો પતાની સાથે અલાદ્દીનનાં ચિરાગ જેવા દિવાઓ લાવ્યા. તેમજ પ્રાચિન ભારતનાં સાંકળ પર લટકતા દિવાઓની જેમ છત પર લટકતા ઝૂમ્મરનું આકર્ષણ લાવ્યા.

દિવામાં વપરાતુ તેલ પણ અલગ અલગ. એરંડીયા, નારીયેળી, સરસવ, તલ અને ઓલિવ ઓઇલ વપરાતુ. દેવ સ્થાનોમાં દિવાબત્તી કરવા ફરજીયાત શુધ્ધ ગાયનું ઘી જ વાપરવામાં આવતુ. દિવાની વાટ બનાવવી એ પણ એક કળા છે. જો જાડી ગઠ્ઠા જેવી હોય તો જટ સળગે નહીં. અને બહુ પાતળી હોય તો તરત પૂરી થઇ જાય. એટલે સૂતર કે રૂ ને મસળીને બરાબર ફિનીશીંગ આપવું એ પણ એક આર્ટ છે. વાટ જો દિવાની અંદર રહી જાય તો વધારે ઘી -તેલ પી જાય અથવા બૂજાઇ જાય. એટલે સળી વડે વાટને ધૈર્યશિલતાથી ઉંચી કરવી અને બહુ વધારે બહાર ન રહે એ પણ ધ્યાન રાખવુ પડે.

જ્યારે ભારતમાં ઓઇલ લેમ્પ વપરાતા ત્યારે રોમમાં પણ ગોખલામાં ભગવાનની મૂર્તિ સામે દિવો પ્રગટાવવાની પ્રથા હતી. તો ગ્રીસમાંથી પણ બે કાણાં વાળા ભગવાનની પૂજા માટે વપરાતા ‘કાલીમાચોસ’ દિવા મળી આવ્યા છે. ત્યાર બાદ વાટનાં દિવાનું સ્થાન મીણનાં ગઠ્ઠાએ લઇ લીધુ.

ત્યારબાદ મીણનો ઉપયોગ કોલસાથી વપરાતા ગેસ લેમ્પ અને કેરોસીન વાળા ફાનસને લીધે ઘટ્યો. અને ઇલેક્ટ્રીસિટીની શોધે આખી દુનિયા બદલી નાંખી.

પણ આજેય પોતપોતાનાં ભગવાનને યાદ કરવા અગ્નિનો ઉપયોગ થાય છે. કેમ? પોતપોતાનાં ઇશને યાદ કરવા માટે અગ્નિનો ઉપયોગ થાય છે. ક્યોં? ક્યારેય તમે કેમ્પ ફાયર ફરતે મોજમજા કરતા, ગીત સંગીતનો જલસો કરતા, વાર્તા કરતા બેઠાં છો. હોમ હવનમાં કે હોળીની ફરતે તો એટેન્ડન્સ પૂરાવી જ હશે. ફાયર ફરતે એક અલગ જ ઉર્જા મર વાતાવરણ સર્જાતુ હોય છે. એક અલગ અલૌકિક તરંગો ઉત્પન્ન થતા હોય છે. એટલે ગમે તે વસ્તુની શરૂઆત કરો એટલે કરવામાં આવતો દિવો એક અલગ જ વાતાવરણ સર્જતો હોય છે.

આટલી બધી આદિમાનવની પ્રથમ આગથી માટીનાં દિપલક્ષ્મી દિવા અને કાંચનાં બર્તનમાં ફૂલો વાળા સુગંધીદાર પાણી પર તરતા દિવાથી આંખને આંજી દેતી એલઇડી લાઇટ્સ સુધીની આ આખી હોડમાં કેન્દ્ર સ્થાને એક જ વસ્તુ હતી – પ્રકાશ.


ભારતમાં સોળમી સદ્દીમાં મૂગલો આવ્યા. અને ઇસ્લામ ધર્મનાં ઝંડા ખોડ્યા. જૈન અને બુધ્ધ ધર્મની સાથે પંદરમી સદીમાં હિંદુ માંથી ગુરૂનાનક સાહેબે શિખ ધર્મને જન્મ આપ્યો. ભારતે ગુલામ કાળ ભોગવ્યો ત્યાં સુધીમાં તો યહૂદી, ખ્રિસ્તિ, વગેરે વગેરે. તો પ્રાચિન પર્શિયામાં મૂસ્લિમોનાં અત્યાચારથી પર્શિયન લોકો ભારત આવીને પારસી બન્યા. આ બધા જ ધર્મોમાં એક વાત કોમન છે. – પ્રકાશ.

હિંદુ ધર્મમાં શુભં કરોતિ કલ્યાણમ વાળા શ્લોકમાં દિપ જ્યોતિ નમોસ્તૂતેથી લઇ દિપ જ્યોતિ પરબ્રહ્મ તેમજ દિપેન લોકાન્ દિપસ્તેજોમય: સ્મૃત: જેવા અઢળક શ્લોકોમાં પ્રકાશને ભરી ભરીને મહત્વ અપાયુ છે. હિંદુ ધર્મમાં પ્રકાશને જ્ઞાન તો અંધકારને અજ્ઞાન સાથે સરખાવ્યુ છે. પ્રકાશને ભગવાન ચૈતન્ય ઉર્ફ નોલેજનાં મૂળતત્વ તરીકે આલેખાયા છે. તેલ અથવા ઘી વાસના અથવા નેગેટીવીટી, રૂની વાટને ઇગો ગણો તો પ્રકાશ જ્ઞાન. જો દિવો પ્રકાશ આપે તો પોતે ધીમે ધીમે ખતમ થાય તેવી જ રીતે નોલેજ માટે માણસ ઘસાય તો વાસના ધીમે ધીમે ભષ્મ થાય અને ઇગો છેલ્લે દૂર થાય.

તો એક દિપક દ્વારા બીજાં દિપકને સળગાવવામાં આવે તો પહેલો દિપક બૂજાઇ ન જાય. એવી રીતે નોલેજ બાંટવામાં આવે તો ઓછું ન થાય. એનાથી વિરૂધ્ધ એ ક્લેરિટી અને કન્વીક્શનથી વધતુ જ રહે. અને આપવા વાળા અને લેવા વાળા બંનેને ફાયદો થાય.

તો ભારતીય જૈન અને હિંદુની ઇન્ટીમસી વર્ષો જૂની હોઇ બંનેમાં ઘણી સિમિલારીટીઝ છે. બંનેમાં દિવાળી મૂખ્ય ઉત્સવ છે જ.

તો ઇસ્લામનાં કુરાનમાં પણ સૂરા અન-નૂરમાં અલ્લાહને પ્રકાશ તરીકે બતાવવામાં આવ્યા છે, જ્યાં અલ્લાહ બધુ જ જાણે છે, નોલેજનો સ્ત્રોત છે. અલ્લાહે જે પહેલી ચીજ બનાવી હતી તે મારો પ્રકાશ હતો. હું અલ્લાહનો પ્રકાશ છું અને બધા અલ્લાહનાં બંદા મારા જ પ્રકાશથી બનેલા છે. જે અલ્લાહમાં બંદગી રાખે તેના માટે અલ્લાહ રક્ષક છે, અલ્લાહ તેને અંધારાથી અજવાળા તરફ લઈ જાય છે. ઇસ્લામમાં પણ નોલેજનાં અંધકારમાંથી અજવાળા તરફનું પ્રયાણ છે.

તો ખ્રિસ્તિ ધર્મમાં પણ ચર્ચમાં પ્રગટાવવામાં આવતા કેન્ડલનું ઘણુ મહત્વ છે. જીસસે કહ્યુ ‘હું જ દુનિયાનો પ્રકાશ છું, જે મને અનુસરશે એ કદી અંધારામાં નહીં રહે, પણ એણે જીંદગીનો પ્રકાશ જાળવી રાખવો પડશે.’ (જ્હોન 8:12) ઇન શોર્ટ, ભગવાન, અલ્લાહ અને ઇશ્વર (ગોડ) ત્રણેય પ્રકાશ છે.

‘મૂર્ખતા કરતા હોંશિયારી વધારે સારી જેમ અંધકાર કરતા પ્રકાશ.’ (એક્લેસિએટ્સ 2:13) અંધારાથી અજવાળા મહી જવાની, અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાની વાત.

તો શિખ ધર્મમાં પણ કહેવામાં આવ્યુ છે કે ‘ગુરૂ’ એ પ્રકાશ છે, જે બધા અંધારાને દૂર કરે છે. ‘જે અજ્ઞાનતાનાં અંધકારમાં ડૂબેલો છે, તેને કંઇ ખબર પડતી નથી’ (ગુરૂ ગ્રંથ સાહેબ 667)

તો બુધ્ધ ધર્મમાં પણ કહેવામાં આવ્યુ છે કે જો તમે બીજાં માટે દિવો કરશો તો તમારો માર્ગ પણ ઝળહળશે.


ભારત ગામડાંનો દેશ છે. ભારતમાં જેટલા શહેરમાં નથી રહેતા એટલાં ગામડામાં રહે છે. અલગ અલગ કેટલાંયે ધર્મો. ક્યાંક દિવા, ક્યાંક મિણબત્તી સળગાવવામાં આવે છે અને મોડર્ન ઇન્ડિયન યુવાનોમાં મોબાઇલની ટોર્ચ લાઇટ.

મોદી સાહેબ તળીયેથી આવેલા માણસ. જમીન સાથે જોડાયેલા છે. તેણે બધા ધર્મો તેમજ નાના-મોટા બધાને આવરી લીધા. સોશિયલ મિડિયાનાં ભણેલા ગણેલાનાં હોહા ગોકિરા કરતા એ વધારે ઉપરનું વિચારે. એટલે જ તો આરજે, પ્રિન્ટ અને ટીવી મિડીયા, સેલિબ્રિટી જોડે કોવિડ-19 ને હરાવવા કોન્ફરન્સ યોજે. લોકોને એકબીજાંની મદદ કરવાનું પ્રોત્સાહન આપે. કારણકે દેશ મોટો. 130કરોડનો. ભારતની ગવર્નમેન્ટ વ્યવસ્થાની તો આપણને ખબર જ છે. એટલે પ્રશાસન બધા પાસે એકસાથે પહોંચી ન શકે.

મોદી સાહેબ ગાંધી બાપૂનાં ફોલોવર. પહેલા આખા દેશમાં ભ્રમણ કર્યુ. અલગ અલગ સાંપ્રદાયનાં લોકોને મળ્યા. અને સત્તા પર આવ્યા બાદ ક્યારેક સ્વચ્છતા અભિયાન લાવે, ક્યારેક ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન લાવે. માસ સાથે કેવી રીતે જોડાવુ. એક સાથે કેટલાય લોકોને કેવીરીતે જોડવા. એમાં હથોટી. જાણે ગાંધી બાપૂ પાસેથી શિખીને આવ્યા હોય એવું લાગે ક્યારેક. સત્યાગ્રહ દાંડીમાં અને દેશ આખામાં એનું વાવાઝોડું ઉમટે.

ખબર નહીં સરકાર અર્થવ્યવસ્થા અને કોરોના સામે લડવામાં કેટલી આગળ છે એતો સમય બતાવશે. અને દિવડા પ્રગટાવવાથી કે મિણબત્તી સળગાવવાથી કોરોનાની રસી પણ નહીં શોધાય જાય. હા, હજુ ઘણી જગ્યાઓ પર બરાબર મેડિકલનાં સાધનો ઉપલબ્ધ નથી. અને ભારતમાં બધા રાજ્યમાં અલગ અલગ સરકાર છે. એટલે એમાં પણ કેન્દ્ર સરકારને બરાબર સપોર્ટ ન મળે એવું પણ બને. પણ ધીમેધીમે ત્યાં પણ સુવિધાઓ પહોંચી જશે.

પણ એક વાત પાક્કી કે #9min9pm જેવા નાના કદમની જરૂરથી ઇમ્પેક્ટ પડશે. આનાંથી દૂર દરાજનાં ઓછું ભણેલા લોકોમાં આશા અને હિંમત જરૂરથી કાયમ થશે.

એક્તાનું પ્રતિક બનશે આ નાનકૂડો દિવડો. જેમ નાનકુડા બાળકો એકસરખો ગણવેશ પહેરે, ડોક્ટર અને નર્સ એકસરખો સફેદ ડ્રેસ પહેરે, આર્મી મેન એક જ સરખા પગ ઉપાડે, ઘરમાં બધા એક જ સાથે જમવા બેસે. એવી જ રીતે જ્યારે આખો દેશ ઘરની લાઇટો બંધ કરીને દિવો કરે ત્યારે આખા દેશમાં એક્તાનો પવન લહેરાવા લાગે. દેશભરમાં નવી ઉર્જાનો સંચાર થશે.


કોઇકનાં ઘરોમાં આપણી હેસિયત પ્રમાણે દિવો કરી. આપણે એ જ પરમાત્માએ આપેલું થોડુંઘણું બાંટીશુ. એ વહેંચ્યા પછી એ ઘરમાં રહેતા ગરીબ પરિવારનાં મોં પરનો એ હાશકારો. એ સ્મિત. વધુ એક ભગવાને બીજા કરતા થોડું વધારે આપેલું છે એનું સેલિબ્રેશન!

એ કોરોનાથી પિડાતા માણસને થોડી આશ વહેંચીશું. આપણે ઘરે બેઠા છીએ અને આપણા વતી લડતા કોરોના ફાઇટર્સને થોડો ગ્રેટીટ્યૂડ. આપણે કેવી શાંતિ છે જીવનમાં એનું સેલિબ્રેશન!

વિશ્વમાં કેટલાંય દેશોમાં આપણા કરતા બૂરા હાલ છે. વેન્ટીલેટર પર પડેલા માણસ માટે એક વર્ષ જેવડી એકક્ષણ વિતાવતા સ્વજનો બેઠા છે. થોડા દિવસો પહેલા મજા કરનાર હવે ફોટોફ્રેમમાં હશે. પણ આપણે વધુ એક દિવસ જોઇ લઇશું. હજુ જીવીએ છીએ એનો અહેસાસ. વધુ એક આવતીકાલનું સેલિબ્રેશન!

આપણી અંદર જ્ઞાનની જ્યોતિ જીલવા માટે ય નાનુ કોડિયું થવું પડે છે. આપણી અંદરનાં જ્ઞાન, સેવા, પરોપકાર જેવા તેજોનો દિવો એક ફૂંક સાથે અંધારૂં ના આવે, ત્યાં સુધી ઉત્સવ , સેલિબ્રેશન જ છે, બાપલ્યા!

હું તો #9pm9min ની ચેલેન્જ એક્સેપ્ટ કરૂં છું.


પૃથથીંગ

એક દીવો છાતી કાઢીને
છડેચોક ઝળહળે
તો એ અંધારાના
સઘળા અહંકારને દળે.
હરેક ચીજને એ આપે સૌ સૌનું
મૂળ સ્વરૃપ
આવું મોટું દાન કરે
તો પણ એ રહેતો ચૂપ
પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય
કાજ બસ બળે !
અંધકાર સામે લડવાની વિદ્યા ક્યાંથી મળી ?
કિયા ગુરુની કૃપા થકી
આ રીત તપસ્યા ફળી ?
હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે…
(રમેશ પારેખ)

હું છું દીવો –
લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો…
– રવીન્દ્ર પારેખ

હેપી ક્વોરન્ટાઇન : હોમ સ્ટેકેશનનાં વેકેશનને બનાવીએ મોજીલુ સ્ટેશન.

હોમ ક્વોરન્ટાઇન, લોક ડાઉન, જનતા કર્ફ્યુ શબ્દો નવા છે, માત્ર આપણા માટે જ નહીં આખી દુનિયા માટે. વોટ્સઅપ યૂનિ.માં તો મેસેજનાં ઢગલા થઇ ગયા છે. લોકોને આજે ખબર પડી કે મિનિમમ વસ્તુઓથી પણ જીંદગી ચાલી શકે છે. જાણે અત્યાર સુધી તો મટીરીયાલીસ્ટીક જગતથી ઉપર ઉઠવાની વાતો જ નથી થઇ. તો કોઇકને હવે ખબર પડી કે રવિવાર પરીવાર માટે હોય છે. જેમાં સ્ટ્રેસ દુર કરવાની જડીબૂટ્ટી મળી આવે છે. તો કોઇક ભાઇને પીઝા, બર્ગર વગર પણ જીવન ટકી શકે એ હવે ખબર પડે છે. કોઇકે તો પરિવાર સાથે સમય વિતાવવાનું, કસરત કરવાનું, પોતે ન જોયેલી કે અધૂરી રહી ગયેલી વેબ સિરીઝ, ફિલ્મો જોવાનું, ભગવાનમાં ધ્યાન ધરવાનું જાણે આખુ એક સિડ્યૂલ તૈયાર કરી નાંખ્યું.

લોકોને ફરજીયાત પોતાના ઘરે રહેવાની ફરજ પડી છે. પોણા ભાગનાં દેશોની સરકાર લોકોને ઘરમાં ઘૂસી રહેવાનું કહે છે. ઘરે રહેવાના આ સમયને આપણે અનલિમિટેડ મોબાઇલ – ટીવી જોવાનો સમય ગણી લીધો. જસ્ટ થીંક આપણે વધુમાં વધુ કેટલો સમય ટીવી/મોબાઇલ સાથે પસાર કરી શકીએ. બે યા ત્રણ દિવસ. વધુમાં વધુ ચાર દિવસ. મોબાઇલ હાથમાં હોય તો મનોરંજનને લીધે આપણુ મન પરોવાઇ રહે. સમય ઝડપથી પસાર થાય. પણ એક ધારા મોબાઇલ અને ટીવી સ્ક્રીનમાં મોઢું ઘાલ્યા રાખવાથી આપણુ મગજ અને આંખો થાકી જાય. એક ધારા કાનમાં ઇયરફોનનાં પૂમડાં ભરાવી રાખવાથી કોરોનાથી પણ ભયંકર રોગ થઇ શકે. ગામડાંનાં વિસ્તારો કે જ્યાં આ સ્ક્રીનનું સ્કીનમાં ઘૂસી ગયેલુ વળગણ ન હોય ત્યાં હજુ જીંદગી રાબેતા મૂજબ ચાલે, પણ મોટા નગરોમાં પોતાના જ ઘરે બંધ લોકોનો સ્ક્રીન સામે જ સમય નિકળતો હોય, ત્યારે મોબાઇલ – ટીવી પણ એડિક્શન થઇ જાય.

લોકડાઉનનો આજે આઠમો દિવસ છે. અને કેટલાંક માટે બોરડમ હદ વટાવી ગયુ હશે. ઘરે બેસીને થાકી ગયા હશે. પણ જો જીંદગીમાં પોતાની જાત સાથે સમય વિતાવ્યો હોય, પોતાના મગજને ક્રિએટીવીટીથી ઓળેલું હોય તો લોકડાઉન સહજ રીતે પસાર થઇ જાય. એકાંત અને એકલતા વચ્ચેનો ફાંસલો ખબર હોય. ટાઇમ પાસ અને ટાઇમ કિલ વચ્ચેનો નજીવો તફાવત ખબર હોય. પોતાની જાતને પ્રેમ કરેલો હોય, પરિવારને પ્રેમ કરેલો હોય, તો આખી જીંદગીમાં બે-પાંચ વાર જ મળતા આવા અણધાર્યા વેકેશનનો ઉપયોગ ગમતા સાથે ફન અને નવા નવા આઇડીયાઝનાં વનમાં વિહરવા માટે કાઢવામાં આવી રહ્યો હશે.

આ લોક ડાઉને તો ગોલ્ડન ચાન્સ આપ્યો છે જીંદગીની રફતારને સ્લો કરવાનો. કોરોના જેવી મહામારીનાં સમયે જીંદગીને એન્જોય કરવાનો. તો ચાલો, હમણાં માટે હોમ ક્વોરન્ટાઇન નક્કી હોઇ, લોકડાઉનનાં આ સમયમાં ફેમિલીનાં એકધારા પણાથી એલર્જી પણ ન થાય અને કોરોના તેમજ પોલિટીકલ વાતો કરી ઉબકા ન આવી જાય એ માટે અણધાર્યા મળેલા વન્ડરફૂલ વેકેશનને એકદમ સરળતાથી, રમતા – રમતા પાર કરી શકાય એવી કેટલીક શાનદાર ટિપ્સ.

1) જૂની દેશી રમતો અને યાદો કી બારાત:

છેલ્લે તમે ફોકસ અને સમય સૂચકતા શિખવાડતી નારગોલ ક્યારે રમેલા? તમે માસ્ટરમાઇન્ડ લખોટી ક્યારે હાથમાં ક્યારે લીધેલી? સંતાકૂકડી, સ્ટેચ્યૂ, બરફ પાણી જેવી મગજને ફ્રેશ કરી દેતી ફન રમતો તમારા દિકરા સાથે રમી છે? ડોલમાં દડો નાંખવાની ઘરઘરાઉ બાસ્કેટ બોલ કે ગાભાનાં દડા વડે ક્રિકેટ રમવાની મજાય અદ્ભૂત છે. ભારતીય કોન્ટીનેન્ટમાં કેટલીયે બોર્ડ ગેઇમ્સનો જન્મ થયો છે. છેલ્લે તમે ઇન્ડીયાની પેદાશ એવી કેરમની કૂકરી ક્યારે કાઢેલી? મોબાઇલમાં ફેમસ થયેલી લૂડોનાં પરદાદા જેવી કોડી વડે કપડાંની બનેલી ચોકઠાંબાજી ક્યારે રમેલા? તમે તમારા દિકરા સાથે નવો વેપાર, સાપસીડી, નવ કૂકી, શૂન્ય-ચોકડી અને બીજી અઢળક ગેઇમ્સ ક્યારેય રમેલા?
કાગળમાં કાપા પાડી ભૂંગળી વાળી ઝાડ બનાવી શકાય, કાગળને ફોલ્ડ કરી ફોટો કેમેરો, પેન્ટ શર્ટ, હોડી અને બીજુ કેટલું યે બનાવી શકાય. બાળકો સાથે સમય વિતાવવાનો અને બાળક બનવાનો સારો સમય કૂદરતે આપ્યો છે. મોબાઇલની સ્ક્રિનમાં ઘૂસી પડેલા બાળકોને નવી – નવી રમતો શિખવાડવાનો આ ઉત્તમ અવસર જવા દેવા જેવો નથી.

મમ્મી પપ્પાનાં કે તમારા લગ્નનો આલ્બમ, તમે જ્યારે નવી ગાડી- નવું ઘર લીધુ હતુ, ત્યારનાં ફોટાઓ ખોલીને તેની સાથે વણાયેલી કેટલીયે અવિસ્મરણીય દાસ્તાનો વિશે વાત કરવાનો સમય ફરી ક્યારે મળશે?!

2) હોમ એન્ડ ડિજીટલ ડિક્લટરીંગ એન્ડ ઓર્ગેનાઇઝીંગ :

જીવનકી આપાધાપીમેં આપણા ઘરમાં કેટલીયે ચીજો એવી હોય જે ત્યાં જ હોય પણ આપણને ખબર ન હોય. બાલ્કનીમાં લટકતો હીંચકો કે ઘણા સમય પહેલા લટકાવેલુ તોરણ. ચપ્પલ – બૂટ રાખવાનાં પથ્થર પર પડેલા જૂના નાખી દેવા જેવી વસ્તુઓ, કબાટ કે કોમ્પ્યૂટર ટેબલ ખોલીને ઉભા રહીએ તો પણ દેખાઇ જતી કેટલીયે નકામી વસ્તુઓ. હેલ્મેટ જેનો કાંચ નંખાવવાનો બાકી છે. પોસ્ટર જે વર્ષોથી માળીયામાં ધૂળ ખાય છે તે ટીંગાડવાનાં બાકી છે. દિવાળી પર તો જાતભાતનાં કામમાં ઉલજાઇ ગયેલા હોઇએ એટલે જેમ તેમ સાફ સફાઇ થઇ હોય. પણ અત્યારે આડા દિવસોમાં એક એવો સમય મળે જ્યારે બધુ બંધ હોય, આખી દુનિયા ઠપ્પ હોય ત્યારે મોકો મળી જાય વસ્તુઓ સાફ કરવાનો, ચમકાવવાનો, ગોઠવવાનો, ફેંકવાનો.

આડા દિવસોમાં આપણી પાસે ટાઇમ જ ન હોય મોબાઇલમાં પડેલા નકામી વસ્તુઓને દૂર કરવાનો. જ્યારે ઇનસફિશિયન્ટ સ્પેસ હોય ત્યારે આપણે જલ્દી જલ્દીમાં કોઇ વિડીયો કે મોટી ફાઇલ્સ ડિલીટ કરી નવી વસ્તુઓ નાખવાની જગ્યા કરી લેતા હોઇએ છીએ. પણ જે ખૂણે ખાંચરે પડેલી છે એ નકામી વસ્તુઓનું શું?! અત્યારે સમય મળ્યો છે એ વસ્તુઓને પણ શોધી શોધીને કાઢવાનો. નકામા ફોટા-વિડીયો-ઓડીયો-ફાઇલ્સ-એપ્સને કાઢવાનો, ઓર્ગેનાઇઝ કરવાનો, બેક અપ લઇ નવી વસ્તુઓ માટે જગ્યા કરવાનો.

3) જાત સાથે વાત :

સરકાર ઇચ્છે છે કે તમે ઘરે રહો. સ્કૂલ- કોલેજો, ઓફિસો બધા એકાએક ઉભા રહી ગયા છે. ત્યારે આવો નિરાંત વાળો કિંમતી સમય પોતાની જાતને એડિટ કરવામાં લગાડાય. વૈજ્ઞાનિક સ્ટડી મૂજબ એકવીસ દિવસમાં સારી આદતો બનાવી શકાય. તો આપણને ક્યારેક લાગ્યુ હોય કે આપણે ઓછું પાણી પીએ છીએ કે પૂરતી કસરત કરતા નથી કે મેડીટેશનમાં દિવસનો થોડો ટાઇમ કાઢવાની જરૂર છે. તો આ એકદમ પર્ફેક્ટ ક્ષણો છે. અત્યારે ઘડેલી ચંદ મિનિટોની આદતો કોરોનાની મહામારી પછી આપણને બદલી શકે. આમેય લોકડાઉનને લીધે વાહનોનો અને ફેક્ટ્રીઓનો ધૂમાડો ન થવાથી વાતાવરણ સ્વચ્છ બન્યુ છે. સૂરતમાં તો પોપટ અને ચકલી જેવા પક્ષીઓ દેખાવા લાગ્યા છે.

પોતાની જાત સાથે ટાઇમ કાઢવામાં બધાને કાંટા વાગતા હોય એવું લાગે. પોતાની જાત સાથે મૂક્ત સંવાદ માટે અને પળોજળમાંથી રીલેક્સ થવા માટે પોતાની જાત સાથે ટાઇમ કાઢવો ખૂબ જ મહત્વનો છે. આપણા સાધુ-સંતોએ કહેલી વાતોને પેઢી દર પેઢી ફેરવી તોડીને બનેલી અંધશ્રધ્ધા શિખવાને બદલે આ જાત સાથેની સાધનાનો વારસો શિખવા જેવો ખરો. માણસ પોતાની જાતને જ જો પ્રેમ નહીં કરે તો ખૂશ કેવી રીતે રહી શકશે?!
મોદી સાહેબે મન કી બાતમાં સરસ ઉદાહરણ આપ્યા કે આ અનએક્સપેક્ટેડ વેકેશનમાં ઘણા લોકો પોતપોતાને ગમતા શોખ પૂરા કરી રહયા છે. મ્યૂઝીકથી લઇને પેઇન્ટીંગ, ભરતકામથી લઇને રસોઇકામ. ગમતુ કરવાનો પર્ફેક્ટ ટાઇમ.

4) હાઉસ વાઇફ જ નહીં હાઉસ હસબન્ડ પણ:

કોરોના એ શ્રેષ્ઠ મોકો આપ્યો છે ઘરકામની ચીજો શિખવાનો. યસ. જસ્ટ થીંક, સ્વીગી અને જોમેટો યુગમાં જે ઘરથી બહાર રહે છે એવા છોકરા – છોકરી રોજ બહારનું ખાઇને કોરોનાથીયે ભયાનક બિમારીમાં સપડાય છે. ગરમ ગરમ ઓર્ડર થયેલું ભોજન શું ગરમ હશે? હમણાં તવામાં બનાવેલા ભોજનની સામગ્રી તો કેટલાંય દિવસોથી ફ્રિજમાં ભરેલી હશે, કલર ઉડી ગયો હશે. નાના રેસ્ટોરા વાળાય થોડા સમય પહેલાંનું પડતર ગરમ કરીને પીરસતા હોય છે. અઠવાડીયામાં પાંચ-છ દિવસ તો ઘરનું ખાણું મળવું જ જોઇએ ત્યારે ઘરથી દૂર નોકરી કે અભ્યાસ કરત યૂથે ભાવતી વાનગી બનાવતા શિખી શકાય. કિચન કિંગ કે ક્વિન નહીં પણ કિચન મેન કે વૂમન તો બની જ શકાય. આખી વાનગી નહીં તો શાક સુધારતાને દુધમાં મેળવણ ઉમેરતાય શિખી શકાય.

માત્ર કિચન જ નહીં પણ હાઉસ અરેન્જમેન્ટ થી પોતાના કપડાં ફોલ્ડીંગ, પોતાની પથારી પાથરવાથી, કપડાં-વાસણ ધોવા, કચરૂં – પોતુ કરવુ જેવી ગ્રેટ ગાંધીનાં મતે સંસ્કારની પ્રવૃતિઓ શિખી શકાય. આમેય તમે વિલીયમ મેકરાવન કાકાનું ક્વોટ સાંભળ્યુ જ હશે. જો તમારે દુનિયામાં કોઇ ચેન્જ લાવવો હોય, તો પોતાની પથારી પાથરવાથી શરૂઆત કરી શકાય. આત્મવિશ્વાસ પણ વધે અને સાથે સાથે નવી વસ્તુઓ પણ શિખાય.

5) સાહિત્યનાં દરિયામાં ડૂબકી :
ક્યારેય તમે પોતાના બાળકને પાસે બેસાડીને પરીકથાઓ કે લોક ગીતોની વાતો કરી છે. કોઇ મસ્ત સાહિત્ય વાંચી સંભળાવ્યુ છે. ફેમિલી સાથે ઘરે બેસી કોઇ સાહીત્યનું ડિસ્કશન કર્યુ છે. તમે પોતે ક્યારેય સાહિત્ય વાંચ્યુ છે. રમેશ પારેખ થી અશોક ચાવડા સુધી, પન્નાલાલ પટેલથી ધ્રુવ ભટ્ટ સુધી, ઉમાશંકર જોષીથી ઝવેરચંદ મેઘાણી, રમણલાલ સોનીથી કૃષ્ણ દવે સુધીનું અઢળક લખાયુ છે ગરવી ગુજરાતમાં.

વેબ સિરીઝ જેની સામે વામણી પડે એવુ ફિક્શન રચાયુ છે. અહીં ફિલસૂફી અને મોટીવેશનની વાત નથી. વાત છે માસ્ટર સ્ટોરી ટેલીંગની. જૂલે વર્નથી એચ જી વેલ્સ. વિક્ટર હ્યૂગોથી ચાર્લ્સ ડિકન્સ, ડેન બ્રાઉનથી જે.કે. રોલીંગ સુધીની. અંગ્રેજી ભાષા આવ્યાને હજુ થોડીક સદીઓ થઇ છે, પણ એમાં લખાયેલુ સાહિત્ય અધધધ. થર્ટીન રીઝન્સ વ્હાય કે મેજ રનર જોવા કરતા વાંચો તો ખબર પડે કે મૂવી કે વેબ સિરીઝ જોવા કરતા એની મૂળ બૂક વાંચવાની વધારે મજા આવે.

હવે તો Aawaz, Story tale, Pocket Fm તો audible વાળાની Suno જેવી એપ્સ પરથી પ્રેમ ચંદ અને મન્ટો જેવા હિન્દીનાં જબરદસ્ત લેખકો અને કવિઓની વાર્તા-કવિતાઓ અને પોડકાસ્ટ સાંભળી શકાય છે. તો Amazonની Audibleમાં અંગ્રેજી ઓડીયો બૂક્સનો રસાળ થાળ ઉપલબ્ધ છે જ. જ્ઞાન વધારતા ટેડ ટોકથી ડોક્યૂમેન્ટ્રીઝ પણ સ્ક્રીનનાં ટચમાં હાથવગી છે.

અંગ્રેજી ન આવડતુ હોય તો ઇન્ટરનેટે ખૂબ સરસ કામ કરી દિધુ છે. એપ અને વિડીયોઝ પરથી આસાનીથી અંગ્રેજી શિખવાનું. ગુજરાતીનાં કેટલાંક ‘સૌષ્ઠવ’ જેવાં અઘરા શબ્દો કે ખોવાઇ ગયેલા લોક બોલીનાં શબ્દો પણ પોતાના બાળકોને અને પોતાની જાતને શિખવાની પ્રેરણા આપી શકાય.

6) ખત સે કેમેરા ડાયરી તક:

આટલા બધા મળેલા સમયમાં એક બૂક લખવાનાં પડઘમ પાડી શકાય, જો એ વધુ પડતુ હોય તો મોબાઇલને સાઇડમાં મૂકી એક પત્ર લખી શકાય. ના કોઇને પોસ્ટ કરવા કે સોશિયલ મિડીયામાં મૂકી લાઇક્સ બટોરવા નહીં. પણ પોતાની જાત સાથે વાત કરવા. કોઇ ગમતી વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, કોઇ મૂવીનું ફિક્શનલ કેરેક્ટર, કોઇ છોડીને ચાલ્યુ ગયેલુ સ્વજન. કોઇ પણને આ પત્ર લખી શકાય. જો આ પત્ર મોકલવા હોય તો જ મોકલો બાકી આમ જ લખો. હૈયા વરાળ લખો કે આસપાસ બનતી રમૂજી ઘટના, દિલનું દર્દ લખો કે ખૂશી, મનનું ટેન્શન લખો કે મનનો આરામ. કંઇ પણ લખો. બસ લખો. કે પછી કેમેરા ડાયરી પણ બનાવી શકો. મોબાઇલમાં તમારો અવાજ કે વિડીયો રેકોર્ડ કરી શકો. ઘરનાં લોકોનું ઇન્ટરવ્યુ લઇ શકો કે ઘરનાં લોકો સાથે મોજ મસ્તી કરી શકો.

સાવ નવરા બેઠા બેઠા આપણુ મગજ કેટલાય ખ્યાલી આઇડીયાઝનાં પૂલાવ બનાવતુ હોય છે. તો ટીકટોકના વિડીયોઝ પણ બનાવી શકોને જાતભાતની ક્રિએટીવીટીથી સભર પોડકાસ્ટ પણ બનાવી શકો. અલગ અલગ વિષય પર વિડિયોઝ અને શોર્ટ હોમ ફિલ્મો પણ શૂટ કરી શકો.

બાકી તો ભાગતી દોડતી જીંદગીમાં આરામનું સુખ મળ્યુ હોય તો રામ મળ્યાનો સંતોષ થાય. જરા અમસ્તો સમય મળે ને મોબાઇલ માટે દોડતા હાથ માટે ડૂઇંગ નથીંગ ઇઝ ઓલ્સો આર્ટ. બસ સૂઓ. આરામ કરો. ગપ્પા મારો. બહાર ન નિકળાય તો શું થયુ અંદર તો ડોકિયું થઇ જ શકે ને.


આપણે પહેલેથી જ કાયદાનું પાલન કરનાર નાગરીકો છીએ જ નહીં. એ પછી ટ્રાફિકનાં નિયમોનું પાલન હોય કે ટેક્સ બચાવવાનાં છીંડા હોય. કેમિકલ કંપનીઓનાં નદી-નાળામાં ખૂલ્લે આમ ફેંકાતા કચરા – પાણી હોય કે વાહનોનાં સાયલેન્સરમાંથી નિકળતો ધૂમાડો હોય. રાત્રે ગવર્મેન્ટ ઓફિશ્યલે નક્કી કરેલા સમય પછી ડીજે પાર્ટી કે ગરબા પાર્ટી ન કરવાનો હોય ત્યાં વધુ બે કલાક જોરશોરથી ઘોંઘાટ કરીને કાયદાની ઐસીતૈસી કરતા લોકો છીએ. જ્યાં ચોખ્ખુ મોટા અક્ષરે લખેલું હોય કે પાન માવો ખાઇને અહીં થૂંકવું નહીં કે મૂત્ર વિસર્જન કરવું નહીં, ત્યાં જ પશુઓની જેમ ગોબર વાડો કરી મૂકતી અળવીતરી પરજા છીએ.

જનતા કર્ફ્યુ, હોમ ક્વોરન્ટાઇન, લોકડાઉન જેવા શબ્દો મોટા ભાગના દેશો માટે નવા છે. પણ સામેવાળો કરે એવું આપણે કરવુ જેવી દેખાદેખીમાં રહેતા લોકો છીએ. લોકો હજુ નજીવા કામ માટે આંટા ફેરા કરવા ઘર બહાર નિકળે છે, કોઇ કારણ વગર જ બસ રખડવા નિકળે છે. જેને લીધે જે જેન્યૂઅલી વસ્તુઓ ખરીદવા કે સોશિયલ કામ માટે નિકળે છે એ ડંડા ખાય છે. અને લફંગાઓ બચી જાય છે. જનતા કર્ફ્યુ પૂરૂ થયા પછી થાળી વેલણની રેલીઓ હાસ્ય ઉપજાવે એવી હતી. પહેલી વાર એવું બન્યુ કે ભારતની સંસદમાં કૂતરાની જેમ એકબીજા પર ભોંકતા પોલિટીકલ લીડરો કોઇ વાત પર સંમત થયા છે. એ ભારત જેવા લોકતંત્રથી ચાલતા દેશ માટે એક મોટી ઘટના છે. નેતાઓ હાથ જોડીને ઘરમાં રહેવાની અપિલ કરી રહ્યા છે. સેલિબ્રિટીથી લઇને અમેરિકા, ઇટલી, સ્પેઇન જેવા બહાર દેશમાં વસતા ભારતીયો ભારતને બચાવવાનાં પ્રયાસમાં વિડીયોઝ બનાવી જાગૃતિ ફેલાવી રહ્યા છે. લોકોને ઘરે રહેવા સમજાવી રહ્યા છે.

આજે પહેલી એપ્રિલનો દિવસ, એપ્રિલફૂલનો દિવસ. આવા મહામારીનાં સમયે આપણે કોને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છીએ?! આપણી જાતને?! આપણા ખૂદા, ભગવાન, ઇશ્વરને?! વોટ્સ અપ યુનિ.માં અવનવા ગપગોળા આવતા રહે છે. અને લોકો કોઇ ઠોસ સબૂત વગર માની લે કે કોરોના વાઇરસ બાર કલાક જ જીવે છે. ફલાણા બાપુએ કોરોનાથી બચવા ઢીંકણુ ખાવા-પીવાનું કીધુ ને ફલાણી જગ્યાએ બાળકીએ જન્મ લેતા વેંત કોરોનાથી બચવાનાં ઉપાયો બતાવતી ગઇ અને મરી ગઇ! આખા વિશ્વમાં મંદીનો માહૌલ છે, ત્યારે ઢોંગી બાબાઓનાં કોરોનાનાં ધાગા- દોરામાં તેજી આવી ગઇ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોરોનાથી બચવા અંધશ્રધ્ધામાં ડૂબેલા ગામોમાં ઘાસથી બનેલી ઘાસ ભેરૂની સવારી કાઢવામાં આવી અને સેંકડો લોકો ભેગા થયા અને સોશિયલ ડિસ્ટંસીંગની ઐસીતૈસી થઇ ગઇ. કેટલીક અફવાહ ઉતરાખંડનાં ચમોલીથી પણ આવી. લોકો પોતાના આંગણામાં ખોદકામ કરે અને માતાજીનાં ચમત્કારથી કોલસો નિકળે અને માથા પર કોયલાનાં ટીકા લગાવે અને કોરોનાથી પોતાની જાતને બચાવે. વાત સોશિયલ મિડીયા સુધી પહોંચી અને ત્યાંનાં એસપીને અફવાહ રોકવા મેદાનમાં આવવુ પડ્યુ. આસ્થા અને ધર્મ પોતાની જગ્યાએ છે, અને વાઇરસ પોતાની જગ્યાએ. એ નથી જોતો કે તમે કટલા ધાર્મિક છો. ધર્મ જીવન જીવવાનો રસ્તો શિખવાડે છે, તો વિજ્ઞાન જીવન સરળતાથી જીવવા માટેની વ્યવસ્થા પૂરી પાડે છે.

તો દેશમાં કેટલીક સકારાત્મક વાતો પણ સામે આવી. અમદાવાદની પહેલી સાજી થયેલી પેશન્ટ જ્યારે પોતાના ઘરે પહોંચી ત્યારે તેની કોલોની અને એપાર્ટમેન્ટનાં લોકોએ તેને થાળી અને તાળી વગાડીને આવકાર આપ્યો. આવા કપરા સમયે સતર્કતાની જરૂર તો છે જ. પણ જરૂર છે આશા અને સહાનુભુતિની પણ. સોશિયલ ડિસ્ટંસીંગ થોડું વધારવાની સાથે જરૂર છે થોડું ઇમોશનલ ડિસ્ટંસીંગ ઘટાડવાની. લોકોએ ખૂબ દાન કર્યુ. કેટલાંક પોલિસ પણ રોડ પર ગીત ગાઇને લોકોને કોરોના સામે લડવા માટે સમજાવે. હિંમત આપે. પોતાનાં પૈસે બીજા ગરીબોને ખવરાવે. ત્યારે પોલિસ ડિપાર્ટમેન્ટ પર ગર્વ ઓર વધી જાય છે. પોલિસ પણ થાકેલી હોય ક્યારેક નછૂટકે લાઠી ચાર્જ કરવો ય પડે.

ભારત જેવો દેશ જ્યાં લોકોની ગાઢ ડેન્સિટી હોય, અંતરિયાળ મોટો હિસ્સો ભણેલો ન હોય, હેલ્થ કેર સુવિધાઓ એટલી બધી ઉત્કૃષ્ટ ન હોય, મોટા ભાગની સિસ્ટમ રામ ભરોસે અક્કુ ડક્કુ ચાલતી હોય, જ્યાં લોકોમાં અંધશ્રધ્ધા ભરેલી હોય, ત્યાં યૂરોપ અને અમેરિકા જેવા હાઇ હેલ્થકેર વાળા દેશોમાં થયેલા ‘પેનિક એટેક’ વિના સામાન્ય ભારતીયોએ પોતાની ડ્યૂટી એકદમ સરસ રીતે નિભાવી તેના માટે ત્રણ તાળીનું સન્માન! પેરા મેડીકલ ટીમો, ડોક્ટર, નર્સો થી લઇ કચરા વાળવા વાળા, દૂધવાળા, શાકભાજી વાળા, ફેરીયાઓ, પેટ્રોલ પંપ કર્મચારીઓ, પત્રકરો, મિડીયા કર્મીઓ અને બીજાં કેટલાંય લોકોએ પોતાની જવાબદારી એકદમ ઉત્કૃષ્ટ રીતે અદા કરી અને સેનિટાઇઝર અને માસ્ક જેવી સુવિધાઓ વગર ખડે પગે ‘ઇન ડ્યૂટી ઇન કોરોના’ની ફરજ નિભાવી અને આપણને જરૂરી જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી તેના માટે હજાર – હજાર સલામ!

કેરલથી પોતાનાં ઘરે ઓડિશામાં પહોંચેલા દસેક મજૂરો પાસેથી ભણેલા ગણેલા આ લેખ વાંચી શકે એટલા સક્ષમ આપણે બધાએ સીખ લેવાની જરૂર છે. આ મજૂરો જ્યારે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે પહેલા કોરોનાનાં ટેસ્ટ કરાવ્યા. બધા નેગેટીવ આવ્યા. છતાં બધા ચૌદ દિવસ ગામ બહાર સેલ્ફ ક્વોરન્ટાઇન્ડ રહ્યા. એમાંથી એક બે જણાનો ટેસ્ટ પાછળથી પોઝીટીવ આવ્યો. અને આપણે ભણેલા ગણેલા બહારથી આવેલા હજુ પોતાની જાતને આઇસોલેટ નથી કરતા અને પોતાની જાત, પરીવાર, કોમ્યૂનિટી અને દેશને મોતનાં મૂખમાં ધકેલીએ છીએ.

સરકારે એકાએક લોકડાઉનનો ફેસલો લઇ લીધો અને ભારતમાં રોજનું કમાઇ રોજનું ખાતા ગરીબોને પોતાની જાત બચાવવા હીજરત કરવી પડી, પેટ ભરવા પોતાના ઘરે જવા નિકળવું પડ્યુ. પી એમ એ માફી માંગી. પણ આ લોક ડાઉન જરૂરી પણ હતુ. પણ હવે બધી જ સ્ટેટ ગવર્નમેન્ટ ગરીબ લોકોને ખાવાની સુવિધા પ્રોવાઇડ કરી રહ્યા છે, એ વાત કંઇ જેવી તેવી નથી. જે કામ અમેરિકન ગવર્મેન્ટ કરોડો રૂપિયાનું કોરોના બજેટ પાસ કરીને પણ ન કરી શકી એ ભારત સરકાર કરી રહી છે. લોકો પોતાની બને એટલી સહાય કરવા આગળ આવી રહ્યા છે. હા, દેશ મોટો છે. ચૂનૌતી મોટી છે. પણ ભારત પાસે જજબો પણ કાયમ જ છે.

પણ ગુજરાતમાં તો સરકારે જ્યારે લોકડાઉન કર્યુ ત્યારે મહાનગરોમાંથી ભણેલી ગણેલી જનતા પોતપોતાના વતન જવા નિકળી. જ્યારે લોકોને જ્યાં છો ત્યાં જ રહેવાની અપિલ કરવામાં આવી, ત્યારે બુધ્ધી બુઠ્ઠાં જેવી પરજા જેમનું ખુદનું ઘર મહાનગરોમાં હોય જેમને કોઇ જ જાતની તકલીફ ન હોય એમણે પણ રીતસરની દોટ મૂકી. વતનમાં જઇને પ્રોગ્રામ કરવા અને ગામનાં પાદરે મેળો ભરવા.

એમના માટે એક વાર્તા. આ વાર્તા અમેરિકાની છે. પણ આ ખાલીફોગટ રોડ પર ઘૂમવા વાળા, શેરીનાં નાકે મેળાવડો ભેગો કરવા વાળા વાંદરીપાનાઓ માટે સબક છે. અમેરીકાનાં જ્યોર્જીયા રાજ્યમાં અલ્બેની નામની એક અંતરિયાળ કાઉન્ટી ઉર્ફ કસ્બો ઉર્ફ નાનકુડુ શહેર છે. ન્યૂ યોર્ક ટાઇમ્સમાં એક ખબર છપાઇ. અલ્બેનીમાં એક એન્ડ્રૂ જેરોમ મિશલ નામનાં એક રીટાયર્ડ ચોકીદારની મોત થઇ ગઇ. અને એક શોક સભા એક ચર્ચમાં રાખવામાં આવી. તારીખ 29 ફેબ્રુઆરી, 2020. બસ્સોથી વધુ લોકો ત્યાં હાજર હતા. ત્યાં પરંપરા છે કે મૃતકની જીંદગીનાં કિસ્સા બોલવામાં આવે. લોકો કિસ્સા સાંભળીને ભાવૂક હતા. નાક લૂંછતા હતા. ગળે મળતા હતા. લોકોને અંદાજો ન હતો કે કોરોના આવા દૂરદરાજનાં વિસ્તારમાં પણ આવી શકે. શોક સભા પૂરી થઇ. બધા વિખેરાઇ ગયા. અને તેના એક અઠવાડિયા બાદ શોકસભામાં આવેલા 24 લોકો બિમાર થઇ ગયા. ધીમે ધીમે સ્થિતિ વણસી ગઇ. હોસ્પિટલમાં જનરલ અને આઇસીયુ બેડ તેમજ વેન્ટીલેટરની અછત વર્તાવા લાગી. ડોક્ટરો અને નર્સોમાં કોરોનાની અસર દેખાવા લાગી. પણ સ્ટાફ ઓછો પડવાને લીધે તેમને છૂટ્ટી આપવામાં ન આવી. આલ્બેની નેવુ હજારની વસ્તી ધરાવતી ખૂબ નાની કાઉન્ટી છે. ત્યાં 30 માર્ચ સુધીમાં 600 જેટલા કોરોના મરીજ થઇ ગયા.

સો પ્લીઝ. ફરી એકવાર બી સેફ. બી હોમ. બી સેલ્ફ ક્વોરન્ટાઇન્ડ. બી કોરોના વોરિયર. બી દેશ ભક્ત.

કોરોના કથા – વિનાશકારી વાઇરસનું જીવ વિજ્ઞાન, સાબુ અને સેનેટાઇઝરનું રસાયણ વિજ્ઞાન, ભારત સરકારનું ગણીત શાસ્ત્ર અને નાગરીકોનું નાગરીક શાસ્ત્ર!

કોરોના! આ એક જ વસ્તુએ દુનિયાનાં અડધા ઉપરનાં દેશોની ગાડી પર બ્રેક લગાવી દિધી છે, લોકોને રીતસરનાં નવરા કરી દિધા છે. બુધ્ધીજીવીઓને કૂદરતે ઘૂંટણીયે પાડી દિધા છે અને માનવજાતને પોતાની ઔકાત બતાવી દિધી છે. આ લેખકડો લખી રહ્યો છે, ત્યાં સુધીમાં અને ભારતમાં દર્દીઓની સંખ્યા 724 છે. જ્યારે વિશ્વભરમાં પાંચ લાખને પાર કરી ચૂકી છે. અને ચોવીસ હજાર લોકો પોતાની જાન ગૂમાવી ચૂક્યા છે. ઇરાન, ઇટલી, ચીન, અમેરિકા જેવાં દેશોમાં તો કોરોના પોઝીટિવ મરીજની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે.

હજુ થોડા સમય પહેલાં જ પરિક્ષાના હાવ, ચૂંટણીની મગજમારી અને માર્ચ મહિનાના એકાઉન્ટીંગ ટેન્શન અને બીજી સમસ્યાઓમાં રચેલા પચેલા હતા અને એકદમ સે વક્ત બદલ ગયા, જઝબાત બદલ ગયા, જીંદગી બદલ ગઇ. કોરોના હિંદુ – મૂસ્લિમ, અમીર – ગરીબ જેવા માનવે ઘડેલા વર્ગો જોઇને અટેક કરતો ન હોઇ, બધા એગ્રેસિવ માંથી સર્વાઇવલ મોડમાં આવી ગયા. આખુ ભારત એક થઇ ગયુ. વાઇરલ અને ટીઆરપી માટે મસાલેદાર ખબર તૈયાર કરતી મિડીયા પણ અદ્ભૂત કામ કરવા લાગી. પોલિટીકલ પાર્ટીઓએ કોરોના પર નેગેટીવ રાજકારણ કરવાની જગ્યાએ પોઝીટીવ કાર્યો શરૂ કર્યા. એ વખાણવા લાયક છે. કેટલાયે સ્વયં સેવક સંગઠનો, કેટલીયે સેવાભાવી સંસ્થાઓ તેમજ સેલિબ્રિટીઓ જેને ભારતે નેમ ફેમ અને બીજું ઘણુ બધુ આપ્યુ તે દેશ અને હ્યૂમાનિટી પર તોળાતી કોરોનાની ધારદાર તલવાર સામે મજબૂત ફાઇટ આપવા પોતાનાથી બને એટલી સહાય કરવા આગળ આવ્યા એ પણ સરાહનીય છે. આમેય ‘સેવા પરમો ધર્મ’ની સંસ્કૃતિ ધરાવતા આધ્યાત્મનાં આ હિન્દુસ્તાનને પૈસાથી તોળી શકાય એમ નથી. ભારતનું એ રૂપ પણ ફરી એકવાર દુનિયા સામે આવ્યુ.

પણ આઇએમપી સવાલ કોરોના છે શું?! તમે સમાચાર પત્રો અને ટીવી ન્યૂઝ પર ‘કોરોના’ શબ્દ સાંભળીને કંટાળી ગયા હશો. અને ક્રિકેટની રનેરનની કોમેન્ટ્રીની જેમ કોરોના પોઝીટીવ કેસીઝ અને ડેથની માહિતીઓ વાંચી-જોઇને જરા ડર પણ લાગતો હશે. સ્વાભાવિક છે. પણ કોરોના વિશે આપણને જાણકારી હોવી પણ જરૂરી છે. જેથી આપણે કોરાના સામે થોડી તકેદારી રાખી શકીએ અને જંગ જીતી શકીએ.

વાઇરસ તો બધે જ હોવાનાં. પાણીનાં ટીપાંથી લઇને ઝાડની છાલ સુધી. જે પૃથ્વીની હરેક ઇકોસિસ્ટમમાં અગણિત, વૈવિધ્યસભર હોય છે. વાઇરસ એવો ટાઇમ બોમ્બ છે. જેમાં અંદર વાઇરલ જેનેટીક મટીરીયલ ધરાવતુ અને ઇન્ફેક્શનમાં અહમ રોલ અદા કરતું આરએનએ, એની બહાર પ્રોટીનનું કોટીંગ, કેપ્સિડ, ધરાવતા નિષ્ક્રિય ન્યૂક્લિક એસિડ, તેમજ બહારની ફરતી બાજુ ચીકણા લીપીડનું કોટીંગ ધરાવતો સૂક્ષ્માણુ છે. જે આમતો નિષ્ક્રિય હોય છે પણ કુદરતનાં એક ઇશારે કોઇ સજીવ ડીએનએ અને આરએનએ ધારી જીવંત વસ્તુનાં સંપર્કમાં આવે એટલે એક્ટિવેટ થઇ જાય છે. અને વાઇરસમાં રહેલું પ્રોટીન જીવંત વસ્તુનાં કોષોને કોમ્પ્યુટર વાઇરસની જેમ હેક કરી એના આરએનએની ઝેરોક્સ કોપી તૈયાર કરી લે, અને જાતભાતનાં પ્રોટીન વાઇરસ ગૂંથવાની પ્રક્રિયામાં ચાલુ પડી જાય અને આ નવા આરએનએ અને પ્રોટીન લિપીડ બનાવવામાં લાગી જાય અને વાઇરસ ફરતેનું લીપીડનું પડ પ્રોટેક્શન આપે અને નવા મૂરઘા (નવા કોષ)ને ટાર્ગેટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે.

ધીમેધીમે વાઇરસ બનતા જાય. આ બધા વાઇરસ ભેગા મળી કોષને ખતમ કરી નાખે અને આગળ વધતા જાય પોતાનાં પ્લાનને અંજામ સુધી પહોંચાડવા. આ વાઇરસ ધીમે ધીમે બધા કોષોને ઇન્ફેક્ટ કરતા કરતા ગળા, ફેફસાં સુધી પહોંચે અને તે હવાને રોકે અને શ્વાસ રૂંધાય. જેથી ફેફસામાં કફ થઇ જાય અને જ્યારે આપણે ખાંસીએ ત્યારે થૂંક ઉડે અને તેની સાથે વાઇરસ પણ. જો શરીરની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો શરીર ફાઇટીંગ મોડમાં આવી જાય અને જો શરીરની ઇમ્યૂન સિસ્ટમ ખરાબ હોય તો વાઇરસ શરીર પર હાવી થઇ જાય. ઇટ્સ ધેટ સિમ્પલ.

વાઇરસને આતંકવાદી બનાવવામાં પશુ પંખીઓ મૂખ્ય છે. વાઇરલ ઇન્ફેક્શન મોટે ભાગે પશુ – પક્ષીઓમાં જોવા મળે છે. એટલે પશુ – પક્ષીઓમાં જ સંહાર શરૂ થઇ જાય છે. વાઇરસ પોતે દગાખોર માણસ જેવો. જીસકા નમક ખાતા હૈં ઉસકી થાલી મેં હી છેદ કરતા હૈં. જે હોસ્ટ (યજમાન) પાસેથી તાકાત મેળવી એનો જ સંહાર. તો કેટલાંક એવા રોગોય છે જે પશુ પક્ષીઓમાં સામાન્ય હોય પણ માણસમાં પહોંચે એટલે ઘાતક રૂપ ધારણ કરતા હોય છે. પશુ પક્ષીનાં વાઇરસ કુરીયર્સ માણસને કનડતા નથી. જ્યાં સુધી માણસ તેને ન કનડે ત્યાં સુધી. વાઇરસ માનવજાતને પોતાનાં ઈગોને ચકનાચૂર કરવા કુદરતે પશુ – પંખીઓમાં આ પ્રકારનાં બોમ્બ ગોઠવેલા છે. આગળ પણ ઘણા રોગ-બોમ્બ સબોટેજ થઇ ચૂક્યા છે. ઇન્ફ્લૂએન્ઝા(સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ), મલેરીયાથી પ્લેગ સુધી, એચ આઇવી, ઇબોલા થી અછબડા સુધી કેટલાંય પશુ પક્ષીઓને લીધે વાઇરલ ઇન્ફેક્શનથી થતા રોગો વિશ્વભરમાં જોવા મળ્યા છે. પણ આ કોરોના એ માનવજાતને ફરીએકવાર પામર બનાવી દિધી છે. વિષાણુ- માઇક્રોબની નાતમાં ઓળખાણ કરવામાં હજુ પાપાપગલી ભરતી માનવ જનતામાં નવો સવો વાઇરસ છે.

કોરોના! કોરીયન ભાષાનો લાગતો આ શબ્દ લેટીન છે. જેનો અર્થ ‘ક્રાઉન’ (ગુજરાતીમાં મૂગટ) કે વ્રેથ (કબર પર ગોઠવવા ગોળાકારે શણગારેલા ફૂલનું ડેકોરેશન) એવો થાય છે. જો તમે કોરોનાની તસ્વીર વેબ પર કે ટીવી પર જોઇ હોય તો ખબર હશે કે તેના પર પ્લાસ્ટીકનાં સ્ટીકીંગ બોલ જેવાં ગોળ દડા પર સેંકડો ટોપકા દેખાશે. કોરોના (ગુજરાતીમાં ‘સૂર્ય કંકણ’. ઉફ્ફ્) તો સૂર્ય પર પણ હોય. આ કોરોના નામ ગેમ ઓફ થ્રોન્સનાં પોસ્ટરમાં દેખાતા હાથમાં પકડેલા કાંટા વાળા ‘તાજ’ કે આપણે ત્યાંનાં રજવાડી ગોળાકાર ફરતી બાજુ ચમકદાર દાંતા વાળા કંગન જેવા આકાર પરથી પડ્યો છે.

કોરોના એક વાઇરસ નથી પણ વાઇરસનું એક આખુ ટોળું છે. જેમાં સાદી શરદીનો રીનો વાઇરસ, તેમજ સાર્સ, મર્સ તેમજ સીઓવીઆઇડી-19 જેવા વાઇરસનો સમાવેશ થાય છે. આમાંથી સાર્સ નામનો વાઇરસ 2002માં ચાઇનાનાં ગુઆન્ડોંગમાં ચામાચિડીયામાંથી માણસમાં ફેલાઇને કોહરામ મચાવી દિધો હતો. દુનિયાનાં 26 દેશોમાં 8000 લોકોને ઝપેટામાં લઇ લીધા હતા. કોરોના પણ સાર્સનો ભાઇબંધ જ છે. જેમ એચઆઇવી વાઇરસને લીધે એઇડ્સ નામનો રોગ થાય છે. તેવી જ રીતે કોરોના સાર્સને મિલતોઝૂલતો આવતો હોવાથી અત્યાર સુધી નોવેલ (નવા શોધાયેલા) કોરોના વાઇરસ તરીકે ઓળખાતા વાઇરસનું ઓફિશ્યલ નામ સાર્સ- સીઓવી- 2 આપેલું છે. અને તેનાંથી થતાં રોગનું નામ સીઓવીઆઇડી- 19 રાખેલું છે.

ચીનનાં વુહાન શહેર જ્યાં સૂખડી કે રીંગણાનાં ઓળા જેવા સ્વાદિષ્ટ ભોજનથી અનજાન સાપ, ઉંદર, ચામાચિડીયા અને બીજુ જાત ભાતનું ઝાપટતા લોકો ધરાવતી જગ્યાએથી શરૂ થયેલી આ કોરોના ત્સૂનામી આ લખાય છે ત્યાં સુધામાં 196 દેશોમાં ફરી વળી છે. સાર્સમાં તો ખબર હતી કે ચામાચિડીયાથી એ ફેલાય છે. કોરોનામાં તો આશંકા છે કે ચામાચિડીયા કે સાપમાંથી ફેલાય છે. હવે એક નવુ તારણ એવુ આવ્યુ છે કે કોરોના વાઇરસ ચામાચિડીયામાં થઇ મલાયાનાં પેન્ગોલીનમાંથી માણસમાં પ્રવેશ્યો છે. હજુ ઓથેન્ટીક પ્રૂફ મળ્યુ નથી.

કોરોના પોઝીટીવ મરીજોનાં લક્ષણોનાં ડેટા ઉથલાવીએ તો લગભગ 88% દર્દીઓને તાવ આવે છે. અને એટલે જ શંકાસ્પદ કોરોના પેશન્ટનું બોડી ટેમ્પ્રેચર માપવામાં આવે છે. લગભગ 67% દર્દીઓને સૂકી ખાંસી આવે છે. અને લગભગ 38% દર્દીઓને મેન્ટલી અને ફિઝીકલી થાક લાગે છે. તો 18% દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સામાન્ય શરદી અને કોરોના ગ્રસ્ત પેશન્ટ વચ્ચેનો ડિફરન્સ એ છે કે સામાન્ય શરદી વાળા મરીજનાં નાકમાંથી ‘નાક છીંટ’ ઉર્ફ ‘શેડાં’ નિકળે છે, જ્યારે કોવીડ-19નાં કેસીઝમાં ‘શેડાં’ માત્ર 5% દર્દીઓને જ જોવા મળ્યા છે. તો કોરોના વાળા દર્દીઓને શોર્ટનેસ ઓફ બ્રેથ (શ્વાસની તકલીફ) જોવા મળે છે જે ઇનફ્લૂએન્જા કે સાદી શરદી વાળા દર્દીઓને જોવા મળતી નથી.

લોકડાઉન જીંદગીમાં ગોખી નાંખવા જેવા બે સવાલ : કોરોના ફેલાય છે, કેવી રીતે?! અને તેનાંથી બચવા અને સામી ફાઇટ આપવા શું કરવું?! સીઓવીઆઇડી-19 વાઇરસ કોરોના ગ્રસ્ત દર્દીઓનાં છીંકવા કે ખાંસવા ને લીધે ઉડતા શેડાં ઉર્ફ નાંક છીંટનાં ડ્રોપલેટ્સને લીધે ફેલાય છે. કોરોન મૂખ્યત્વે આંખ, નાક અને મોં દ્રારા દાખલ થાય છે. જો કોઇ કોરોના પિડીત વ્યક્તિ પોતાનાં મોઢા પર કંઇપણ ઢાંક્યા વગર છીંક ખાય કે ખાંસે અને કોઇ સાજો વ્યક્તિ જો એનાં ઉડતા ડ્રોપલેટ્સનાં દાયરામાં હોય તો ઉડતુ તીર (ડ્રોપલેટ) તેના પર પડે અને તેનાં શરીરમાં ડાયરેક્ટ કોરોનાને એન્ટ્રી મળી જાય કે હવામાં ઉડતા કોરોનાનાં વાઇરસ શ્વાસોચ્છવાસ મારફત શરીરમાં પ્રવેશ કરે. જો એ ખાંસીનાં ટીપાં કોઇ વસ્તુ પર પડે તો પાણીનાં ટીપા તો સૂકાય જાય પણ પેલો વાઇરસ હજુ ત્યાં જ પડ્યો રહે. અને બીજો વ્યક્તિ એ વસ્તુને પોતાના શરીરનાં કોઇપણ ભાગ વડે અડી જાય તો કોરોનાનો વાઇરસ એ વ્યક્તિનાં શરીરમાં મહેમાન બની જાય. કોરોના ગ્રસ્ત માણસ જો પોતાના હાથ પર છીંકે તો એ જ્યાં જ્યાં હાથ લગાવે ત્યાં બધી જ જગ્યાએ કોરોનાનાં સબૂત છોડતો જાય અને બીજો કોઇ વ્યક્તિ તે વસ્તુનાં સંપર્કમાં આવે તો તેનાં શરીરમાં પણ કોરોનાનાં વાઇરસ દાખલ થઇ જાય. સાજો વ્યક્તિ એ વસ્તુ પર હાથ લગાવે એટલે વાઇરસ હાથ પર ચોંટી જાય અને માનવ જાતની આંખ, નાક અને મોઢાને વારંવાર અડવાની ટેવને કારણે કોરાના મોઢાથી ગળા અને ત્યાંથી ફેફસાં સુધીની જાત્રા કરે. અને શરીરનાં કોષ હાઇજેક થવા લાગે.

કોરોનાથી બચવા માટે પહેલા તો પોતાની રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યૂનિટી વધારતું પૌષ્ટીક ભોજન કરવુ. હમણાં આવેલા ડોક્ટરોનાં તારણ મૂજબ વિટામિન સી થી દર્દીઓમાં કોરોના સામે લડવામાં પોઝીટીવ રીસ્પોન્સ મળ્યો છે. તો વિટામીન સી આપતા ફળો વધુ ખાવા. આ વાઇરસ ઇન્સાન ટુ ઇન્સાન ટ્રાન્સફર થતો હોઇ જ્યાં કોરોનાનાં દર્દીઓ મળી આવ્યા હોય એ વિસ્તારમાં જવાનું ટાળવું. કોરોનાનો ઇન્ક્યૂબેશન પિરીયડ એટલે કે તમે કોરોના વાઇરસનાં સંપર્કમાં આવ્યા ત્યારથી તેના લક્ષણો શરીરમાં દેખાય એ સમય 2-14 દિવસનો છે. એટલે કોઇ વ્યક્તિનાં શરીરમાં કોરોના ઘૂસી ગયો હોય પણ તેને ખબર જ ન હોય એવું બને. અને લક્ષણો દેખાતા વાર લાગે. ત્યાં સુધીમાં તે વ્યક્તિ બીજાં કેટલાંય લોકોનાં સંપર્કમાં આવી ગઇ હોય અને કોરોના બીજાં કેટલાંય વ્યક્તિઓનાં શરીરમાં પહોંચી જાય.

કોરોનાનાં ચાર સ્ટેજ. સ્ટેજ 1, બહારનાં દેશમાંથી આવેલો વ્યક્તિ કોરોના પોઝીટીવ હોય પણ તેને લીધે હજુ લોકલ પબ્લીકમાં કોરોના ટ્રાન્સફર થયુ નથી. સ્ટેજ 2, આ સ્ટેજમાં બહારથી આવેલ કોરોના પોઝીટીવ મરીજ તેના ક્લોઝ કોન્ટેક્ટમાં આવતા લોકો, પરીવાર કે મિત્રો અથવા બીજી કોઇ લોકલ વ્યક્તિનાં સંપર્કમાં આવે તો એને પણ કોરોના ફેલાવી દે. આ સ્ટેજમાં થોડાક જ લોકો કોરોનાનાં પ્રભાવમાં આવે, એટલે કોરોના ગ્રસ્ત લોકોને ટ્રેસ કરી, કોન્ટેક્ટ કરી, સેલ્ફ ક્વોરન્ટાઇન કરી. કોરોનાને વધતો અટકાવી શકાય. સ્ટેજ 3, આ સ્ટેજ એટલે કોમ્યૂનિટી ટ્રાન્સમિશન. આમાં કોણ કોરોના પોઝીટીવ છે એ ખબર જ ન પડે. આમાં બહાર દેશથી આવેલા લોકોના ડાયરેક્ટ સંપર્કમાં ન હોય તેવા લોકોને પણ કોરાના થઇ જાય. આમાં વ્યક્તિ ખબર જ ન પડે કે ક્યાંથી પોતે કોરોના ઘૂસાડ્યો. સિંગાપોર, અમેરિકા, સ્પેઇન આ સ્ટેજ પર છે. સ્ટેજ 4, જેનો કોઇ એન્ડ પોઇન્ટ જ ન હોય. કોહરામ મચી જાય. હવા ઝેરી થઇ જાય. રોગચાળો ફાટી નિકળે. ચાઇના અને ઇટલી આ સ્ટેજ પર પહોંચી ચૂકેલા છે. ભારત માટે રાહતનાં સમાચાર એ છે કે ભારત હજુ બીજા સ્ટેજમાં છે.

આ વાઇરસ પોતે જન્મતો નથી. એટલે કે તમે કોઇ કોરોના ગ્રસિતનાં સંપર્કમાં આવો, ત્યારે તે તમારા શરીરમાં પ્રવેશે અને એટલે જ ચાઇનામાં પશુમાંથી માનવમાં ટ્રાન્સફર થયેલા આ વાઇરસ ધારી વ્યક્તિઓનાં સંપર્કમાં જે આવે એમને આ રોગનો ચેપ લાગે. અને એટલે જ વિદેશથી આવતા લોકોને અથવા જેમને પોતાનામાં કોરોનાનાં લક્ષણો દેખાય એમને સેલ્ફ ક્વોરન્ટાઇનમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. જેથી આ વાઇરસ તેનાં જ કુટુંબ, મિત્રો કે અન્ય વ્યક્તિઓમાં ન ફેલાય.
તો જ્યારે કેસ વધારે હોય અને ખબર ન પડે કે કોણ કોરોના રોગિષ્ટ છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરવું. એકબીજાંને હેન્ડ શેક કે અન્ય ટચ બને તેટલું ટાળવું. કોરોના ગ્રસિત દર્દીઓએ માસ્ક પહેરવું જેથી કોરોનાની જાત્રા આપણા સુધી સિમિત રહે અને ગમે તે વસ્તુને ડાયરેક્ટ હાથ વડે ન અડકવુ. ગ્લવ્ઝનો ઉપયોગ કરવો. હાથને વારંવાર સાબુથી કે સેનેટાઇઝરથી સંપૂર્ણપણે નખશિખ ધોવા. જેથી કોરોનાનાં વાઇરસ હાથ પર ચોંટેલા હોય તો ધોવાઇ જાય.

ઇટલીનો કાળ બન્યો 19 ફેબ્રુઆરીનો એ દિવસ. ઇટલીનાં મિલાન શહેરનાં સેન સીરો સ્ટેડિયમમાં અમેરીકાનાં એટલાન્ટા શહેર ટીમ અને સ્પેઇનનાં વેલેન્સીયા શહેર ટીમ વચ્ચે યુઇએફએ ચેમ્પિયન્સ લીગની સોકરની મેચ રમાઇ. લગભગ 40000 લોકો બર્ગામોથી મિલાન આવ્યા, તો 2500 વેલેન્સીયા ફેન્સ ટીમનો જોશ વધારવા પહોંચ્યા.આ સ્ટેન્ડમાં કેટલાક કોરોના પોઝીટીવ હોઇ પર્સન ટુ પર્સન ખોટી હોહા વગર સાયલન્ટ ટ્રાન્સમિશન થઇ ગયુ. આ એ સમય હતો જ્યારે ઇટલીમાં કોરોના પોઝીટીવ કેસ નોટ ડાઉન થઇ ચૂક્યો હતો. ગેમ પૂરી થઇ લોકો પોતપોતાના ઘરે, બારમાં, રેસ્ટોરન્ટમાં કે બીજી ઘણી બધી જગ્યાએ વિખેરાઇ ગયા હશે. અને જોતજોતામાં બર્ગામો શહેર કોરોનાનુ એપિસેન્ટર બની ગયુ. બાયોલોજિકલ બોમ્બ ધીમે ધીમે પોતાની રફ્તાર પકડતો ગયો. એટલાન્ટા અને વેલેન્સીયાની ટીમનાં મોટા ભાગનાં ખેલાડીઓ કોરોના પોઝીટીવ નિકળ્યા. આ મેચને ત્યાંનાં લોકલ રીપોર્ટરોએ ‘ગેમ જીરો’ નામ આપ્યુ. ઇટલી સરકારે પોતાની સીમાઓ સીલ કરી. લોકોને એકબીજાંથી સોશિયલ ડિસ્ટંસીંગ રાખવાની અપિલ કરી. પણ લોકોએ સરકારની ગાઇડ લાઇનનું પાલન ન કર્યુ. પિકનિક થી લઇ સોશિયલ ગેધરીંગમાં ગયા. અને ઇટલીને કોરોનાનું એપિસેન્ટર બનાવી દીધુ. અને દુનિયાનાં બાકીનાં મૂલ્કોની સરકારો માટે કેસ સ્ટડી કરવાની અને તેમાંથી પોતાનાં દેશોને બચાવવા ધડો લેવાની તક આપી.

સાબુ અને સેનેટાઇઝરનું કેમિકલ જ્ઞાન પણ મગજનાં ડબ્બામાં ભરી રાખવાની જરૂર છે. સાબુમાં ચરબી જેવા એમ્ફીફીલીક પદાર્થ હોય. જેમાં મૂખ્યત્વે હાઇડ્રોફિલીક અને હાઇડ્રો ફોબિક એમ બે ભાગ પડે. જે વાઇરસનાં લિપીડ જેવા જ હોય. જ્યારે આપણે ગંદા કપડા પર સાબુ ઘસીએ ત્યારે ‘હાઇડ્રોફિલીક’ તરીકે ઓળખાતુ હેડ પાણી સાથે બોન્ડ બનાવે અને પાણીમાં ભળી જાય અને પાણી ફોબિયા ધરાવતુ ‘હાઇડ્રો ફોબિક’ ટેઇલ ઓઇલ સાથે બંધ બનાવે અને ઓઇલમાં ભળી જાય. જે પાણી-પ્રિય હાઇડ્રોફિલીક પાર્ટ હોય એ પાણી સાથે રહીને બહારનાં ભાગમાં મિશેલ બનાવે અને સેન્ટરમાં હાઇડ્રોફોબિક ઓઇલ સાથે ચોંટેલુ રહે જે ઓઇલને પાણી સાથે મિક્સ ન થવા દે. અને સાબુ પાણી વડે કપડાં ધોવાઇ જાય.

એવી જ રીતે આપણે હાથ પર કે અન્ય જગ્યાએ સાબુ પાણી ઘસીએ ત્યારે સાબુ ‘જીસ સ્કૂલમેં તૂમ પઢતે હો, ઉસ સ્કૂલ કે હમ પ્રિન્સિપાલ હૈં’ જેવો ઘાટ સર્જે. સાબુનાં ફિણ વાઇરસનાં આર એન એ, લીપીડ અને પ્રોટીન વચ્ચેનાં બંધ સાથે ફાઇટ કરે. સાબુનો એક ભાગ પાણીમાં મિક્સ થાય અને બીજો વાઇરસનાં આર એન એ, લીપિડ અને પ્રોટીનને જોડતાં ગ્લૂ જેવાં ભાગ પર ચોંટે અને દુશ્મન વાઇરસને તોડી પાડે. અને સાબુ જંગ જીતી જાય. આપણી ત્વચા ખરબચડી હોય એટલે સાબુ વાપરતી વખતે સાબુનાં ફિણ ચામડીમાં બધે ફરી વળવા જરૂરી છે.

એવું જ ‘ડિસ્ઇન્ફેક્ટન્ટ’ ‘એન્ટી બેક્ટેરીયલ’ સેનિટાઇઝરની બોટલનું. જેમાં 60-80% ઇથેનોલ, થોડો આઇસો પ્રોપેનોલ, પાણી અને થોડોક સાબુ ભરેલો હોય. જ્યારે સેનિટાઇઝરને હાથ પર રગડવામાં આવે ત્યારે તેમાં રહેલો આલ્કોહોલ વાઇરસ સાથે હાઇડ્રોજન બંધ બનાવે. અને આલ્કોહોલ એજ એ સોલ્વેન્ટ ‘લીપોફિલીક’ (લીપીડ સાથે ચોંટી રહે એવા) હોઇ લીપીડને પોતાની સાથે ખેંચી જાય. અને વાઇરસનો શરીર હાઇજેક કરવાનો પ્લાન નિષ્ફળ બનાવી દે.

પણ આપણા ઘરગથ્થુ સાબુ જેવું રૂડુ રંગીલુ બીજું કાંઇ નહીં. આલ્કોહોલમાં ક્ષમતા હોય વાઇરસને હરાવવાની પણ સેનિટાઇઝરનો ઉપયોગ થોડો વધુ કરવો પડે. ત્યારે તે હાથમાં ચારે બાજુ ફરી વળે. વૈજ્ઞાનિકોનાં મત મૂજબ ગરમ પાણીમાં સાબુનાં ફિણનું કોમ્બિનેશન ગમે તેવા વાઇરસને માત દેવામાં કાફી છે. પણ જ્યાં પાણી પણ મફત ન હોય એવા દેશોમાં સેનિટાઇઝર વાપર્યે જ છૂટકો.

ભારત સરકારનું કોરોના સામે યુધ્ધનું ગણિત પણ સમજવા જેવું ખરૂં. ચીન જેવા દેશે કોરોનાને લોક ડાઉન અને સોશિયલ ડિસ્ટંસીંગ દ્વારા માત આપી અને ટેસ્ટ પર ભાર મૂક્યો. તો આખુ વિશ્વ કોરોનાની ઝપેટમાં છે, ત્યારે સાઉથ કોરિયાએ લોકડાઉન વગર ‘ટેસ્ટ ટેસ્ટ ટેસ્ટ’નાં સૂત્ર વડે જેમ બને એમ વધારેમાં વધારે ટેસ્ટને પ્રાયોરીટી આપી કોરોનાને હંફાવવામાં સફળતા મેળવી. તો અમેરિકા, ઇટલી, સ્પેઇન જેવા દેશોએ વૈશ્વિક મહામારીને અવગણી અને પોતાનાં હેલ્થ કેર પર જાણે અભિમાન હોય એમ શરૂમાં બેફિકર રહ્યા અને કોરોનાએ હલ્લાબોલ કરી દિધુ. તેમજ કોરોના પોઝીટીવ કે નેગેટીવ બધાનો ચેકઅપ શરૂ કર્યો.

પણ ભારતની હેલ્થ મિનિસ્ટ્રીને ખબર પડી કે ચીનમાં કોવિડ-19 થી મોત થવાનાં શરૂ થયા છે અને ચીન હંમેશની જેમ કંઇક છૂપાવી રહ્યુ છે. એટલે ચીનથી આવતા પેસેન્જર્સનું એરપોર્ટ પર જ ચેકીંગ શરૂ કર્યુ. જેમ જેમ અન્ય દેશોમાંથી કોરોનાનાં વાવડ આવ્યા એટલે તરત જ બધા દેશોનાં મૂસાફરોને તાવ થી માંડી કફ સૂધીની તપાસ શરૂ કરી દિધી. અને પછી ખબર પડી કે બીજા દેશોમાં કેસ વધતા જાય છે એટલે સમય રહેતા બોર્ડર સીલ કરી. ભારતની આરોગ્ય મંત્રાલયને ખબર હતી કે આપણી પાસે બીજા દેશો જેટલા હેલ્થનાં સંસાધનો નથી એટલે બધા નાગરીકોનાં ટેસ્ટ ન કરી જે બહારથી આવ્યા હોય એવાં અને બહારથી આવ્યા પછી એ લોકો બીજા જે પણ લોકોનાં સંપર્કમાં આવ્યા હોય એ બધા લોકોનું મોબાઇલ વડે કે અન્ય રીતે ટ્રેસીંગ કરીને શોધી શોધીને ટેસ્ટ કરવાનું, સેલ્ફ કોરન્ટાઇન, હોસ્પિટલમાં એકાંતવાસમાં મૂકવાનું અને ઇલાજ કરવાનું શરૂ કર્યુ. અને જેવો કોરોના પોઝીટીવ મરીઝનો ગ્રાફ ઉપર જવા લાગ્યો એટલે સરકારે ‘જનતા કર્ફ્યુ’ અને ‘લોક ડાઉન’ જાહેર કર્યુ. આ લખાય છે ત્યાં સુધી તો ભારતમાં સ્થિતિ એટલી બધી ગંભીર નથી થઇ અને ભારત સરકારને કોરોના સામે લડાઇમાં મહદ અંશે સફળ થઇ છે. જેને કારણે ભારતને થોડો વધુ સમય મળી રહ્યો કોરોનાને નાથવા વપરાતી મેડીકલ સામગ્રીને બચાવી અને વધારતા જવાનો.

આમાં કેટલાંક ખૂશીનાં સમાચાર પણ છે. ભારત બંધ રહેવાને કારણે ભારતની આબોહવામાં ફેક્ટ્રીઓ અને વાહનોનાં ઝેરી વાયુઓ કમ ભળતા ભારત હવામાન ખાતાનાં આંકડા મૂજબ હવા શ્વાસ લેવા માટે ઉત્તમ બની ગઇ છે. તો ભારતની પોલિસે લોકોને પોતાના ઘરે રાખવામાં મહદ અંશે સફળતા મેળવી છે. એટલે મિલિટ્રીની જરૂર નહીંવત પડી છે. આવડી મોટી વસ્તીને ભારતનાં પોલિસો ઘરમાં કેદ રાખી શકે એ તાકાત જ આશ્ચર્ય ઉભુ કરે છે. ચીન અને ઇટલીની પોલિસ જે ન કરી શકી એ ભારતની પોલિસે કોરોના સંક્રમણની શરૂઆતમાં જ કરી નાંખ્યુ એ પોલીસ ખાતા પર ગર્વ થાય એવી વાત છે.

કોરોનાનાં ચક્રને તોડવા માટે ભારત સરકાર અને હેલ્થ મિનિસ્ટ્રી પોતાનાથી થાય એટલી બધી કામગીરી કરી રહી છે, 135 કરોડની આબાદી વાળા દેશમાં આપણી સુરક્ષા માટે, આપણા પરીવાર જીંદા રહે એ માટે દેશની અર્થ વ્યવસ્થાને થોડી વાર બાજુ પર મૂકી રાજકારણથી ઉપર લોક ડાઉન કરવુ અને કોરોના જેવી મહામારી રોકી રાખવી એ કોઇ ખાવાનાં ખેલ નથી. એનાં માટે બહુ હિંમત જોઇએ. અર્થ વ્યવસ્થા બચાવવાનાં ચક્કરમાં અમેરિકા જેવો દેશ પણ જે નથી કરી શક્યો, એ આપણી સરકાર અને કોરોના ફાઇટરોએ કર્યુ. ત્યારે આપણી પણ ફરજ બને કે ભારત સરકારની વાત માનીએ અને હેલ્થ મિનિસ્ટ્રીની ગાઇડ લાઇનનું પાલન કરીએ. આપણી જાન બચાવવા પોતાની જાન દાવ પર લગાવી ખડે પગે ઉભેલા પોલિસ કર્મીઓથી ડોક્ટર- નર્સીઝ સુધીનાં ફાઇટીંગ વોરીયર્સની માથાકૂટ ન વધારીએ. આપણો એક ફેસલો પરિવાર, સમાજ અને દેશને સુરક્ષિત કરવા કે તબાહી સર્જવા કાફી છે. બસ એ વાત ધ્યાનમાં રાખીએ.

બી સેફ. બી હોમ. બી સેલ્ફ ક્વોરન્ટાઇન્ડ. બી કોરોના વોરિયર. બી દેશ ભક્ત.

2019 બોલિવૂડ : ફિલ્મી સરવૈયું.

ફરી એકવાર ભારતમાં કેટલી નવરી જમાતો ભરેલી પડી છે એ સોશિયલ મિડિયા પરથી ખબર પડી. જેસીબીની ખુદાઇ વાળા વિડીયાઓએ તબાહી મચાવી દિધી. કામવગરની જનતાએ જેસીબી વાળા યુટ્યૂબ પરના વિડિયાને એટલા વાઇરલ બનાવ્યા કે સાવ સાધારણ વિડિયોઝ 4 મિલીયન વ્યૂઝ લઇ ગયા. ટ્વિટર, ફેસબૂક, વોટ્સઅપમાં જાણે ડેમનાં દરવાજા ખૂલી ગયા. મેમેઝથી વિડીયોઝ સુધી એક લહેર દોડી ગઇ. કદાચ સની લિયોની જેસીબી પર ફોટો ખેંચાવવા ચડી એનું પરીણામ હતુ કદાચ.


પેલો બિહારી વિડીયો ‘ગાડી વાલા આયા ઘરસે કચરા નિકાલ.’ એવો તો હીટ થયો કે ટીકટોક પરનાં વિડિયોઝે કેટલાંયને મિલીયન્સ ફોલોવર્સ વધારી દિધા. તો વચ્ચે બધાને ‘ફેસ એપે’ ઓલ્ડ બનવાનો ચસ્કો જગાવેલો. બધાને બુઢ્ઢાં બની જવું હતું. સેલિબ્રિટીઝે પણ પાકી ગયેલા વાળ અને લબડી ગયેલા ગાલ વાળા ફોટોઝ શેર કરેલા. પાકિસ્તાની એક્ટર્સ મોઇન અખ્તર અને અન્વર મવસૂદનો લૂઝ ટોક વાળો વિડીયો ‘અબે સાલે… માફ કરના ગુસ્સે મેં ઇધર ઉધર’ વાળો વિડીયો એટલો હીટ થયો કે ભારતી પરજા પાગલ થઇ ગઇ મેમેઝની નદીઓ વહી ગઇ.

પેલો આદિત્ય ફાટક ઉર્ફ હિન્દુસ્તાની ભાઉ જે વૂમન કે ઇન્ડીયા વિરૂધ્ધ કંઇ પણ કમેન્ટ મારે એટલે મૂન્નાભાઇ સ્ટાઇલમાં પહોંચી જાય રીપ્લાય આપવા. તેનો ‘પહેલી ફૂરસતમેં નિકલ’ એડલ્ટ ગાલી ગલોચ વાળો વિડીયો એટલો વાઇરલ થયો કે મેમેઝ બનતા બન્યા. ન્યૂઝપેપરથી લઇ ન્યૂઝ ટીવી સુધી છવાઇ ગયો. રાનુ મોંડલનાં અવાજમાં ગહેરાઇ હતી, એ અવાજ રેલ્વે સ્ટેશનથી આવી હતી, હીમેશનાં ગીતમાં છવાઇ ગઇ, પણ પેલા શોપિંગ મોલ વાળા ‘ડોન્ટ ટચ બહેનજી’ વાળા વિડીયોએ કોન્ટ્રોવર્સી જગાવી દિધી અને એક ઇવેન્ટમાં હેવી મેક અપ જ્વેલરીમાં પહોંચેલી રાનુએ બાજી બગાડી નાંખી. ટ્રેનમાં નેતાઓની મિમિક્રી કરી રમકડાં વેચતો અવધેશ દૂબે યાદ છે?!

પેરેશ્યૂટ બોય વિપીન સાહુનો ભાઇ લેન્ડ કરાદે વાળો વિડીયો એટલો હીટ ગયો કે ટીવી ચેનલ્સ વાળા એક્સક્લૂઝીવ ઇન્ટરવ્યૂ લેવા માંડ્યા. તો એમિવેય બન્તાઇનાં બહોત હાર્ડ ગીત પર નાંચતી ટીકટોકર ગીમા આશીનાં હિલતા ડૂલતા કર્વીલા બદનને જોયું છે તમે?! તો જોઇ નાંખો પહેલી ફૂરસતમાં. ઘણાંનું દિલ તૂટ્યુ જ્યારે તેનો રોલ મોડેલ મીસ્ટર ફૈઝુ ઉર્ફ ફૈઝલ શૈખ ઘટીયા વિડીયો બનાવવાનાં ચક્કરમાં ટીકટોક પર બેન થયો. તો પેલો રેન્ડમ બંદો યાદ છે કોલેજમાં કૂલ દેખાવા કથ્થાઇ રંગનું લેધર ‘મેચ્યોર બેગ’ લઇને આવેલો…

અક્ષય કૂમારની બોટલ કેપ ચેલેન્જ હોય કે ટીસીરીજ વિરૂધ્ધ પ્યુડાઇપાઇની 100મિલીયન સબસ્ક્રાઇબર્સની જંગ હોય, એવેન્જર્સ એન્ડ ગેમનો અવતારથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ હોય, ઇન્ડિયા-પાક વચ્ચેની હાઇહાઇપ ક્રિકેટ મેચમાં પાકિસ્તાનની હાર બાદનો મોમિન શાકીબ નામનાં પાકિસ્તાની ફેનનો ‘જઝબાત બદલ ગયે, જીંદગી બદલ ગઇ… મારો મૂજે મારો.’ વાળો વિડીયો હોય.

સાવ નવરી બજાર જનતાએ સાવ જન્ડુબામ જેવા વિડીયોઝને વાઇરલ બનાવી દિધા. કેટલો ટાઇમ આવા વિડીયોઝમાં ખર્ચી નાંખ્યો. એવું નથી કે સારા વિડિયોઝ નથી આવ્યા. લદ્દાખ એમપી નામગ્યાલની આર્ટીકલ 370 પરની સ્પિચ, અભિનંદનનું ભારત આગમન, ચંદ્રયાન2 નાં વિક્રમ લેન્ડરમાં ટેક્નિકલ ખરાબીને લીધે સંપર્ક ન થતા ઇસરો ચેયરમેન કે સિવનનું રડવું અને પીએમ મોદીની સાંત્વના, મમલ્લાપૂરમનાં બીચ પર કચરો વીણતા પીએમ, રાહુલ બોઝનો 2 કેળાંનાં 442 રૂપિયા વાળો ચંદિગઢની હોટલનો વિડીયો ખૂબ વાઇરલ થયો. અને હોટલને દંડ પણ થયો. તો પૂલવામામાં આતંકવાદી સામે લડતા શહીદ થયેલા વિભૂતિ શંકર ઢોન્ઢીયાલની લાશ પર કિસ આપીને અંતિમ વિદાય આપતી પત્નિ નિકિતાનો વિડિયો લાખો લોકો માટે એક સેન્ટીમેન્ટલ મોમેન્ટ હતી.

બોલિવૂડની કેટલીક કોન્ટ્રોવર્સી પણ નજર આવી. કંગનાનો ‘જજમેન્ટલ હૈં ક્યાં’ના પ્રમોશન વખતે પત્રકાર સાથેની બહેસ, કરન જોહરનાં ઘરમાં પાર્ટી વખતે બોલિવૂડ એક્ટર્સ ડ્રગ્સ લેતા હતાનો આરોપ, બોની કપૂરની ઉર્વશી રાઉતેલાનાં થાપાનાં ભાગ પર થપાટ અને મીટૂ વાળી કોન્ટ્રોવર્સીઝ તો અલગ.


પણ બોલિવૂડ માટે 2019 એક ધમાકેદાર વર્ષ બની રહ્યુ. 2018ની હર ત્રીજી ફિલ્મ અલગ કોન્સેપ્ટ વાળી હતી તો 2019ની હર બીજી ફિલ્મ હટકે યૂનિક હતી. ફિલ્મ ડાયરેક્ટર્સ અને પ્રોડ્યૂસર્સે ફિલ્મમાં સ્ટાર એક્ટર્સ અને ફૂલ મસાલા સ્ક્રિપ્ટની જગ્યાએ આલા લેવલનાં એક્સપેરિમેન્ટ કર્યા અને કડક ફિલ્મો આપી.

એવી પણ કેટલીક ફિલ્મો હતી કે ફિલ્મ થિયેટરમાં આવી અને ફિલ્મ રીલીઝ નાં પહેલા અઠવાડિયામાં કમાણી ન થઇ પણ પાછળથી લોકોનો રીસ્પોન્સ સારો મળ્યો અને બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી દિધી. તો કેટલીક જબરદસ્ત ફિલ્મો આવીને જતી રહી કોઇને ખબર પણ ન પડી. કારણકે સ્ટારડમ વાળી ફિલ્મો જોવાયેલી જનતાએ એ ફિલ્મોને રીવ્યૂ આપવાનું પણ બરાબર ન સમજ્યુ.

પણ થિયેટરમાં પૈસા ખર્ચી જોવા જતા દર્શકોમાં મોડે મોડે પણ બદલાવ આવ્યો. કદાચ ઓનલાઇન પ્લેટફોર્મ્સનો આ પ્રભાવ છે. યંગસ્ટર્સને હવે એકનાં એક કોન્સેપ્ટ વાળી ફિલ્મો અને ટીવી સિરીયલો જોઇને ઉબકા આવતા હોઇ યંગિસ્તાનનો પતંગ નવા નવાણીયા એક્ટર્સ અને દમદાર એક્ટીંગનાં બળ પર ચાલતી વેબ સિરિઝ અને વેબ ફિલ્મો તરફ ઝૂકી ગયો. અને બોલિવૂડમાં નવા ચહેરાઓ આવ્યા. જે એક્ટર્સ અત્યાર સુધી સારી એક્ટીંગ કરતા હતા, પણ અન્ડરરેટેડ હતા એ લાઇમલાઇટમાં આવ્યા. નાના બજેટની ફિલ્મો અને સારી સ્ક્રિપ્ટ લઇ તોતીંગ કમાણી કરી ગયા. હોસ્ટેલની મેસમાં રોજ એક જ સરખું બેકાર ખાણુ રંધાતુ હોય અને ક્યારેક સરસ સ્વાદિષ્ટ ભોજન એનાં એ જ દામમાં હોસ્ટેલની બાજુનાં ઢાબામાં મળી રહે તો કોણ ખાવા ન જાય?! ફિલ્મનાં ફ્લોપ કે હીટ થવાની વાત નથી, પણ કંઇક હટકે યૂનિક હોવાની વાત છે.


પેશ હૈં 2019ની હીરા-પન્ના- નિલમ- પોખરાજ જેવી જવેરાતી બોલિવૂડી ફિલ્મોનો ઘાણ. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ ઉરી – ધી સર્જીકલ સ્ટ્રાઇકે બોક્સ ઓફિસ પર સ્ટ્રાઇક મારી. બોર્ડર પછી 22 વર્ષની ઇંતેજારી બાદ કોઇ ભારતનું જબરદસ્ત વોર ફિલ્મ માણવા મળ્યુ. એવું નથી કે માત્ર સ્ટોરીને લીધે કે ડાયલોગને લીધે મૂવી સારૂં હતું. ફિલ્મ જીરો ડાર્ક થર્ટી જેવી એક્સાઇટમેન્ટથી ભરપૂર થ્રીલીંગ ચિલીંગ ફિલીંગ આપે છે. આખા દેશમાં દેશભક્તિનો પાનો ચડાવનાર ફિલ્મો બહુ ઓછી આવતી હોય છે. તો એ જ મહિનામાં ત્રણ હિસ્ટોરીકલ ફિક્શન ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, ઠાકરે અને મણિકર્ણિકા – ધ ક્વિન ઓફ ઝાંસી આવી. હવે ફિલ્મ મેકરો ઇતિહાસને માત્ર પન્નાઓમાં બંધ ન રાખતા બોલ્ડ રીતે રૂપેરી પડદાં પર સચ્ચાઇની વધુ નજીક જઇ જો હુઆ થા કભી ઉસકો નવી પેઢી સમક્ષ ઇતિહાસને તોડ્યા મરોડ્યા વગર ધારદાર ડાયલોગ્સ અને મજબૂત સ્ક્રિપ્ટ સાથે રજુ કરે છે. એ પણ એક પ્રકારની ઇન્ડિયન સિનેમાની પોતાની એક સિધ્ધી જ તો છે.

તો એક લડકી કો દેખામાં લેસ્બિયાનિઝમને એકદમ સ્વીટ રીતે વાર્તાનાં રૂપમાં ચકચાર ન જાગે એ રીતે ઘૂસાવી દીધું. જે સમાજમાં ગે અને લેસ્બિયન તબૂ હોય અને આવા છોકરા છોકરીને પરાણે પરણાવી કેટલીયે નન્હીસી જાનને બરબાદ કરવામાં આવતી હોય એ સમાજમાં આવા ફિલ્મો હીટ ન જ જાય. કારણકે આપણે હજુ એ એકવીસમી સદીમાં જીવીએ છીએ જેમાં પબ્લીકમાં સેક્સ જેવી વાતોને પણ અનદેખા કરી જઇએ છીએ. પણ આવા સમાજમાં આવી ફિલ્મો આવે એ પણ એક મોટી વાત છે. તો રેપ કલ્ચર પર ‘ગલી બોય’ બને અને જેને રેપ કલ્ચરથી દુર દુરનો નાતો ન હોય એ ય આ ફિલ્મ બે-ત્રણ વાર જોઇ નાંખે. અને રેપ સોંગ સાંભળતા અને રીસ્પેક્ટ કરતા થઇ જાય.

માર્ચ મહિનો વધારે પડતો ધમાકેદાર હતો. માર્ચની શરૂઆતમાં જ ‘લુક્કા ચુપ્પી’ માં લીવ ઇન આવ્યુ. એવુ નથી કે લીવ ઇન બોલિવૂડમાં આવ્યુ જ નથી. ‘સલામ નમસ્તે’ થી ‘કટ્ટી બટ્ટી’ અને ‘ઓકે જાનુ’ જેવી મૂવીઝમાં લીવ ઇન રીલેશન્સ ફિલ્માવાયુ જ છે. પણ આ ફિલ્મ હટકે એટલા માટે કે લીવ ઇન વાળી ‘શરતો લાગુ’ ગુજરાતી મૂવીની જેમ અહીં પણ ફેમિલી બીચમાં આવે છે. આગળની બધી લીવ ઇન વાળી ફિલ્મો માત્ર હીરો – હીરોઇન વચ્ચે પૂરી થઇ જાય, જ્યારે આ ફિલ્મ વાસ્તવિકતાની વધુ નજીક છે. ડાયરેક્ટર બોલ્ડ થઇને આવી ફિલ્મો બનાવે, અને લોકો હીટ પણ બનાવી દે. મતલબ અપૂન કા દેશ બદલ રહા હૈં. લડકા લડકી શાદી સે પહેલે મિલ નહીં સકતે થી દેશ ઉપર આવી રહ્યો છે. અરેન્જ મેરેજમાંથી સેમિ અરેન્જ, લવ મેરેજ અને હવે લીવ ઇન સુધી પહોંચી ગયો છે. ‘મિલાન ટોકીઝ’માં પણ એ જ લવ, ઇશ્ક, મહોબ્બત અને પ્રેમની આડે દિવાલ થઇ ઉભી રહેલી ફેમિલી.

‘સોન ચિરિયા’માં એ જ ઘીસીપીટી ચંબલ ડાકુ સ્ટોરી કંઇક હટકે રીતે ઓડીયન્સ સામે મૂકવામાં આવે. ચવાઇને ચૂથ્થો થયેલા સ્ટોરીનાં ઢગમાંથી ક્રિએટીવલી મસ્ત સ્ટોરી બનાવવામાં આવે. ‘ફોટોગ્રાફ’ જેવી ફિલ્મો આશ્ચર્ય જનક રીતે ટપકી પડે. જેમાં હીરો – હીરોઇન અને ક્લાસિકલ રોમાન્સ ન આવે, પણ સાધારણ ફોટોગ્રાફર અને અપર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતી સીએ સ્ટૂડન્ટની સ્ટોરી આવે એ પણ એક સરસ વાત છે. હંમેશા સ્ટોરી ક્લાસિક કટ વાળી જ હોય એવુ જરૂરી નથી. પણ ક્યારેક ‘હિન્દી મિડીયમ’, ‘ઓક્ટોબર’ જેવી સાધારણ સ્ટોરી જોવાની પણ એટલી જ મજા આવે.

શુધ્ધ સોના જેવી ‘મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર’ જતી રહે તો પણ અડધી ફિલ્મો જોતી પ્રજાને ખબર પણ ન પડે. રીવ્યૂવરો રીવ્યુ આપવાની પણ તસ્દી ન લે. ગરીબીથી ટોઇલેટ, સિંગલ મધર (ઇન્ડિયામાં સિંગલ મધર હોવું એ પણ બહાદુરીનું કામ છે.) થી રેપ સુધીનાં મૂદ્દાઓ અને પાછું મેઇન લીડમાં ચાઇલ્ડ એક્ટર. તો ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાં ડોક કપાઇને ધડ લડે વાળી વાતને સાર્થક બનાવતી ‘કેસરી’ ટાઇપ ફિલ્મો પણ બને એ સૂખદ છે. ભારત પાસે એકથી એક વાર્તાનો ખજાનો છે. કેટલીય માયથોલોજી, ફોકલોર ભરી ભરીને પડેલું છે. ઢીંગાણાથી લઇ યુધ્ધ સુધીની ‘300’ ફિલ્મ જેવી સ્ટોરીઝ તો અઢળક મળી રહે. બસ શોધીને મઠારવાની અને ફિલ્મી પડદે સરતી મૂકવાની જરૂર છે.

તો દેશી ડેડપૂલ જેવી ‘મર્દ કો દર્દ નહીં હોતા’ જેવી ફિલ્મો અલગ જેનરની ફિલ્મો આજ દિન સુધી ભારતમાં આવી નથી. એવી બનાવવાની હિંમત કરવી એ પણ એક પટરી સે હટકે વાત છે. ‘પીકૂ’ જેવી સંડાસ ન ઉતરાવાની કબજીયાતની બિમારી તેમજ હોલિવૂડની મોટાપણાં પર બેઝ્ડ ધ ડફ્ફ જેવી જ 2019માં માથાનાં વાળ ખરવાની ગંજાપનની બિમારી ઉપર ત્રણ ફિલ્મો આવી. ઉજડા ચમન, બાલા અને ગોન કેશ. મોટા પણું, વાંજીયા હોવું, ખોડ ખાંપણ હોવી આ બધુ ઉપર વાળા પર આધાર રાખે. બસ એ જ સમજાવે આ ત્રણ ફિલ્મો. આવી વાતો પર પણ ફિલ્મો બની શકે એવો ટ્રેન્ડ છેલ્લે આવ્યો ખરો. એમાં ગોન કેશ અલગ. કારણકે એ એક મહિલા બેઝ્ડ સ્ટોરી. બોલિવૂડને શ્વેતા ત્રિપાઠી જેવી જાનદાર એકટ્રેસ મળી અને, ‘કોટા ફેક્ટરી’ વાળો જીતેન્દ્ર કુમાર મળ્યો. પણ આ ફિલ્મ આવી અને જતી પણ રહી. તો ઉજડા ચમન પાછી બાલા કરતા ચઢીયાતી ઇમોશન્સનાં મામલે. એ પણ કોઇએ થિયેટરમાં જોવાની તસ્દી ન લીધી.

લાલ બહાદુર શાસ્ત્રીની ડેથ પર બનેલી તાશ્કેંટ ફાઇલ્સ જેવી વેલ રીસર્ચ્ડ અને વેલ ઓર્ગેનાઇઝ્ડ ફિલ્મ બોલિવૂડમાં ભાગ્યે જ બની હશે. ડાયલોગ ડિલીવરીથી સ્ક્રિપ્ટ સુધી થિયેટરની સીટ પર સીટબેલ્ટ બાંધીને બેસાડી દિધા હોય એવી રીતે ચોંટી જઇએ એવી. ફિલ્મમાં દર્શાવેલા ફેક્ટ્સ પર વિશ્વાસ થઇ જાય. ફિલ્મનું ઓપનીંગ ડે કલેક્શન ઓન્લી પાંત્રીસ લાખ. શરૂ શરૂમાં કોઇએ જોવાની પણ તસ્દી ન લીધી. પણ મોડેમોડેથી સળવળાટ થયો ખરો. પાછળથી સારો પ્રતિસાદ મળ્યો, ફિલ્મને સારા રીવ્યુ અપાવા લાગ્યા.

તો ‘દે દે પ્યાર દે’ ડાઇવોર્સ પછી હેપ્પીલી છુટ્ટાં થતા કપલ્સ અને પોતાનાથી અડધી ઉંમરનાં હમરાહી પર ફિલ્મ આવી. આ કોન્સેપ્ટ પણ ‘દિલ ચાહતા હૈં’થી ‘દે દે પ્યાર દે’ સુધી મોડર્ન ઇન્ડિયામાં એક્સેપ્ટ થયો.

હમણાં હમણાં સોશિયલ ઇશ્યૂઝ પર એકદમ બેલેન્સ્ડ, કોન્ટ્રોવર્સી ન જાગે એ રીતે અઢળક ફિલ્મો બની. લોકોને ગમી. લોકોનાં વિચાર ધીમેધીમે મોડર્ન રૂપે બદલવાની કોશિશ કરાઇ. જૂનમાં ‘આર્ટીકલ 15’ પણ એવી જ એક ફિલ્મ હતી. વાર્તા એકદમ બેલેન્સ્ડ ફ્લૂએન્ટલી વહી જાય. ‘પીકે’ની જેમ આ ફિલ્મમાં પણ લીડ કેરેક્ટર બહારથી આવે અને ઘણુ બધું સમજાવી જાય. હિન્દુ મૂસલમાન, અગલા પીછડા જેવા મૂદ્દાઓને સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવા એ પણ એક હિંમતનું કામ છે. ઇન્ડિયાનાં નોર્થ ઇસ્ટ પાર્ટનાં લોકો પ્રત્યેનાં લોકોનાં ભિન્ન વલણને દર્શાવતી ફૂટબોલરની કહાણી ‘પેનલ્ટી’ પણ સરસ છે. તો એક કાશ્મિરી છોકરાની સ્ટોરી ‘હામિદ’ કાશ્મિર સિચ્યુએશનને કોઇપણ પ્રોપગેન્ડા વગર કાશ્મિરનાં હરેક પહેલુંને આલા રીતે લોકો સમક્ષ મૂકે છે.

બોલિવૂડમાં અનકન્વેન્શનલ લવ સ્ટોરી વાળી કબીર સિંહ જેવી ફ્રિડમ ઓફ ક્રિએટીવીટી વાળી ફિલ્મો આવે એટલે ક્રિટીક્સો માછલા ધોવાનું શરુ કરી જ દે. આ ફિલ્મને મિસોજીનિસ્ટ કહી દિધી. આ દુનિયામાં માત્ર કાળા અને ધોળા લોકો ન હોય, રંગબેરંગી લોકો પણ પેદા થાય અને એમનો પ્રેમ પણ શરમની ઓઢણી વાળો ન હોય, એ દુનિયાની પરવાહ ન કરે. ચીરફાડ પ્રેમ કરી નાંખે. એ કોન્સેપ્ટ પર આધારીત ફિલ્મ કબીર સિંહનું કેરેક્ટર અને સ્ટોરી લાઇન બોલિવૂડનાં પાટિયા પર અગાઉ ન આવેલું હોઇ બધાથી અલગ જ પોતીકું થ્રિલ અને એક્સાઇટમેન્ટ ઉભું કરે છે. તો ‘મીટૂ’નો છોકરીઓ કેવો ખરાબ ફાયદો ઉઠાવી શકે એનાં પર ‘સેક્શન 375’ આવી જે અત્યાર સુધીની બેસ્ટ કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મ સાબિત થઇ.

હમણાં થોડાં સમયથી ખદબદી રહેલી એજ્યુકેશન સિસ્ટમ સામે બળવો પોકારતી ફિલ્મોનો રીતસરનો ફાલ ઉતર્યો છે. સૂપર 30 માં જ્ઞાનનો બિઝનેસને ધારદાર સંવાદો થકી તો છીછોરેમાં માર્ક્સ શીટ માટેનું શીટ જેવાં ડિપ્રેશનમાં સરી સ્યૂસાઇડ કરતા સ્ટૂડન્ટ્સની વ્યથા એકદમ ફૂલમસ્તી સ્વરૂપે રજુ થયું. વડિલ શાહી સમાજમાં યૂવાપેઢીની સ્ટ્રગલની વાર્તાઓ કહેવાવા લાગે એ પણ એક મોટી વાત જ તો છે. તો આપણે ‘સાંઢ કી આંખ’ જેવી મહિલા પ્રધાન ફિલ્મો જોતા થયા છીએ એ પણ તો બદલાવનો પ્રારંભ જ તો છે.

ફેક સિધ્ધીઓ કરતા મિશન મંગલ જેવી મોડર્ન ભારત દેશની સિધ્ધીઓ બતાવવાની પહેલ થાય. એનાંથી રૂડુ શું? મિશન મંગલે મગલયાન ટુ વખતે આખા દેશમાં એક રોમાંચ જગાવ્યો, દેશની જનતાને ટીવીની સ્ક્રિન સામે બેસાડી. કેટલાંય સ્ટૂડન્ટ્સને સાયન્સમાં રૂચિ જગાવવાનું કામ કર્યુ.

તો ‘સાહો’ અને ‘વોર’ જેવી ફિલ્મોમાં એક્શન સીન્સનું લેવલ થોડું અપ જોવા મળ્યુ. સોંગની બહુ જરૂર ન હોય ત્યા પરાણે ઘૂસાડાતા મૂવીઝની ફ્લૂઅન્સી ઓછી થઇ જાય ત્યાં ‘વોર’ જેવી બ્લોકબ્ટર મૂવીમાં માત્ર બે જ સોંગ સરાહનીય છે. ‘બાટલા હાઉસ’ જેવી મૂવીનો કેમેરા એન્ગલ અને ડાયરેક્ટરની સ્ટોરી કહેવાની રીત એટલી સરસ હતી જાણે આપણે મૂવીને જીવી રહ્યા હોય એવી ફિલીંગ આવે.

‘સ્કાય ઇઝ ધી પિન્ક’ની તેમજ ‘ગૂડ ન્યૂઝ’ની કાઇન્ડ ઓફ ડિફરન્ટ ફેમિલી ડ્રામા સ્ટોરી, તો ‘ઝોયા ફેક્ટર’માં લકી ચાર્મ સોનમ કપૂરનું (ફિલ્મ સારી ન હતી, ડિફરન્ટ તો હતી) તેમજ ‘ડ્રિમ ગર્લ’ના આયૂષ્યમાનનું ડિફરન્ટ કેરેક્ટરાઇઝેશન, ‘લાલ કપ્તાન’માં સૈફનો તો ‘જજમેન્ટલ હૈં ક્યાં’ માં કંગનાનો હટકે રોલ. ‘બદલા’નો એંગ્રી યંગમેન બચ્ચનનો એટીટ્યૂડ અને તાપસીની ઢાસુ એક્ટીંગ. એક જ વર્ષમાં આટલું બધું માણવા મળે તો બીજું શું જોઇએ બાપડા!

બીજાં પણ ઘણા ફિલ્મો હતા. પણ એમાં બધુ એ જ જુનુ પૂરાણુ બધુ હતુ. અને કેટલાંક સારા એક્ટર્સોની કલંક, મરજાવાં અને પાગલપંતી જેવી ફિલ્મો પોતાનાં નામને સાર્થક કરતી સાબિત થઇ. એ જ જૂના જમાનાની નાઇન્ટીઝની સ્ટોરી, ભંગાર ડાયલોગ્સ. આહ. સલમાનની દબંગ 3 એ દબંગ 1નું ઘટીયા સ્પૂફ હતું. શીટ જેવી ફિલ્મમાં કાંઇક તો સારી સ્ક્રીપ્ટ લાવવી હતી. તો વ્હાય ચિટ ઇન્ડિયા જેવી નિરાશાજનક ફિલ્મનું સ્પૂફ એવી સેટર્સ પણ વાહીયાત હતી અને એ પણ બંને એક જ વર્ષમાં?! બમ્બેઇરીયા, ફ્રોડ સૈયા અને બીજી ઘણી બધી બેકાર ફિલ્મો આવી. માથાનું દરદ વધારી દે એવી. ‘રંગીલા રાજા’ જેવી ફિલ્મો ગોવિંદા કરે એ જ શર્મનાક- એમ્બેરેસીંગ મોમેન્ટ છે. એમાંય ‘નેટફ્લિક્સ ઇન્ડિયા’ જેવું ઓનલાઇન પ્લેટફોર્મ ‘હાઉસ અરેસ્ટ’ જેવી કચરા ફિલ્મ આપે અને હોલીવૂડ ‘ડ્રાઇવ’નાં હિંદી રિમેક ‘ડ્રાઇવ’ જેવી ગોબર ફિલ્મ પોતાના પ્લેટફોર્મ પર રિલીઝ થવા દે અને સબ્ક્રિપ્શન માટે ફિલ્મની પબ્લિસીટી કરે ટીવીથી ઇન્ટરનેટ સુધી. વાહ. હમે ચાહીયે ઐસી હિંમત, જઝ્બા, જૂનૂન.

ફિલ્મો એક્ટર્સોથી નહીં પણ નવી સ્ટોરી લાઇન અપ અને એક્ટીંગથી દર્શકોમાં ચાહના પામવા લાગી છે એનાં અઢળક ઉદાહરણ આ વર્ષે જોવા મળ્યા. ચાલો સારી બોલિવૂડી ફિલ્મોની નદીઓ વહી રહી છે, પણ જૂના ગીતો જેવાં સોલફૂલ, યાદ રહી જાય, ગણગણવાનું મન થાય એવા ગીતોની નદીનું તળીયુ આવી ગયુ છે, એનું શું?! એ જ જૂના ફિલ્મોનાં ગીતોને ઉપાડી એ જ ગીતો કટટુકટ ઠબકારી દેવામાં આવે છે. ભગવાન કરે સારી ફિલ્મોની સાથે સારા ગીતોનો પણ ફાલ ઉતરે બોલિવૂડ બગીચામાં!!!

Pruth’s Tuesday Tunes – 2

નૈના (દંગલ)

झूठा जग रैन बसेरा
सांचा दर्द मेरा
मृग-तृष्णा सा मोह पिया
नाता मेरा तेरा

नैना
जो सांझ ख्वाब देखते थे
नैना
बिछड़ के आज रो दिए हैं यूँ
नैना
जो मिलके रात जागते थे
नैना
सेहर में पलकें मीचते हैं यूँ

जुदा हुए कदम
जिन्होंने ली थी ये कसम
मिलके चलेंगे हर्दम
अब बांटते हैं ये ग़म
भीगे नैना
जो खिडकियों से हांकते थे
नैना
घुटन में बंद हो गए है यूँ

सांस हैरान है
मन परेशान है
हो रही सी क्यूँ रुआंसा ये मेरी जान है

क्यूँ निराशा से है
आस हारी हुयी

क्यूँ सवालों का उठा सा
दिल में तूफ़ान है
नैना
थे आसमान के सितारे
नैना
ग्रहण में आज टूटते हैं यूँ
नैना
कभी जो धुप सेंकते थे

नैना
ठहर के छाओं ढूंढते हैं यूँ

जुदा हुए कदम
जिन्होंने ली थी ये कसम
मिलके चलेंगे हर्दम
अब बांटते हैं ये ग़म
भीगे नैना
जो साँझ ख्वाब देखते थे
नैना
बिछड़ के आज रो दिए हैं यूँકેટલી વાર તમે આ સોંગ સાંભળ્યુ છે?! દંગલ ફિલ્મનું નૈના!!! જો કોઇએ ફિલ્મ જોયા વગર જ માત્ર રેડીયો કે ટીવી કે પછી ક્યાંક સ્માર્ટફોનમાં સાંભળ્યુ હોય તો એમ જ લાગે કે આ તો કોઇ લવ- બ્રેક અપ સોંગ છે.

ના, આ પ્રેમ – બ્રેક અપ સોંગ નથી. આ એનાંથી પણ ઉપર છે. સોલ ફૂલ. હદય ભરી નાંખતુ ગીત. એક બાપ અને દિકરી વચ્ચેનું ગીત. આ બાપ- દિકરી વચ્ચે પડેલી દરારને રજૂ કરતુ સોંગ છે. એ બાપ કે જેણે પોતાની દિકરીને નાનપણથી મોટી કરી. સ્ટ્રીટ અખાડાથી નેશનલ ચેમ્પિયન બનવા સુધીની આખી જર્ની કાપી. અને હવે નેશનલ સ્પોર્ટ્સ અકેડેમીમાં ગયેલી દિકરીને નવા મિત્રો મળ્યા, નવી દુનિયા મળી, નવી હવા મળી અને દિકરી બાપથી અલગ થવા લાગી. દિકરીને થયુ કે હું મારા બાપથી પણ ઉપર છું. કુશ્તિમાં પોતાના જ બાપને પછાડ્યા. અને હવે મહાવીર સિંહ ફોગાટને લાગે છે કે બાપ દિકરી વચ્ચે પહેલા જેવું નથી રહ્યુ.

આઁખો, જે અત્યાર સુધી ભેગી મળીને ખ્વાબ જોતી હતી એ હવે એકબીજાંથી અલગ થઇને રડી રહી છે. આઁખો, જે અત્યાર સુધી રાત રાત ભર મળીને જાગતી હતી, હવે એ સવાર સુધી પરાણે ભીંસાઇને મીંચાઇ રહે છે. આઁખો, બારી બહાર જેની રાહ જોતી હતી, હવે ઘૂટનમાં બંધ થઇ ગઇ છે.

અને પછી એક બાપ પોતાની અંદર ઝાંકીને સવાલ પૂછે છે, કેમ?! શ્વાસ હેરાન છે, મન પરેશાન છે, રડમસ થઇ ગયેલી મારી જાન છે, કેમ?! નિરાશાથી આશા હારી ગઇ છે, કેમ?! દિલમાં સવાલોનું તોફાન મચેલું છે, કેમ?! દિલનાં આકાશમાં જે તારોડીયા રમતા હતા, તેમાં ગ્રહણ લાગી ગયુ છે, કેમ?! અત્યાર સુધી ધૂપ સેંકતા હતા (ખૂલીને વાતો કરી શક્તા હતા), હવે છાંયડો શોધીએ છીએ (વાત કરવામાં સંયમ રાખીએ છીએ) કેમ?! અત્યાર સુધી જે કદમોએ લીધી હતી કસમ, રહીશું સાથે હરદમ, વહેંચતા ફરે છે એ ગમ! કેમ?!

ઉંમરનાં એક પડાવ પછી મા-બાપને પોતાનાં સંતાનો પ્રત્યે આ ફિલીંગ આવતી જ હોય છે. ટીનેજ વર્ષો એવા વર્ષો છે જ્યારે દિલમાં ચાલતા ઘમાસાણ યુધ્ધમાં સંતાન ક્યારેક પેરેન્ટ્સની અપરવટ થઇ જાય. એ સમયે તો સંતાનને લાગે કે મારા પેરેન્ટ્સ ખોટા છે, પણ પાછળથી અહેસાસ થાય કે મારા પેરેન્ટ્સ સાચા હતા. પેરેન્ટ્સનાં ડિસીજન ગલત હતા, ઇરાદા નહીં. આ એવો સમય છે જ્યારે લાગે કે હવે મારો દિકરો મારો નથી રહ્યો બદલાઇ ગયો છે. મા-બાપોએ પણ પોતાના સંતાનોને પોતાના જ જડબેસલાક બાહૂપાશમાં કેદ ન રાખતા પોતાના મોહથી થોડી છૂટ આપવી જોઇએ. જેથી સંતાન પોતાની રીતે હરણ ફાળ ભરી શકે. હા, જ્યાં બચ્ચા ખોટાં હોય ત્યાં ટપારવાનાં પણ પોતાની ખોટી એબીસીડીને સાચી કરવામાં મચી નહીં પડવાનું.

આ માત્ર ગીત નથી. આ અહેસાસ છે, એક સમયે એકબીજાં વગર રહી ન શક્તી વ્યક્તિઓનો એકબીજાંથી દૂર થઇ જવાનો, એકબીજાં સાથે કલાકો વિતાવતા સ્વજનોનો એકબીજાંથી સાથ છૂટી જવાનો. આ ગીતની કડીઓ એટલી વાસ્તવિક આપણી જીંદગી સાથે રીલેટેબલ છે કે જીંદગીનાં વહી ગયેલા પાનાઓમાં તાક ઝાંક કરીએ તો આપણને અહેસાસ થાય કે આપણી સાથે પણ આવું થઇ ચૂક્યુ છે.

આ ગીત હોસ્ટેલમાં કે થોડો સમય પોતાનાંથી દૂર રહીને બદલાઇ ગયેલા દિકરા અને મા-બાપ વચ્ચેનું પણ છે, તો બે મિત્રો માટે પણ છે જે એકબીજાં વગર એક સમયે રહી પણ નહોતા શક્તા, જે કરીયરનાં પ્રવાહમાં વહી જઇ, નવી આબોહવા, નવા મિત્રો, નવા શહેરોમાં વસી જઇ એકબીજાંની જીંદગીથી એટલાં બેખબર થઇ ગયા છે કે હવે એકબીજાંને બરાબર ઓળખતા પણ નથી. એ પ્રેમી પંખીડાંઓ જે એકબીજાંને એક સમયે ગાઢ પ્રેમ કરતા હતા. પણ હવે એકબીજાંને મળે તો પણ માત્ર કેઝ્યૂઅલી હાય હેલ્લો બોલીને નિકળી જાય છે. દુનિયાની કોઇ પણ એકબીજાંથી નજીક રહેતી અને કારણોસર જુદી થઇ ગયેલી વ્યક્તિઓ માટે બંધબેસતુ સોંગ છે.

અમિતાભ ભટ્ટાચાર્ય એ ગીતની શરૂઆત બહુ જ પઆવરફૂલ રીતે કરી છે. જુઠા જગ રૈન બસેરા. આ રાત, દુનિયા અને બધુ જ ખોટુંછે, ખાલી મારૂં પેઇન જ સાચુ છે. આપણો સંબંધ મૃગજળ જેવો છે. ઉફ્ફ. અમિતાભ ભટ્ટાચાર્ય અને પ્રિતમે પેન ડાઉન કરેલું આ ગીતનું લિરીક્સ એટલું હર્ટ ટચીંગ છે કે જ્યારે સાંભળીએ ત્યારે એ દિવસો યાદ કરાવી જ દે જ્યારે આપણે પોતાનાઓ સાથે લડ્યા હતા, થોડી તકરાર થઇ હતી. નોસ્ટાલ્જીયાની ફિલીંગ આપે. જ્યારે તમે સ્ટ્રગલ કરતા હોવ, ત્યારે એક તરફ ડ્રીમ્સ રમતા હોય, આશા હોય. અને બીજી તરફ પોતાના આપણી સાથે હોય. આ ગીત એક સુખદ રીમાઇન્ડર આપતુ જાય કે આ સમય પણ આવીને જતો રહેશે. બસ પોતાને ગમતી વ્યક્તિઓને પકડી રાખવી જીંદગીભર. અને ઉપરથી અરિજીતનો અવાજ. માશાલ્લાહ કોમ્બિનેશન.

પાર્ટી તો બનતી હૈં – સૂનલો સારી દુનિયા વાલોં, જીતના ભી તુમ જોર લગાલો, કરેંગે પાર્ટી સારી રાત…

रूल सारे ब्रेक करो
जो कभी न किया वो करो
पार्टी करने का मूड बने तोह
वीकेंड का न वेट करो

अरे कॉमन ये सबके विचार हमें चाहिए
हफ्ते में चार शनिवार होने चाहिए

कभी ऐसा भी हो सूरज छुटि पे हो
घड़ी के कांटे मुट्ठी में हों
इन थे लम्बी लीमो फुल-ऑन मस्ती भी हो
साथ में हॉट ब्यूटी भी हो
अरे स्पीकर का वॉल्यूम हज़ार होना चाहिए
हफ्ते में चार शनिवार होने चाहिए

मैंने कहा पार्टी करो
कहना क्यों नहीं मानते
जीने के दिन होते हैं
बस चार इंसान के
शर्माना और घबराना
दोनों चीज़े छोड़ दो
रूल्स और डांस फ्लोर
ये दोनों चीज़े तोड़ दो

साल के यार गिन 365 दिन
52 ही शनिवार है
कर कैलेंडर को फ्लश
छोड़ दे सारे रश
दिन जवानी के बस चार है
वर्ल्डवाइड यही प्रचार होना चाहिए
हफ्ते में चार शनिवार होने चाहिए


પાર્ટી.
ના, નવા વર્ષનાં પહેલા લેખમાં પોલિટીક્સ વાળી નેતાઓની પાર્ટીની વાતો નથી કરવી. સેલિબ્રેશન પાર્ટીની વાત કરવી છે. પાર્ટી શબ્દ પહેલા ધોરણમાં ભણતા બાબલાથી લઇ મોટી ઉંમરનાં બુધ્ધાઓ સુધી કોઇ માટે નવો નથી. પણ ઉંમર પ્રમાણે પાર્ટીઓનાં રૂપ-રંગ બદલાય. નાના ભૂલકાઓ માટે પાર્ટી બર્થડે સેલિબ્રેશનથી શરૂ થાય. પણ જુવાનીયાઓની બર્થડે પાર્ટી બૂઢીયાઓનાં જન્મદિવસની શામથી અલગ હોય. સ્કૂલનાં ક્લાસમાં ભેળ પાર્ટી, કોલેજની પીઝા પાર્ટી કરતા અલગ હોય. મોડર્ન મહિલાઓની કિટ્ટી પાર્ટી અને એકબીજાંનાં ઘરે સૂવા ભેગા થયેલા દોસ્તારોની ઘરઘરાઉ પાર્ટી અલગ હોય. કાકા-બાપા, મામા-ફોઇનાં ફેમિલી ભેગા થાય ત્યારે ફેમિલી ડિનર પાર્ટી ફેમિલીની સંબંધનાં સિટ્યૂએશન પ્રમાણે ઓકવર્ડ કે આનંદિત બને. નવુ ઘર નવી ગાડી લીધી હોઇને પાર્ટી તો આપવી પડશે બકા. ક્રિકેટમેચ જીત્યા હોઇએ ત્યારે પાર્ટી. વધુ માર્ક્સ લાવ્યા હોઇ પાર્ટી તો બનતી હૈં, એવોર્ડ મળે અને પાર્ટી ની આપલે થાય.
ફિલ્લમ જોવાની નાઇટ પાર્ટી કે ગેમ પાર્ટી. ઉતરાયણની રાતની પાર્ટીય અલગ અને નોરતા નાઇટ્સની ગરબા પાર્ટીય અલગ. લગ્નનું લાયસન્સ મળવાનું હોય એ ખૂશીમાં થવાનાં છોકરો દોસ્તારોને બેચલર પાર્ટી આપે. તો છોકરીઓ બહેનપણીઓને બેચલોરેટ્ટ પાર્ટી થ્રો કરે. (ગુજરાતીમાં પાર્ટી ગીવ-આપે, ટેક-લે એવું જ આવે. પાર્ટી થ્રો- ફગાવે એવું ન આવે.) દોસ્તારનું બ્રેક અપ થાય તો દુ:ખ ભૂલાવવાની પાર્ટી. બધી જ પાર્ટીઓ એકબીજાંથી અલગથલગ. પણ બધી પાર્ટીઓનો પોતાનો એક ચાર્મ હોય.

પાર્ટી કલ્ચર આપણે ત્યાંનું નથી. આપણે ત્યાં તો જન્મ દિવસ પર હોમ હવનનું માતમ હતું. ઘરમાં કોઇ પ્રસંગ હોય એટલે ભગવાનની આરાધના આરતી થતી. લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગ કર્મકાંડથી શરૂ થતા. તો પછી આ પાર્ટી કલ્ચર આપણા ભારતીય સમાજમાં કેમ ઘૂસી ગયુ?! અફકોર્સ. ચાર યાર- દોસ્તો સાથે ભેગા મળીને મોજ મસ્તી, બાંગોરા પોકાર પાડી બે હાથની મૂઠ્ઠી વાળી જોમ સભર નાચી કૂદી શકે એટલા માટે બસ.

આપણે ત્યાં મોજમસ્તીની રાષ્ટ્રીય એલર્જી છે. આપણે એવું મનમાં ભરાવી દિધુ કે ‘સાથ ક્યા લાયે થે, ક્યાં લે કે જાઓગે.’ અને શરૂ થયુ મોજ મસ્તીનો બહિષ્કાર. માળા ફેરવો. ભગવાનનું નામ લો. બાકી બધુ મોહમાયા છે. ઉફ્ફ. અને પેલા વેસ્ટર્ન કલ્ચરમાં એ લોકોએ ગળથૂથીમાં આપણા કરતા ઉલ્ટું ભર્યુ. ભલે કંઇ સાથે આવે કે ન આવે. હેવન ઇઝ ઓન અર્થ. લેટ્સ ગો ટુ પાર્ટી. લાઇફ ઇઝ વર્થ સેલિબ્રેશન.

થર્ટી ફર્સ્ટની પાર્ટી તો ફાધર ઓફ ઓલ પાર્ટીઝ. બધા કરતાંય અધ્ધર છે થર્ટી ફર્સ્ટની પાર્ટી. યૂં ન્યૂ યર ઇવ પણ કહી શકાય. યસ. થર્ટી ફર્સ્ટનો મહિમા ઇન્સ્પિરેશન તરીકે કૂટીકૂટીને થોથાઓ ભરી ભરીને લેખકોએ લખ્યો છે, પરસેવો રઘવાયો થાય ત્યાં સુધી સ્પીકરોએ ગળાં ફાડી ફાડીને લખ્યો છે, ગાયો છે. વર્ષના છેલ્લા દિવસે ફલાણાં રીઝોલ્યૂશન અને ઢીકણા મોટીવેશન. બટ થર્ટી ફર્સ્ટની અસલી મજા તો ઓન ફિલ્ડ જ આવે. પાર્ટી ઓલ નાઇટ. થર્ટી ફર્સ્ટની પાર્ટી તો કોમન મેન માટે વર્ષનો એક દિવસ આંખો આંજી દેતી ઝળહળા કરતી કલરફૂલ સેલિબ્રિટી લાઇફને એન્જોય કરવાનો દિવસ છે.

દૂબઇથી લઇને દિલ્લી સુધી, સીડનીથી લઇને ગ્રીસ સુધી, તાઇવાનથી લઇને હોંગ કોંગ સુધી, બેજીંગ થી લઇને ન્યૂયોર્ક સુધી 2019માંથી 2020માં પહોંચેલા વિશ્વે જોરશોરથી જાકજમાળથી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી. આપણે ત્યાં હિંદુમાં નવુ વર્ષ દિવાળી પર આવે એવી જ રીતે બધા ધર્મમાં નવા વર્ષ અલગ અલગ આવે તો પણ યંગીસ્તાનને દિવાળી જેવી જ બેસબ્રી થર્ટી ફર્સ્ટની પણ હોય છે. લંડન-ઇબીઝા-એલ એ-વેગસ-મૂંબઇ-સૂરત સુધી લોકોએ હાઇ બૂઝથી હાઇ બીટ્સ સુધી થર્ટી ફર્સ્ટનું સેલિબ્રેશન થાય છે. શા માટે? મોજ કરવા. નાતાલ અને હૈલોવીનની જેમ જ થર્ટી ફર્સ્ટમાં કોઇ નોન ખ્રિસ્તીને બાઇબલ વાંચવાની કે ચર્ચમાં જવાની જરૂર પડતી નથી. થર્ટી ફર્સ્ટમાં બસ જરૂર પડે છે જૂવાન હૈયાની. અને એટલે જ જેના દિલ ધડકતા હોય એ સૌ પાર્ટી કરવા ઉપડી પડે છે.


પાર્ટી કલ્ચર અને આપણુ ઇન્ડિયન મેરેજ એક જેવાં જ ખાણીપીણીની ઉજાણી. ફેન્સી ડિનર. ક્રેઝી ક્રાઉડ. ઝાકઝમાળ. લાઇટ્સ કેમેરા એક્શન. પણ ગોસિપનાં મામલે તદ્દન સરખા. ગોસીપનાં ગપ્પા અને ગ્લેમરની ગરમાહટને લીધે જ તો ઇન્ડિયન વેડીંગથી એલાઇટ પાર્ટીઝ હીટ છે. ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન લોકથી જ મેળાવડો થવાનો. ઉંમરમાં મોટા હોય એમની પાસે પાર્ટીની મજા લેવા કરતા વાતો કરવાનો ટાઇમ વધારે જ હોવાનો. આમાં કેટલાંક શરીરથી જુવાન પણ અંદરથી બુઢ્ઢા પણ આવી જાય. બંનેમાં એક એવા પ્રકારનાં લોકો જે કોઇને કોઇ બીજાંની નિજી જીંદગીમાં ખોદણકામ કરતી પરજા હોય. ખાવાથી લઇને કપડાં સુધીની વાતો આદરે. આ જ ગોસિપ અને ગ્લેમરને લીધે બોલિવૂડ કે ટેલિવૂડ ટોક શો તેમજ સેલિબ્રિટીઝનાં ફોટાંઓથી ન્યૂઝ પેપરનાં પાનાં કે સોશિયલ મિડિયા પોસ્ટ્સથી ભરાઇ જાય છે. ગ્લેમર વર્લ્ડને લીધે જ તો કેટલાંય માતબર મેગેજીન્સ ધીકતી કમાણી કરે છે.
પાર્ટી અને મેરેજ ફંક્શનનાં ફાયદા ઘણા છે. પાર્ટીમાં રીલેશન્સ સ્થપાય. દોસ્તી પણ બંધાય અને પ્રેમ પણ ઘડાય. બિઝનેસ પણ વધે. નવા વ્યક્તિઓનો સંગ થાય. કેટલીય રૂપાળીઓ અને રૂપાળાઓને તાકઝાંક કરવાનું પ્લેટફોર્મ મળી જાય.

દૂસરે સ્થાન પર હૈં મ્યૂઝીક. નેતાઓની ફાર્મ હાઉસ પાર્ટીઓ કે ઉંચા કહેવાતા ખાનદાની લોકોની પકાઉ પાર્ટીઝમાં વાગતા ગીત કરતા કોલેજીયનોની ફૂલટુફટાક ઢીનચાક પાર્ટીઝમાં ડીજે અને વીજેની સાથે નાચવાની મજા અનેરી હોય છે, વાતાવરણમાં તરતી હવા વાઇબ્રન્ટ હોય છે. અને શોરશરાબામાં એક અલગ કશિશ હોય છે. એ બધાને ન સમજાય. બીટ્સ ધમાકેદાર હોય તો જ હાર્ટ બીટ્સ તેજ તર્રાર બનતા હોય છે.

ત્રીજાં નંબરે આવે નાચગાના. અગર નાચવા વાળા જ ન હોય તો મ્યૂઝીકનો શું ફાયદો. મારકણી અદાઓ ધરાવતી બેબી ડોલ્સ જ્યારે શરીર ડોલાવતી હોય ત્યારે જાણે બધા કરતા વધારે નશો એમાં જ હોય. દુનિયા ભરમાં કેટલાંય રીલેશન્સ બોલ રૂમથી ગરબા ગ્રાઉન્ડ, મેરેજની સાંજથી ડાન્સ ફ્લોર પર જ સ્થપાયા છે. નાચવા માટે જીગર જોઇએ. કોઇ શું કહેશે. કોણ જૂએ છેની પરવા કર્યા વગર જે નાચી શકે એ જીંદગીની પાર્ટીમાં ઝક્કાસ રંગ તરબોળ થઇ શકે.

પાર્ટીઝનું ચોથે સ્થાન પર છે ડ્રીન્ક્સ. અર્રર્ર. ગુજરાત ડ્રાય સ્ટેટ છે આ મામલે હોં. (પણ ખાલી કાગળ પર. શહેરનાં છેડે ધીમી પડતી ટ્રેનમાંથી બહાર ઠલાવાતા બ્લેકનાં શરાબની બોટલોને લીધે થર્ટી ફર્સ્ટ અગાઉ ભાવ વધી જતા હોય છે.) મિક્સ કોક્ટેલનાં છલકાતા ગ્લાસથી બિયરનાં ઝડપથી ખાલી થતા કેન્સ. પાર્ટીમાં સાથે આવેલા લોકોમાં એક શરીફ બંદો હોય જ જે નજીવુ કે તદ્દન ડ્રીન્ક ન કરે જે બાકી બધાને પાર્ટી પૂરી થયા પછી ગોતીગોતીને ગાડીમાં ભરી ઘર સુધી પહોંચાડે. એન્ડ ધેટ્સ યોર બેસ્ટ બડી યુ નો. ડ્રીન્ક્સ કરતા કરતા વાતો કરવા અને મજા લૂંટવા જો તમારી પાસે બેસ્ટ ફ્રેન્ડ સર્કલ હોય એટલે પાર્ટી ધમાકેદાર જ હોય.


પાર્ટીની વચ્ચોવચ બધા લોકોની પાર્ટી અલગ જ હોય. કોઇ બ્રેક અપ કરીને દુખ ભૂલાવવા પહોંચ્યુ હોય તો કોઇ બસ આમ જ ટહેલવા પહોંચ્યુ હોય. કોઇ માત્ર નાચવા ઝૂમવા ખાવા પીવા આવ્યુ હોય. સેલિબ્રિટીઝ ઓપચારીકતા માટે પાર્ટીઝમાં આવે. કોઇ કોન્ટ્રોવર્સી થાય એ એમને ન ફાવે. પણ કોઇ નોંધ ન લે એ પણ ન ગમે. કોઇ પાર્ટી વચ્ચે પણ સૂનકાર અનુભવતુ હોય, તો કોઇ ઘરઘરાઉ કોમ્યૂટર સ્પિકર પાર્ટીમાં પણ જીંદગીની હસીન પળો માણતુ હોય.

કેટલાંક બંદાઓ હોય પાર્ટીમાં જે જોબ કરતા હોય. પોતાની મહેનતની કમાણી કરતા હોય. પોતાનો ધંધો કરતા હોય. જે જોબ પરથી કે પોતાના કામ પરથી સમયસર નિકળી પોતાની પર્સનલ લાઇફને પણ સમય આપતા હોય. પોતાના બાળકો સાથે ફરતા હોય, પત્નીને ડિનર પર લઇ જતા હોય, મા-બાપ સાથે ટાઇમ સ્પેન્ડ કરતા હોય અને પોતાની નાની નાની ખૂશી સેલિબ્રેટ કરતા પાર્ટી કરતા હોય, જીંદગીના રસીલા કોળીયાને ગળામાં ઉતારવાની કોશિશ કરતા હોય. વિકેન્ડમાં કે સ્પેશિયલ ઓકેશન્સમાં વર્ક પછી નાચીકૂદી હળવા થઇ બીજે દિવસે ફરી પોતાની જીંદગાનીની લાઇનમાં ગોઠવાઇ જતા હોય.

કેટલાંક બાશિંદાઓની લાઇફ જ પાર્ટી હોય. અવનવી જગ્યા, અવનવા લોકો, અવનવી બોલી, અવનવા કલ્ચર, અવનવી ખાણીપીણી, મનને ગમે એ વાંચે, મનને ગમે એ જૂએ. આવાં લોકોની ટ્વેન્ટી ફોર બાય સેવન જીંદગી પાર્ટી જ હોય. બાગી ઉડાન પે હી નાજાને ક્યૂં મેરા જી આયે.
આપણે ત્યાં પાર્ટીને આવારા લોકોની જમાત માની લેવામાં આવે છે. પાર્ટીમાં કે ડાન્સ બારમાં બાપનાં પૈસે લીલા લહેર કરતા લોકો જ આવે પણ એવું નથી. પાર્ટી નાઇટ તો દિલથી જીવતા જીવડાંઓ માટે એક જીવી લેવાની શામ છે. બે-પાંચ શેતાની ફૂદડાંઓને લીધે આખું પાર્ટી કલ્ચર શેતાન નથી બની જતું.

આપણે જે યુરોપીયન કન્ટ્રીઝનાં લોકોને વખોડવામાંથી ઉંચા નથી આવતા ખૂશીની પળો શોધવા પોતાના તહેવારો તો ધામધૂમથી ઉજવે જ. પણ બીજાં દેશોનાં મોજ કરાવી દેતા તહેવારો પણ ઉજવે. આપણી ગરબા નાઇટ્સ અને હોલી ફેસ્ટીવલ અમથા થોડા હીટ છે. ફેસ્ટીવલ્સ ઓછા પડતા હોય એમ મ્યૂઝીક ફેસ્ટીવલ્સ ગોઠવે. પાછા આવા કાર્નિવલ્સમાં માનવ મહેરામણ માતબર રકમ ચૂકવી ઉમટે પણ ખરૂં.

યંગસ્ટર્સની પાર્ટીને વલ્ગર કહેતી જનતાને કદાચ વલ્ગારીટીમાં ખબર જ નથી. એ જ્યાં ત્યાં ફેંકાતા કચરા અને ગમે ત્યાં થતા છીછીપીપીને વલ્ગર નહીં કહે. એમને પ્રેમ કરવામાં વલ્ગારીટી લાગે. સેક્સ શબ્દ સાંભળી મોં મચડે. બે પ્રેમી પંખીડાઓને એકસાથે જૂએ તો છી કહીને નિકળે. એમને આ દેશની સિસ્ટમ વલ્ગર ન લાગે. નેતાઓનાં વધી ગયેલા ફાંદા વલ્ગર ન લાગે. ખદબદી ગયેલું એજ્યૂકેશન વલ્ગર ન લાગે. બસ નવી દુનિયાનાં નવા વાયરા સામે કટાણું મોં કરે.

આપણે ત્યાં દિકરીઓ ભણતર શરૂ રાખે છે. કારણકે જીવન જીવવાની સપના જોવાની ઉંમરે ચૂલો – ચૂડો પકડાવી ન દેવાય. ઘરેથી લગ્નનું અને ઘર સંભાળવાનું દબાણ ન રહે એટલાં માટે. ભણતા ભણતા થોડી ઘણી નાચવા કૂદવાની મોજ મજા કરવાની મોકળાશ મળી રહે એટલાં માટે. આવી મધ્યમ વર્ગમાંથી આવતી છોકરીઓ માટે થર્ટી ફર્સ્ટ ગુડ ચોઇસ કદી રહી નથી. એટલે બલોયા, ચણીયા ચોળી પહેરી રૂમઝૂમ કરતાં ગરબા ગ્રાઉન્ડ શોધવા પડે છે. વલ્ગારીટી તો આ છે. ક્યારે ગોપીઓ સંગ રાસે ઘૂમતો કાનૂડો અને ડાન્સીંગ ગોડ શંકરનો આ દેશ આવી વલ્ગર માનસમાંથી ઉપર ઉઠશે. ક્યારે પોતાના મન ગમતા કપડાં પહેરી પોતાની મરજીથી ડાન્સફ્લોર પર નાચતી છોકરીઓ સંસ્કારી ગણાશે.


પૃથથીંગ :-

અભિષેકનાં કરીયર જેમ બોક્સ ઓફિસ પર ધબડકો બોલી ગયેલા ‘ઓલ ઇઝ વેલ’ ફિલ્મનું લેખની શરૂઆતમાં ટપકાવેલું ફૂલ-ટૂ-પાર્ટી સોંગ આજે પણ વાગે એટલે હાથ-પગ ઉલાળીને નાચવાનું મન થાય. મોડર્ન ગીતોને વખોડતા ખખડી ગયેલા ક્રિટીક્સોએ કદાચ આવા એવન આલા સોંગ સાંભળ્યા નથી. ઢીન્ચાક રેપની સાથો સાથ પાર્ટી ઇન્સપિરેશન. પાર્ટીમાં નાચવાની સાથે મમળાવવા જેવું ગીત.

Pruth’s Tuesday Tunes – 1

ધાક ધૂક (ઈંગ્લીશ વીંગ્લીશ)

पिया बिन दिल लगे ना
एक पल को मन मा लागे ठेस
कैसे जाऊं मैं पराये देस
पिया मोरे निठुरा, पिया न समझे
मन का ये संदेस
कैसे जाऊं मैं पराये देस
जियरा जियरा
जियरा धाक धूक होए
खामखां खामखां
खामखां धाक धूक होए
जियरा धाक धूक होए

कभी दिल धड़के, बायीं आँख फड़के
तु न हमें भूल जाए रे
तुझे दिल जाने, पूरा पहचाने
नैना ये फिसल ना जाए रे
सहमी सी पलकें, मोती एक छलके
के तेरा ज़िक्र जब भी आये
थोड़ी फ़िक्र छू के जाए
हाय होये हाय
जियरा धाक धूक…

ये दिन रातें, तीखी तेरी बातें
क्या करे जो याद आये रे
तेरे ताने बाने, छूने के बहाने
दिल को बड़ा सताए रे
क्यों न हमें रोके, एक बार टोके
के तेरा ज़िक्र जब भी आये
थोड़ी फ़िक्र छू के जाए
हाय होये हाय
जियरा धाक धूक…

જ્યારે ઘરની લક્ષ્મી ચંદ દિવસો માટે ઘરથી દુર પિયરમાં કે કોઇ સ્વજનને ત્યાં કે કામ માટે ગઇ હોય અને ઘરમાં માત્ર પુરૂષો જ રહે ત્યારે ઘર અસ્તવ્યસ્ત થઇ જતુ હોય છે. ‘મેરી બીવી કી શાદી’ મૂવીનાં ગીત ‘રામ દુલારી માયકે ચલી ગઇ, ખટીયા હમારી ખડી કર ગઇ.’ જેવી પરિસ્થિતિ સર્જાઇ જતી હોય છે. પગનું મોજું ટીવીનાં પાટીયા પર રખડવા લાગે, બેલ્ટ બારણા પર ટીંગાવા લાગે, કપડાં સોફા પર અને થાળી વાટકાં બેડ-પલંગ પર ડોકીયા કરવા લાગે. લોટનો ડબ્બો, દવાની કોથળી, ડોક્યૂમેન્ટ્સ શોધતા શોધતા પરસેવો નિકળી જાય. ઘરની સાફસફાઇ ન થતી હોઇ ઘરમાં ધૂળ-જાળાં બાઝવા લાગે.

જુદાઇ પછી છેક 2012માં ફરી સીલ્વર સ્ક્રીનમાં પાછી ફરેલી શ્રી દેવીની ફિલ્મ ઇંગ્લીશ વિંગ્લીશમાં શશિ ગોડબોલેને પોતાની બહેનની દિકરીનાં લગ્નની પ્રિપરેશન માટે પોતાના બાળકો અને પતિને છોડી અમેરીકા જવાનું હોય છે. ત્યારે અમિત ત્રિવેદીનાં મ્યૂઝીક આલ્બમમાંનાં સુંદર ગીતોમાંનું એક આ ગીત આવે છે.

અહીં ‘બૌબી’ ફિલ્મનાં એક મશહૂર થઇ ગયેલા ગીત ‘મૈં માયકે ચલી જાઉંગી તૂમ દેખતે રહીયો.’ જેવી સીટ્યૂએશન નથી. અહીં વાત પતિને છોડીને જતા રહેવાની નથી. મીઠી અસમંજસ છે આમાં ! કેવીરીતે બાળકોને, પતિને, પરીવારનાં સભ્યોને મૂકીને થોડા દિવસો માટે બીજે જવું! એ ક્યા ખાશે, ક્યા રહેશે?! એમને કાંઇ વાંધો તો નહીં આવે ને?! સ્ત્રી જ્યારે માત્ર થોડી વાર માટે જ ઘર બહાર જવાની હોય ત્યારે પણ આડોશીપાડોશીને કહેતી જાય કે ઘરનું ધ્યાન રાખજો, એકાદ આંટો મારજો. છોકરા એકલા છે. ત્યારે થોડા દિવસો માટે બહાર જવાનું હોય ત્યારે તો એનાં માટે આ ગૂંચવણ ભરી સ્થિતિ આવી જાય.

જ્યારે બહાર જવાની હોય ત્યારે આડોશી પાડોશી કે કોઇ પરીવારનાં સભ્યને તેની જગ્યાએ મૂકતી જાય. ખાવા પિવાની સ્પેશિયલ વ્યવસ્થા કરતી જાય. બીજાં કોઇકનું બનાવેલું જમવાનું કદાચ ન પણ ભાવે એમ વિચારી ફળો કે વાનગીઓ બનાવતી જાય.

ગાર્ડીયન તરીકે જે વ્યક્તિને રાખેલી હોય તેને કોને શું ભાવે છે, કોણ કેટલું ખાય છે, કોને સવારે ઉઠીને શું જોઇએ, રાત્રે સૂતી વખતે શું જોઇએ વગેરે વગેરેનું આખું લાંબું લીસ્ટ બનાવતી જાય. રોજ પોતાના બાળકોનીઅધકચરી બોલી, પતિનાં કેટલાંય રાડો-ટોણા સાંભળતી ગૃહલક્ષ્મી જ્યારે પિયર કે અન્ય કામે બહાર ગઇ હોય ત્યારે તે જુરાપો સહી ન શકે, હજુ કાલે ગઇ હોય તો પણ ખબર અંતર પૂછવા દિવસમાં કેટલીયે વાર ફોન કરે.

સ્વાનંદ કિરકિરેએ એક ઇન્ડીયન સ્ત્રીનાં હાવભાવને સરસ લફ્જોમાં ઝબોળ્યાં છે. આ ગીતમાં પિયાનો, વાયોલીન, પાવાનો સુંદર ઉપયોગ થયો છે. આ ગીત જાણે સોલફૂલ અવાજમાં કોઇ રાસ ગરબો ગવાતો હોય એવું લાગે. અમિત ત્રિવેદીનાં કેટલાંક ગીતોનું મ્યૂઝીક ખરાબ છે. પણ એટલું બધુ વાગેલું નહીં એવું આ ગીત જેન્યુઅલી ખૂબસૂરત છે. પૂરપાટ ભાગતી બસમાં કાનમાં ઈયરફોન ભરાવી આ ગીત સાંભળીએ તો જાણે ભારતીય નારીનાં દિલમાં પહોંચી ગયા હોઇએ એવું લાગે.

આઝાદી, હમ લેકે રહેંગે. આઝાદી, તુમ કુછ ભી કરલો. આઝાદી, દિલ કી.

मैं खिलना चाहती थी
दरख्तों की सबसे ऊँची शाखाओं पर
जहाँ से देख सकती थी संसार
लेकिन पैरों तले रौंदा गया मुझे,

मैं बनना चाहती थी
इस धरती की सबसे सुन्दर कविता,
लेकिन बार-बार कई बार
मेरे तमाम शब्दों को ख़ारिज कर दिया गया,
क्योंकि उनमें मेरी जुबानी थी,

मैं पढ़ना चाहती थी
उन दीमक खाई हुई किताबों को
जिनमें मेरा इतिहास छपा रखा था,
मैं उन किताबों के हर्फों को
बार बार गौर से पढ़ना चाहती थी,

मैं चिड़िया बनना चाहती थी
क्योंकि मापनी थी
आकाश की ऊँचाइयों को
और उसकी अंनतता को
लेकिन उड़ने से पहले ही
मेरे परों को ही काट दिया गया,
क्योंकि आसमान से तारे तोड़ लाना
औरत जात के लिए
वह मुनासिब नहीं समझते थे
सिर्फ पिंजड़े की मैना समझा गया,

मैं कभी जो ख़्वाब देखती थी
उनसे सबको डर लगता था
और बार-बार उन ख़्वाबों को
देखने से मनाही की जाती रही है,

हमारे लिए सीमाएं भी निश्चित की गई थी कि
तुम्हारी दुनिया रसोईघर के अंदर
हवस की भूख मिटाने
बिस्तर तक ही सिमित है,
बार-बार हज़ार बार
हमारे सपनों को चकनाचूर कर दिया गया,

जब भी मैंने
किसी एकांत में
नीरव एकालाप भी करना चाहा
तो संदिग्धता के कटघरों में खड़ा कर दिया गया,

जब भी मैंने अपनी आवाज को
शब्दों में व्यक्त करना चाहा
तो सिरे से ही ख़ारिज करने के
भयानक षड़यंत्र रचे गए,

उन रचे गए षडयंत्रो के बरक्स
मैं खिलती गई
मैं पढ़ती गई
मैं आसमान की ऊँचाइयों को
छूती गई

सपनों को सच करती गई
संदिग्धताओं की वकालत करती गई
और आज जब
हँसती हूँ ठहाके लगाकर
मर्दों के ही बीच
उनकी कुत्सित मानसिकताओं पर
तब वे नज़रें मिलाने से भी डरते हैं,

मैं अब हिचकिचाती नहीं हूँ
अपने ख़्वाबों को देखने में
अपनी बातों को
बड़ी-बड़ी मंचो पर रखने में क्योंकि अब हमें
उनके चेहरों को पढ़ना आ गया है
अब मैं सहानुभूति नही अधिकार मांगती हूँ।

दिनेश कुमार


હજારો વર્ષો પહેલા આપણે આદિમાનવ હતા. નાની નાની ટૂંકડી કબીલામાં રહેવાનું. સર્વાઇવલ માટે જજૂમવાનું. ત્યારે લગ્ન જેવી પ્રથા ન હતી. કેટલાંક આદમી અને ઔરત એકબીજાં સાથે રહેતા. એકબીજાંની કંપની શેર કરતા. બચ્ચા પેદા કરતા. કોણ કોનો દિકરો કોણ કોની મા. પછી એક ઓરત અને એક આદમીએ કપલ બનવાનું નક્કી કર્યુ. પછી ફેમિલી બનાવવાનું નક્કી કર્યુ. પછી ફેમિલી મોટા થવા લાગ્યા. બધા એકસાથે રહી શકે એવું શક્ય ન હતું. તેથી મોટી ફેમિલી નાની થતી ગઇ. કપલ્સ કાં છોકરાનાં મા-બાપ જોડે રહે, કા છોકરીનાં મા બાપ જોડે કે પછી ક્યાંક દૂર પોતાનો એક અલગ આશિયાનો બનાવે. ત્યારે મેલ અને ફિમેલ એકબીજાંની મરજીથી નક્કી કરે પોતાને ક્યા રહેવું. આ સમયગાળામાં સ્ત્રી પાસે કોની સાથે રહેવું, ક્યા રહેવું એ બધી ચોઇસ હતી.

પછી માણસજાતે પોતાની રક્ષા માટે ઘર બનાવ્યા, જંગલી પ્રાણીઓથી બચવા અલગ અલગ શસ્ત્રો બનાવ્યા. ખેતીકામ શરૂ થયુ. અને સેટલ થવાનું નક્કી કર્યુ. સમાજે એવું માની લીધું કે ચતુર નાર બડી હોંશિયાર, પણ ફિઝીકલી આદમી ફીટ. એટલે પાવર બધો પુરૂષોનાં હાથમાં આવ્યો. બાપા, દિકરો, કાકા, દાદા બધા પાસપાસે રહેવા લાગ્યા. પ્રોપર્ટીને લીધે પૂરૂષ એક જગ્યાએ રહેવા લાગ્યો અને મહિલાઓ લગ્ન કરી પૂરૂષોને ત્યાં જવા લાગી. પ્રોપર્ટી બાપથી દિકરા અને એનાં દિકરામાં ટ્રાન્સફર થવા લાગી.

એટલે પુરૂષોનો તેના પરિવાર, જાણતા પિછાણતા લોકો સાથેનો ઘરોબો જળવાઇ રહ્યો અને સ્ત્રી બીજે ઘરે પોતાની લગ્ન પહેલાની જીંદગી ભૂલી નવી જીંદગીમાં રહેવા જવા લાગી એટલે તેનો પોતાના મા-બાપ સાથેનો સંપર્ક ઘટ્યો. ઔરત – આદમી વચ્ચેની મરજી વાતચીત ઘટી, સ્ત્રીને હોઠ પાસે નહીં પણ હેઠે રાખવાનું શરૂ કર્યુ. દિકરીઓ પોતાના મા-બાપ સાથે રહેતી ન હોઇ, ત્યાં પણ પ્રોપર્ટીમાં ભાગ તો ઠીક મહિલાઓને નિર્ણય લેવાની પણ સત્તા ન રહી. એટલે મહિલાઓ ઘર સંભાળવા અને બાળકો ઉછેરવામાં મચી પડી. ઔરતોનું માન ઘટ્યુ. અને પુરૂષ પ્રધાનતા શરૂ થઇ. આ લેખકડાંએ ઘડેલી વાર્તા નથી, આ કેટલાંક તજજ્ઞોનાં રીસર્ચપેપર્સ અને આર્ટીકલ્સ પરથી કાઢેલું તારણ છે.
મોટાંભાગનો સમાજ એવું માને છે કે દુનિયા સ્વાભાવિક રીતે જ પુરૂષ પ્રધાન છે, તે કદી સ્ત્રી પ્રધાન હોય જ ન શકે. સ્ત્રીનાં હાથમાં સત્તા આપો તો વહીવટ બરાબર ન ચાલે. એવું નથી. કેન્યાનાં ઉમોજાથી લઇને ચાઇનાનાં મોસૂઓ તેમજ ઇન્ડોનેશિયાનાં મિનાન્ગકાબૌથી લઇ ભારતનાં ખસી લોકો સ્ત્રીપ્રધાન છે જ.

હવે આખીરકાર બસ્સો – ત્રણસો વર્ષોથી માણસે બનાવેલી સોસાયટીમાં ઘર કરી ગયેલી અણસમજ તૂટી. દુનિયા ભરમાં ચળવળો શરૂ થઇ. આપણે ત્યાં સાવિત્રી ફૂલે, રાજા રામ મોહન રાય, ઇશ્વર ચંદ્ર વિદ્યા સાગર, મહાદેવ ગોવિંદ રાનડે જેવાં લોકોએ બાળકીને દુધ પીતી કરવી, બાળ વિવાહ, સતિપ્રથા જેવી કુપરંપરાઓને જાકારો અને વિધવા પૂનર્વિવાહ, આંતર જ્ઞાતિય લગ્ન વગેરે શરૂ કર્યુ. તો પશ્ચિમમાં પણ મહિલા તરફી સુધારાની લહેર દોડી. ડિવોર્સ પછી ભરણપોષણ વગેરે. પછી તો મહિલાનું પોતાનું પણ કંઇક અસ્તિત્વ હોય, મહિલા પોતે પોતાની મરજીથી કોઇનાં પર ડિપેન્ડન્ટ રહ્યા વગર જીવી શકે, પોતાને મનગમતુ કામ કરી શકે, ચાર દિવારી કરતા મોટા વિશ્વમાં હરીફરી શકે એ માટેનાં નિયમો ઘડાયા. અમેરીકામાં બ્રા બર્નીંગ જેવી મૂવમેન્ટ શરૂ થઇ. પહેલી વાર મહિલાને વોટ આપવાની સત્તા આપવામાં આવી. ભારતમાં પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આવ્યા.

સ્ત્રીઓ પૂરૂષોની હારોહાર ખભેખભા મિલાવી પૂરૂષોની ફિલ્ડમાં કામ કરવા લાગી. સ્ત્રીઓ પુરૂષો સાથે ચોકઠામાં ફીટ થઇ ગઇ. જો સ્ત્રીઓ ફીટ ન હોત તો કોર્પોરેટ વર્લ્ડથી લઇ ખેલજગત સુધી મહિલાઓ સ્થાન જમાવીને બેસી ન શકી હોત. કળીયુગની આ વીસમી- એકવીસમી સદી મહિલાઓ માટે સૂવર્ણ કાળ છે. મહિલાઓનાં હાથમાં સત્તા છે. અને મહિલાઓ પોતાની જવાબદારી કૂશળતાથી નિભાવી રહી છે. હસબન્ડ- વાઇફ વચ્ચે સામાજીક સમજૌતા કરતા પ્રેમ વધ્યો છે. હસબન્ડ પોતાની વાઇફ પર અને વાઇફ પોતાના હસબન્ડ પર ગર્વ લેતા થયા છે.


અને એટલે જ ‘હેલ્લારો’ અને ‘સાંઢ કી આંખ’ જેવી મહિલાપ્રધાન ફિલ્મો આપણે બીગ સ્ક્રીન પર માણી શકીએ અને એપ્રેસિએટ કરી શકીએ એટલા સમજદાર થયા છીએ.
કેટલીક ફિલ્મોનું ક્લાઇમેક્સ એવું પોએટીકલ જબરદસ્ત હોય છે કે એમ લાગે કે બહું જલ્દી પતી ગયું, હજુ ચાલ્યુ હોત. આ પાત્રને આમ કહેવું જોઇતું હતું. આ ઘટના હજુ આગળ લંબાવવાની જરૂર હતી. પણ એ જ તો છે એક સારી સિનેમાટોગ્રાફી. જે ફિલ્મનાં કેઠલાંય રીવ્યૂ વાંચ્યા હોય અને પછી એ જોવા જાવ અને એ તમારી અપેક્ષામાં ખરી ઉતરે એક ઓડકાર આપે સંતોષનો. જે તમને એ હદે જકડી રાખે કે ફિલ્મ પૂરું થાય અને કાળા – ધોળા અક્ષરો સ્ક્રીન પર છવાય તો પણ થિયેટરની સિટ છોડીને ઉભા થવાનું મન ન થાય. ફિલ્મ જોયાનાં એક – બે દિવસ સુધી તો એ ફિલ્મનાં પાત્રો મનને હલબલાવી મૂકે.

બધા લેખકોને એક સરખું જ કોરૂં કાગળ આપી દિધું હોય, પોતાની અંદર ઉત્પન્ન થતાં વિચારોને કાગળ પર મેજીક સર્જવા. બધા ડાન્સર્સને એક સરખી જ ટાઇમ ફ્રેમ મળે, ડાન્સ ફ્લોરને રીત સરની આગ લગાવવા. બધા રસોઇ કરનારને એક જ સરખા વેજીટેબલ્સ કે બીફ આપી દિધા હોય, પોતાની રસોઇને લહેજતદાર બનાવવા, બધાં ગીત લખનારને એક જ વાર્તા આપી દિધી હોય, વાર્તાને અનુરૂપ ગીત લખવા માટે. પણ બધા પોતાની પાસે રહેલાં રીસોર્સીઝ, પોતાની આવડત, પોતાની બુધ્ધી શક્તિ પ્રમાણે અલગ અલગ રંગ કામ કરે પોતાને આપેલા કેન્વાસ પર. એવી જ રીતે બધા ડાયરેક્ટર્સ પાસે એ જ બે અઢી કલાકનો જ સમય હોય પોતાની ફિલ્મ બનાવવા માટે. પણ કેટલાંક ડાયરેક્ટર્સ એવા હોય કે પોતાની પાસે રહેલા રીસોર્સીઝનો ઉપયોગ સૂંદર રીતે કરે, ટૂંકા બજેટમાં પણ એવી ફિલ્મ બનાવી નાખે કે જોનારના પૈસા વસૂલ થઇ જાય. મોં માંથી વાહ નિકળી જાય.

એ છે અભિષેક શાહની હેલ્લારો! 66માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બધી ભાષામાંથી બેસ્ટ ફિચર ફિલ્મનો ગોલ્ડન લોટસ એવોર્ડ પોતાના નામે કરનાર ગુજરાતી ફિલ્મ! ફિલ્મનો કોન્સેપ્ટ યુનિવર્સલ છે. એટલે જ કદાચ જ્યૂરીને સ્પર્શી ગયો હશે. પહેલી વાર એવું થયું કે આ લેખકડાંએ કોઇ ગુજરાતી ફિલ્મ જોઇ અને એમ ન થયું કે ગુજરાતી ફિલ્મ છે એટલે થોડુ ઘણુ આમ તેમ ચાલે.

‘હેલ્લારો’ ફિલ્મ શરૂ થાય છે. મૂછોને અંકોડા વાળતો ભાયડો કાંચમાં જોતો ઉભો છે. ખાવાનું બનાવતી પત્નીને તાવમાં કહે છે, ‘તલવાર.’ પત્નિ પહેલા પોતાનું કામ પતાવે પછી ઉભી થાય, ત્યાં તો પેલો ઇગોમય મરદ બીજી હાંકલ પાડે છે, ‘સાંભળે છે કે બેરી થઇ ગઇ છે, તલવાર દે, જલ્દી.’ તલવાર પેલા ભાયડાની બાજૂમાં જ પડેલી છે છતાંય તે લઇ શક્તો નથી. ઘણાનાં ઘરમાં આ જ ઘટના બનતી હોય છે. ભાયડો ખાવા બેસવાનો હોય ત્યારે પત્ની ઘરકામમાંથી ઉંચી આવતી ન હોય થાળી આપવામાં થોડું મોડુ થાય, ત્યાં તો ઘરનો સોકોલ્ડ મરદ ઘર આખું માથે લે. પોતે ગાડીની ચાવી ક્યાંક મૂકી દે અને પત્ની પર રાડો નાંખે. બધુ પોતાના સમયે મળી જવું જોઇએ. કોઇક વસ્તુ આપવામાં જરાક મોડું થાય આમતેમ થાય એટલે મેલ ઇગો હર્ટ થઇ જાય.

સમય બદલાય એમ જાતમાં પરિવર્તન પણ આવવું જોઇએ. રોજ જે સ્ત્રી જોડે રહેતા હોઇએ એ સ્ત્રીને આપણે બહેતર ન સમજીએ તો બીજું કોણ સમજે?! પોતાની પત્ની, દિકરી કે ઘરની કોઇ પણ સ્ત્રીને સમજવા મરદનાં બાવડાં નહીં પણ લાગણી વાળી આંખો જોઇએ. એવું નથી મર્દાનગી ખાલી ઘર બહાર કામ કરવામાં જ છે. અને બહાર કામ કરી ઘરે આવેલો પુરૂષ જ થાકી જાય એવું નથી હોતું. પોતાના જ ઘરમાં કપડાં-વાસણ-રાંધણ પૈસા વગરની નોકરી પણ એટલું જ થકવી નાંખે. ખાલી એક દિવસ ઘરનું કામ કરી જોજો. બધો દંભ ધૂળમાં ખાક થઇ જશે.

કટ ટુ નેકસ્ટ. હવે ભાયડો તલવાર લઇને ઘર બહાર ગરબા રમવા નિકળતો હોય છે, ત્યારે તેની દિકરી ટહૂકો કરે છે, ‘બાપૂ, હું હાલુ તમારી ભેગી?!’ અને તેની માઁ તેનો હાથ પકડી બેસાડી દે છે, ‘સીતા, ખાઇ લે મૂંગી મૂંગી છોડીઓથી ન જવાય.’ દિકરી ઉવાચ, ‘પણ, કેમ?!’ દિકરીનાં બાપા તાડૂકે છે , ‘છોકરીઓથી સવાલેય ના પૂછાય, સમજાવી દે જે એને.’ માઁ એની દિકરીને ચૂપ કરાવી દે છે અને ભાયડો પોતાના દિકરાને લઇને ગરબા રમવા નિકળી પડે છે.
કટ ટુ અધર સીન. બહાર ગરબા ચાલે છે. દિકરી એની માઁને પૂછે છે, ‘ બા, આપડાથી ગરબા કેમ નો રમાય?!’ માઁ તેની દિકરી સાથે નજર ન મિલાવવા માંગતી હોય ક્યાંક બીજે નજર નાંખી દે છે.’ દિકરી પાછો સવાલ ઉઠાવે છે, ‘તને મન નથી થતું ગરબા રમવાનું?!’ માઁ નજર ફરી દિકરી પર લાવતા. ,‘સૂઇ જા.’

આર્ટીકલ 15 જેવી ફિલ્મ આવે એટલે ગોકીરો શરૂ થાય કે હવે આટલું બધુ જાતી- ધર્મનું નથી રહ્યુ બધા સમજણા થયા છે, કે પછી સૈરાટ વખતે પણ જનતા ગાણુ ગાવા લાગે કે હવે આંતર જ્ઞાતિય લવ લગ્ન છૂટથી થાય છે. એવી રીતે હેલ્લારો આવ્યુ અને એ જ રાડો શરૂ થઇ કે હવે આવું નથી રહ્યુ. દિકરીઓ છૂટથી ફરી શકે છે અને સ્ત્રીઓને છૂટછાટ મળે છે. ખરેખર?! ઉપર ઉપરથી બધું સુધરીને સુગંધીત થયુ છે, પણ હજુ નીચલા સ્તરોમાં એ જ ગંધારૂં બધું ખદબદી રહ્યુ છે.

હજુ કેટલાં ઘરોમાં દિકરીને ભણતર પૂરૂં કરવાની છૂટ છે?! દિકરો લવમેરેજ કરે તો વધાવતા ઘરોમાં દિકરી પોતાના નક્કી કરેલા પ્રેમ સાથે લવમેરેજ કરી શકે છે?! દિકરો મોડી રાત સુધી ફ્રેન્ડ સાથે પાર્ટી કરતો બેસે તો કોઇ વાંધો નથી. પણ દિકરીને કોઇ ફ્રેન્ડનાં લગ્નમાંથી આવવાનું મોડું થાય અને ઉધડો લઇ લેવામાં આવે છે. શું દિકરી બહાર નિકળે તો તેની સાથે ન થવાનું થઇ જાય. તો દિકરો બહાર નિકળે તો ન થવાનું ન કરી શકે?! કેટલાં ઘરમાં દિકરાની સાથે દિકરી પણ પોતાને મનપસંદ કપડાં પહેરી છૂટથી હરીફરી શકે છે?! હેલ્લારોમાં આવે છે એમ ‘ભૂજ – અંજારમાં તો બૈરાઓ પીચ્ચર જોવા જાય છે.’ હજુ કેટલી છોકરીઓ છૂટથી ફિલ્લમ જોવા થિયેટરોમાં જઇ શકે છે?

હજુ રીશ્વત આપી જન્મ પહેલા ગર્ભ જોવાય જ છે. જો બધા સમજણા થયા હોય તો આમ જ કંઇ જન્મ પહેલા દિકરી છે કે દિકરો એ જોવા પર બેન નથી મૂકાયો! હજુ મેન્ટ્રુએશન પર ખુલ્લેઆમ નથી બોલાતું. હજુ માસિક ધર્મ વખતે અલગ અલગ જગ્યાએ સ્ત્રીઓ માટે અલગ અલગ કુરિવાજો છે જ. હજુ ઘરવાળીને આધુનિકા સમજવાને બદલે કામવાળી સમજતો સમાજનો એક હિસ્સો છે જ. અમથા કંઇ ન્યૂઝ પેપરમાં ડોમેસ્ટીક વાયોલન્સનાં કિસ્સા નથી ચમકતા!

સ્ત્રી! છાતીનાં ઉભાર પર ઝૂલતાં બે સ્તન બસ? સ્વીટ અવાજ બસ? અબળા નારી, ઝૂકેલી પાંપણને શરમનાં શેરડાં, ટોઇંગ ટોઇંગ થતી ચાલ બસ? ચાર દિવારીમાં કેદ બચ્ચા પેદા કરવાનું સાધન બસ?! જી ના. સ્ત્રી પણ એક માણસ છે. એને પણ ઇન્દ્રીયો છે. એને પણ દિમાગ છે. એ પણ વિચારી શકે છે. એ પણ વિસ્તરી શકે છે. એને પણ કલ્પના છે. એના પણ સપના છે. એને પણ અવાજ છે. એ પણ મરદ છે. એ પણ કઠણ છે. બીજાંનાં ઘરે પોતાના ભૂતકાળનું ગળુ દબાવી જવુ એ કંઇ મર્દાનગીથી કમ નથી. એ નરમ પણ છે. અને જ્યારે ઘૂટન અસહ્ય બની જાય, ત્યારે કઠ્ઠણ પોલાદ પણ બની શકે છે. એ આસપાસનાં બધાને પલાળતો વહાલનો દરીયો છે, તો દૂષ્ટનો સર્વનાશ કરતી દૂર્ગા પણ છે.

સ્ત્રી એક અરીસો છે. પારદર્શી છે. જેમાં તમે તમારૂં પ્રતિબિંબ જોઇ શકો છો. એક ઔરતની અંદર તમે અલગ અલગ રૂપે હોવ છો. જેટલાં પ્યારથી તમે એ અરીસાને સાફ કરો. એટલું જ ઉજળું પ્રતિબીંબ પડે. તમારી છબી એની શરમમાં હોય. જ્યાં સુધી તમે એને ન તોડો ત્યાં સુધી ઠીક. પણ જે દિવસે તૂટી એ દિવસથી તમે લાખ કોશિશ કરો તો પણ તમેતમારી છબી એ અરીસામાં જોઇ ન શકો. બસ હાથ આવે તો ટૂંકડાં કાંચનાં. હાથમાં વાગે એવાં.
માણસ માત્ર ફ્રીડમને પાત્ર. જે અવનવુ ક્રિએટીવ વિચારી શકે. એ હંમેશાં લિબર્ટીની માંગ કરે જ. માણસને પોતાનાં જીવનમાં સ્વતંત્રતા વહાલી હોય જ. આમ જ કંઇ કેટલાંયે જાન નથી આપી દિધા ભારતને સ્વતંત્ર બનાવવા. આધુનિકા સ્ત્રી અને સ્ત્રીઓની સ્વતંત્રતાની પાંખો કાપી નાંખતા સમાજ વચ્ચે હેલ્લારો દંગલ છે. છોકરીઓને અબળા ગણી તેને ગોંધી રાખવા મથતા મહિષાસુરો સામે ભરાવાતા શિંગડા છે.

હેલ્લારોમાં આવે છે એમ ‘અમૂક ભાયડાઓને માવડી અસ્ત્રી જેવા કાળજા આપે.’ જે સ્ત્રીની નજરે પણ જોઇ શકે. જેનાં બાવડામાં જોર તો હોય જ. પણ આંખોમાં કરૂણા-દયા-મમતાનું પાણી હોય. આપણા ભગવાનેય ફેમિનાઇન હતા ભગલા જેવા જ. શંકર પાર્વતિને પગ પાસે નહીં પણ પોતાને બરાબર રાખે. તો કૃષ્ણ તો પ્રેમ પણ કરે અને ચીર પણ પૂરે. કદાચ એટલે જ દુનિયા ટકી છે. આવા ભાયડાઓને લીધે.

કટ ટુ અધર સીન. પાણી ભરવા ગયેલી સ્ત્રીઓ એક ઢોલીને મરણતોલ હાલતમાં ફસડાઇ પડેલો જુએ. બધી મહિલાઓ રિવાજનાં બીકે પરપુરૂષને પાણી પિવરાવવા અચકાય. પણ એક નિડર નારી સાત ચોપડી ભણેલી મંજરી મરતા માણસને બચાવવા બધા નિયમોની બેડી કાપી માણસને પાણી પાય. પાવરફૂલ સીન.

કટ ટુ નેકસ્ટ. ઢોલી જ્યારે પહેલી વાર ઢોલ પર દાંડી પછાડે અને નિડર મંજરી પોતાને ગમતા ગરબાનો ઉત્સાહથી હેલ્લારો શરૂ કરે. પણ બાકીની સ્ત્રીઓ મંજરીને જૂએ, ધીમે ધીમે અચકાતા પગલે તાળીઓ પાડી ઠેસ લેવાનું શરૂ કરે. કોઇને પુરૂષ પ્રધાન સમાજની બીક તો કોઇ માતાજીનાં પાપનો ડર લાગતો હોય, કોઇ અચરજથી તો કોઇ નવુ સિખવાની લ્હાયમાં થોડા સમય માટે મૂક્ત થઇ જાય. મોં પર સ્માઇલ રેલાય જાય. આહ. શું સીન છે. મરવાની બીકે જીવવાનું થોડુ છોડાય?

ગરબા તો બે ઘડીની મોકળાશ છે. ફ્રિડમનું સેલિબ્રેશન છે. એ કંઇ ચિત્ર નથી કે વસ્તુ નથી. એ તો માત્ર નૃત્ય છે. જે થોડા સમય બાદ પૂર્ણ થઇ જાય પછી કંઇ ઠોસ રહેતુ નથી. બસ રહે છે તો એક આત્મોની ખૂશી. રહે છે તો બસ ગાર્ડન ગાર્ડન થઇ ગયેલું હૈયુ. જેમ કોઇ ચિત્રકાર પોતાનાં ચિત્રમાં તલ્લીન હોય, કોઇ વૈજ્ઞાનિક પોતાની શોધમાં ગરકાવ હોય. કોઇ સંગીતકાર સંગીત વગાડે ત્યાં સુધી જાણે કોઇ ગેબી શક્તિ એનાં પર હાવી હોય એવું લાગે. તેવી જ રીતે ગરબા કરતી હરેક વ્યક્તિ જાણે પોતાની અંદર ખોવાઇ ગયેલી હોય એવું લાગે. એક અજીબ ખૂશી દિલમાં પ્રગટતી હોય એવું લાગે.

જાણે ઢોલ પર દાંડી પડે કે ડીજે પર ગરબા બીટ્સ વાગે એટલે દિલને એક ધક્કો મળે ઇન્સ્પિરેશન મળે. નાચવા કૂદવાનું. પગ પતંગિયું અને હૈયુ હિમાલય. તાળી પડે અને અંદર તાંડવ ઉઠે. ગર્વ થાય. જેમ આપણે ગમતુ કરતા હોઇએ અને સપનાનો ઢોલ દિલમાં થડકારા લેતો હોય એમ સ્તો. ‘ઠેક્યા મેં થોરિયા, ને ઠેકી મેં વાડ, ઠેક્યા તેં દીધેલા ઉંચેરા પહાડ, મારા હૈયા ના ઝાડવા ની રેત ઠેકી મેં ઠોકર, ને ઠેકી મને ઢીક, ઠેકી તેં દોધેલી ઊંડેરી રીત, હે… મારા હૈયા ના ઝાડવા ની રેત’

ફિલ્મમાં ગરબા સ્ત્રીઓ ન કરે એવો રિવાજ છે. પણ આપણે ત્યાં તો આવો કોઇ રિવાજ છે જ નહીં છતાંય નવરાત્રી આવે અને નવજુવાનીયાઓ પર માછલા ધોવાના ચાલુ થઇ જાય છે. ગરબા તો સ્ત્રીઓ માટે છે. છતાંય હજુ કેટલાંય ઘરોમાં છોકરીઓને પોતાની જાત શણગારી ગરબા નાઇટ્સમાં ડાંડિયા બીટ્સનાં તાલે જૂમવાની મોકળાશ નથી મળતી. અરે ગરબા દાંડિયા લેતી કોઇ પણ વ્યક્તિ જાણે અજાણે પોતાના અંતરાત્મા સાથે કનેક્ટ જ હોય છે.
ફિલ્મમાં રણને અંદર અને બહાર બધુ જ ભેંકારનાં અર્થમાં દર્શાવ્યું છે. ખારા પવનના સુસવાટા..! ને મૂંગા ભૂંગાના સન્નાટા..! તો કટોકટીને સ્ત્રીઓની ગુલામી સાથે સરખાવ્યું છે. ટ્રેઇલર જોયા પછી ફિલ્મમાં કંઇ નવુ નથી. આખી વાર્તા પ્રેડિક્ટીબલ છે.

પણ ફિલ્મનાં મૂખ્ય પાસાંમાં એક છે ડાયલોગ્સ. લેખક પ્રતિક ગુપ્તા અને સૌમ્ય જોષીએ જેમ રત્નકલાકાર હીરાને તરાશે એમ શબ્દોને તરાશી એકદમ બારીક વર્ક કર્યુ છે. ‘બાયડી ના ગામની હોય, ના શે’રની, બાયડી તો એના ધણીની જ હોય.’, ‘દોઢ વર્ષે પવન અડેને તો ઘેલા જ થઈ જવાય, મડદાંને દોઢ વર્ષે ખબર પડી છે કે એ જીવતું છે, અટાણે એને જોશથી હસવુંય છે ને જોશથી રડવુંય છે.’,‘નિયમો એમનાને રમતોય એમની, એના ભાગ નહિ બનવાનું. ભોગ બન્યા એટલું ઘણુંય છે.’, ‘આપણે અહીંયા બૈરાથી પૈસા ન કમવાય, પૈસા કમાઈએ તો બાયડી બજારમાં આવી ગઈ કે’વાય.’, ‘ગરબાના બદલામાં તો આખું રાજપાટ આપી દઉં. પણ મારી પાસે છે નઈ..!’, ‘તમારા ઢોલના તાલ પર તાળી આપીએને એટલો વખત એમ થાય કે જીવતા છીએ.. બાકી તો મરેલા જ હોઈએ છીએ.’

અને એનાં સૌમ્ય જોષીએ લખેલા ગીતનાં શબ્દોય મોતી. ‘સપના વિનાની રાત’ જેવું આલાતરીન રૂદનનું હાલરડું અને ‘સજ્જડબમ પાંજરૂં પહોળું થયું.’ તો મેહુલ સુરતીએ કમ્પોઝ કરેલું ફિલ્મનું સંગીત પણ સ-રસ છે. જાણે એ સમયનું જ સંગીત હોય. આધુનિક અને જૂનાં સંગીતનો કોમ્બો. જો આશિકી અને લાલા લેન્ડથી લઇ ખામોશિયાં, ફ્રોજન જેવા ફિલ્મો ગીત માટે જોવાય તો આ ફિલ્મ પણ ગરબા માટે જોઇ જ શકાય. ગરબામાં જ પૈસા વસૂલ કરાવી દે છે.

હેલ્લારો લાજવાબ છે. પણ એ સંપૂર્ણ નથી. એમાં પેલા લેયર્સ ઘટે છે વાર્તાનાં. વાર્તા થોડી સિમ્પલને બદલે થોડાં વધુ પાર્ટમાં વહેંચાઇ હોત તો મજા પડત. પેલા ઢોલીની વાર્તામાં થોડુંક મીઠું મરચુ ભભરાવી લહેજતદાર બનાવી શકાત. ક્લાઇમેક્સ સારો છે. પણ શરૂઆત થોડી ખૂટે છે. હજુ થોડું વધારે બતાવી શકાયુ હોત.

ખેર, ગુજરાતી મૂવી રાષ્ટ્રીય સ્તરે નામ કમાય એ જ આપણાં માટે હેલ્લારો છે. અભિષેક જૈનથી શરૂ થયેલો અને હવે અભિષેક શાહ સુધી પહોંચેલો આ હેલ્લારો ઉભો ન રહેવો જોઇએ બસ. સિમાડા વટાવતો આગળને આગળ વધતો જ રહેવો જોઇએ. અને ગુજરાતી ફિલ્મોની સપના વિનાની રાતનાં સજ્જડબંધ પાંજરાને પહોળો કરતો જ રહેવો જોઇએ.

લાસ્ટ શોટ :-

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !
મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !

પૂછી જોજો કોઈ ગુલામને,
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગળ જે દિને ;

એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ શી અહો સુખની ઘડી,
એની આંખ લાલમલાવ છાતીમાં છોળો છલકાઈ પડી.

એને ભાન મુક્તિતણું થયું,
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું,
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું,

એના મસ્તકે નમવાનું ભૂલી આભ શું માંડી આંખડી,
એની ઊર્મિ રાંક મટી રૂડા જગબાગમાં રમવા ચડી.

પડું કેદખાનાંને ઓરડે,
લટકુંયે ફાંસીને દોરડે,
લાખો ગોળી તોપતણી ગડે;

તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !

– ઝવેરચંદ મેઘાણી

બાજીઓ હારી હશે, હિંમત હારી નથી, શરૂ કરી દિધી છે ફરી તૈયારી…

સંકટ ભરેલી જિંદગીથી હારનારો હું નથી, સાગર ડૂબાડી દે મને, તેવો કિનારો હું નથી;

મારે સદા અજવાળવા, અંધાર ઘેર્યા પંથ સૌ, ચમકી અને તૂટી પડે, તેવો સિતારો હું નથી.

રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ,
કાં તો સ્કુલમાં, કાં ટયુશનમાં, કાં ટેન્શનમાં રહીએ.
નથી એકલા પાસ થવાનું ટકા જોઈએ મોટા,
નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા.
એચ ટુ ઓને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ ?
રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ.
થાકું, ઊંઘું, જાગું ત્યાં તો સામે આવે બોર્ડ,
હોઉં રેસનો ઘોડો જાણે એમ લગાવું દોડ,
પ્રવાસ ચાલુ થાય નહીં એ પહેલા હાંફી જઈએ
રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઇએ.
રામ,કૃષ્ણ કે અર્જુન પણ ક્યાં દેતા રોજ પરીક્ષા ?
એના પપ્પા ક’દિ માંગતા એડમીશનની ભિક્ષા ?
કોની છે આ સિસ્ટમ જેમાં અમે ફસાયા છઈએ.
રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ.

કૃષ્ણ દવે કાકા પાસે વર્તમાન સમસ્યાઓને કવિતાનાં રંગોમાં રગદોળવાની સરસ હથોટી છે, જાણે ક્યાંક કોઇ ઘટના બને અને તેમનાં હદયમાંથી કવિતા ઉત્પન્ન થાય. ઉપરની કવિતામાં એક સ્ટૂડન્ટની મનોદશાને સચોટ રીતે રજૂ કરી દીધી છે.

દર વર્ષે કેટકેટલી પરીક્ષાઓનાં પરીણામો બોર્ડની બજારમાં મૂકાય. એ વન – એ ટુ, ઊંચા પરીણામોનાં રાફડા ફાટે. છોકરાઓ ગોખી ગોખીને અધધધ માર્ક્સનાં ઢગલા લઇને આવે. તેજસ્વી તારલાઓનાં ફોટા સ્કૂલોની દિવાલો, ટ્યૂશનનોનાં નોટીસ બોર્ડથી લઇ રોડ સાઇડ બેનરોમાં ઝળહળે. દર વર્ષે માર્ક્સ-ટકાંનાં નવા નવા રેકોર્ડ સર્જાય. તો પછી જીનિયસ બ્રેઇન કેમ નથી દેખાતા? નોબલ પ્રાઇઝની ઇમારતો કેમ ઉભી નથી થતી?! શાળા, કોલેજો, ઓફિસો, ઇન્ડસ્ત્રીઝમાં પ્રતિભાની ધક્કામૂક્કી કેમ નથી થતી?! આ દેશમાં ઇન્વેન્શનનાં કોપીરાઇટ્સની કતાર કેમ નથી લાગી જતી?! શિક્ષકો સ્ટારની અદામાં ઓટોગ્રાફ સાઇન કરતાં કેમ નથી જોવા મળતા?! લોકોની આંખોમાં ક્યૂરીયોસીટીની સરીતા કેમ નથી દેખાતી?!

ક્યોંકી એજ્યૂકેશન છે જ નહીં. ઘડતરની પ્રક્રિયા થતી જ નથી. સંસ્કારનું નિરૂપણ થતું જ નથી. નહીંતર તો જેમ એક પ્લસ એક બે થાય, એમ કચરો કચરા પેટીમાં જ નંખાય ને ડ્રાઇવિંગ સેફ્ટીને માન અપાય અને દીકરી કે માતા જાનવર નથી. ઇન્સાન છે, એને બળાત્કાર કરી ચૂંથી ન નંખાય એ ભાન આ ભારત વર્ષનાં નાગરીકોની નસોમાં વહેવું જોઇએ. જો એક પછી બે આવે એ યાદ રહે તો રસ્તાની ડાબી બાજુએ વાહન હંકારાય એ કેમ ભૂલાઇ જાય.

બસ વધે છે તો એજ્યૂકેશનનો બિઝનેસ. કેવો જબરદસ્ત ધીકતો ધંધો છે ભણતરનો. બાળક ઉગીને ઉભું થતુ હોય ત્યારથી નર્સરી શરૂં. હજુ તો બાળક પોતાની મેળે મૂક્ત મને રમતુ નથી થયુ ત્યાં કોઇ ટીચર એને રમાડે?! હીહીહી. હાસ્યાસ્પદ છે. એમાંય ચોપડાંનાં થોથાં, સ્ટેશનરી, યૂનિફોર્મ તો અલગ. છોકરૂં પહેલા ધોરણમાં હોય ત્યારથી જ સ્કૂલ ટ્યૂશન ચાલુ થાય કે છેક કોલેજ સુધી. એમાંય ફૂલ ડે સ્કૂલો ફાઇવ સ્ટાર હોટલો જેવી બનાવી પૈસા બનાવવાનો રીતસરનો બિઝનેસ ધમધમે છે. અને હવે તો દસમાં બારમાં પછીની બોર્ડની પરીક્ષાની સાથે એન્ટ્રન્સ એક્ઝામ્સનો પાર નથી. બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા તો બીજી સ્પર્ધાત્મક એક્ઝામ્સ જેઇઇ, ગેટ, કેટ, યૂપીએસસી, જીપીએસસી વગેરે જેવી એક્ઝામ્સની તૈયારીનો ધંધો પૂરજોશમાં ચાલે છે. સંચાલકો અબજો પતિ થઇ ગયા છે. રીતસરની રેસ ચાલે છે. અમારાં ઇન્સ્ટીટ્યૂટમાંથી આટલા ટોપર્સ અને અમારી સ્કૂલમાંથી આટલા એ વન પેદા થયા છે એ માટેની ચડસાચડસીનાં હવાઇ મહેલ બંધાઇ છે. કોટાની હાઇપ્રોફાઇલ પ્રેશરાઇઝ્ડ ફેક્ટરી તો જગવિખ્યાત છે.

અને આનો ભોગ બને છે મધ્યમ વર્ગીય એવરેજ સ્ટૂડન્ટ્સનાં મા-બાપ. ઇન્કમ કરતા ફી વધારે હોઇ બેન્ક પાસેથી લોન લઇ પોતાનાં ચિરંજીવ કુમાર – કુમારીઓ માટે એડમિશનની વ્યવસ્થા તો કરી નાંખે. પણ પછી લોનનાં પૂરા પૈસા તો ઠીક વ્યાજ પણ પૂરૂં ભરી શક્તા નથી.
અને આ બધુ પ્રેશર આવે કાચી ઉંમરનાં જુવાનીયાઓ પર. કેવું ખતરનાક પ્રેશર!!! પરીક્ષાની અગાઉની ક્ષણોમાં કે પરીક્ષાનાં પરીણામ વખતનું પ્રેશર હાંજાં ગગડાવી દે- હાથ પગ ધ્રૂજાવી દે એવું દબાણ, કોઇએ નાક- મોં – હાથ- પગ બાંધી પાણીમાં પાડી દિધા હોય એવો મૂંઝારો, લાખો ટનનો પહાડ માથા પર હોય અને રેસમાં ભાગવાનું હોય એવું ઘૂટન.

મા – બાપની અપેક્ષાઓનું ટેન્શન, જેમ કોઇ નવો મોબાઇલ ફોન બજારમાં લોન્ચ થયો હોય અને તજજ્ઞો જૂના અને નવા મોડલને કમ્પેર કરે એમ મા-બાપ અને સોસાયટી દ્વારા થતાં કમ્પેરીઝનનું ટેન્શન, ભણવાનું શરૂ કરે એ પહેલાં સારી કોલેજમાં એડમિશન લઇ સારી કંપનીમાં જોબ મેળવી ઘરની ભૂખ ભાંગવાનું ટેન્શન. અને આવા અઢળક ટેન્શનમાંથી પસાર થયેલો કાચી ઉંમરનો ટીનેજર દરરોજ સવારે પોતાની જાત માટે લડતો હોય ત્યારે સાક્ષાત લડવૈયો રણમેદાનમાં કેટલાંય ઘાવ શરીરમાં લઇ સર્વાઇવલ માટે ઝઝૂમતો હોય એવો લાગે. નાનું બાળક જ્યારે સવારમાં સ્કૂલે જતું હોય ત્યારે કેવું મસ્ત મજ્જાનું ખૂશમિજાજી તૈયાર થઇ સ્કૂલે જતું હોય અને જેવું સાંજ પડે ઘર ભણી આવે એટલું સાવ કરમાઇ ગયેલું લાગે. મા-બાપ અને દીકરાંઓનાં સપનાઓ પર આગ ફરી જાય અને રાખ સતત અને સખત ઉડ્યા કરે મનનાં આકાશમાં.

બાળક પહેલાથી નવમાં ધોરણ સુધી ભણે ત્યાં સુધી ટ્યૂશન, સ્કૂલ, લેશનની માથાકૂટમાં થાકી ગયુ હોય. રમવાનો સમય ન હોય. ત્યાં તો આવી જાય દસ બોર્ડ. છોકરો રીવીઝન કરી શકે એ માટે સ્કૂલો અને ટ્યૂશન ક્લાસીસમાં અઠવાડીયે અઠવાડીયે ગોઠવવામાં આવતી પરીક્ષા અગિયાર-બાર સાયન્સ – કોમર્સમાં દિવસે દિવસે લેવાવા માંડે. સો-સો વિદ્યાર્થીઓનાં ક્લાસમાં બધા વિદ્યાર્થીઓની ગ્રહણ શક્તિ અલગ જ હોવાની. કોઇને ગ્રહણ ન થતું હોય, કોઇને ગોખણ પટ્ટી કરવાની ઇચ્છા ન હોય. ત્યારે શિક્ષકોની ફરજ બને કે ક્રિએટીવલી બાળકોને ભણવામાં રસ પાડવા તરફ વાળવું પણ તેની જગ્યાએ ઓછા માર્ક્સ વાળાં નાનાં હાથોમાં મોટા પરપોટા પકડતા છોકરાંનું ટોર્ચરીંગ શરૂ થાય. વાલી બોલાવાય. મોબાઇલ મૈસેજનાં બોમ્બ ફૂટે. તમારો છોકરો નાદાન છે. એને ભણવું જ નથી. ગમે તેટલું ભણાવીએ પણ એ ધ્યાન જ નથી આપતોની કાગારોળ શિક્ષકો તરફથી વાલીઓનાં કાનમાં પહોંચાડવામાં આવે. અને પછી વાલીઓ છોકરાનો ઉધડો લે. અને બાળક કાં નાની ઉંમરે કચડાઇને આત્મ હત્યાનો સહારો લે , કે પછી બેબસ લાચાર બની પોતાની મોજ મસ્તીને શરીરમાં ઢબૂરી એકલી રૂમમાં રડી કકળી મમ્મી-પપ્પાનાં સો કોલ્ડ ગર્વને ઉંચુ કરવામાં પોતે થોથાંઓનાં વજનતળે ધસતો જાય. એક અંદાજ પ્રમાણે ભારતમાં દર કલાકે એક સ્ટૂડન્ટ સ્યૂસાઇડ કરે છે.

ભારત ત્રણ હિસ્સામાં વહેંચાયેલું છે. એક ઉચ્ચ ધનવાન વર્ગ. જેનાં બાળકો પરીક્ષા દેતા પહેલા જ પ્લસમાં ચાલતા હોય. સારાં શિક્ષકો, ઉંચા કોચિંગ ક્લાસ, સારાં વર્ગો, ફીનું ઓછું ટેન્શન, સારી સુવિધાઓ વગેર. બીજાં આવે મધ્યમ વર્ગ. જે પોતાના બાળકોને ભણાવવા માટે ગમે તેમ કરીને રાત દિવસ એક કરીને તનતોડ મહેનત મજૂરી કરે અને બાળકોને પોતાનાથી થાય એવી શૈક્ષણિક સુવિધાઓ આપવાની કોશિશ કરે. અને ત્રીજો છે સૌથી નીચલો વર્ગ. જે ખૂબ ગરીબ છે, બસ દિન રાત બાવડા સાંથળ મગજની નસ ફાટી જાય એટલી મહેનત મજૂરી કરે છે. પણ પોતાના બાળકોને ઉંચા ધોરણોમાં સારૂં કોચિંગ, સારૂં શિક્ષણ તો દૂર નીચલા ધોરણોમાં પણ ભણાવી શકે એમ નથી. પરીક્ષા દેતા પહેલા જ એમની ગાડી માઇનસમાં ચાલે છે. અહીંયાં ભાગ્યે જ કોઇ જમીન ફાડીને જાતે બહાર નિકળે, અથવા કોઇકનો સપોર્ટ મળે અને લાંબો ઠેકડો મારે. બાકી ઉચ્ચ અને નિચલું હિન્દુસ્તાન સાવ અલગ જ રહે.

ત્યારે કોઇ ‘સૂપર-30’નો મેથેમેટીશ્યન આનંદ કૂમાર બીબું તોડીને બહાર આવે અને ગરીબ બાળકોને મફત શિક્ષણ આપે. જેનાં પર ફિલ્મ બને અને બીગ સ્ક્રીન પર હીટ જાય એટલે લાઇમ લાઇટમાં આવે. પણ એમનાં પર પણ આક્ષેપ તો થાય જ કે તે પણ ટેબલ નીચેથી પૈસા કાઢે છે કે તેનાં 30માંથી માંડ ચાર પાંચ બાળકો આઇઆઇટી-જીની એક્ઝામમાં પાસ થયા છે. તે રાજસ્થાન કોટાનાં કે બીજી ઇન્સ્ટીટયુટનાં ટોપર્સને પોતાના કોચિંગનાં ગણાવે છે વગેરે.

શું સાચુ શું ખોટું એ તો એ બધાં જાણે. પણ એટલીસ્ટ આનંદ કુમારે દિવાલ તો તોડી. ગરીબ બાળકોને પથ્થરમાંથી તાંબુ પિત્તળ હીરા બનાવવાની કોશિશ તો કરી. પોતાનો પ્રચાર કર્યો કે પોતે ગરીબ બાળકોને ભણાવે છે. આ એક સારી વાત છે. કારણકે ભારતમાં આની જ તો કમી છે. જે નેગેટીવ છે એનો પ્રચાર છાપરે ચડશે પણ જે પોઝીટીવ છે એ તળીયે જ રહી જશે. એવું નથી કે એમનાં પર માત્ર સૂપર-30 જ બની છે. 2009માં ડિસ્કવરી ચેનલે તેનાં પર એક કલાક લાંબો પ્રોગ્રામ તૈયાર કર્યો જ છે. ટાઇમ મેગેજીનથી લઇ ન્યૂ યોર્ક ટાઇમ્સ સુધી તેનું નામ અખબારોનાં પાને ઝળહળ્યુ જ છે.

સૂપર – 30નું એ પાસું એ પણ છે કે તે ગણીત જેવા ટફ વિષયને કેવી રીતે હળવા ફૂલ રીતે ભણાવવુ એ દર્શાવે છે. ભારતમાં એ જ તો કમી છે. શિક્ષક પાઠ્ય પૂસ્તકનાં થોથાંનું ભણાવીને જતો રહે. શિક્ષકને એક તો પગાર ઓછો મળે અને ઇજ્જત ઓછી મળે એટલે ભણાવવાની મજા હોય એ ય જતી રહે. એટલે ક્રિએટીવ શિક્ષક પણ ક્રિએટીવલી ન ભણાવે. વિદ્યાર્થી શિક્ષક સાથે કનેક્ટ જ ન થાય. એ જ ગોખણ પટ્ટીનાં ગોરખ ગોઠવણ ચાલુ રહે.

ક્વિન જેવી શાનદાર ફિલ્મ બનાવનાર મીટૂમાં અટવાયેલા વિકાસ બહલે આ ફિલ્મને પણ એકદમ ઢાંસું સ્ટ્રોંગ બનાવી. ફિલ્મનાં હ્યૂતિક રોશન ઉર્ફ આનંદ કૂમારને ઓક્સફર્ડ જેવી માતબર કોલેજમાં એડમિશન મળ્યુ, ત્યાં જવાના પૈસા ન હતા. કોચિંગ જોઇન કર્યુ. પૈસા કમાતા કમાતા ખ્યાલ આવ્યો કે મારી જેવા બીજાં કેટલાંય હશે ગરીબ. અને ફ્રી ટ્યૂશન શરૂ કર્યુ. ફિલ્મનાં ડાયલોગ્સ પણ રાજા કા બેટા રાજા નહીં જો હકદાર હોગા વહી બનેગા. ના કોઇ ભેદભાવ, ના કોઇ જાતિ-ધર્મ ભેદ. વાહ.

પણ પછી ‘આર્ટીકલ પંદર’ ફિલ્મનો પેલો ડાયલોગ ક્યાંક દિલમાં કણાની જેમ ખટકે કે ‘રાજા બનાવવા જ શાં માટે?!’ એવું કેમ નહીં કે અવ્વલતાનાં ક્રમો આપવા કરતા ભણતરની સફર મોજ મસ્તીથી માણવામાં આવે. એવું કેમ નહીં કે વિકરાળ પરીક્ષાનાં અંતિમ મૂકામની નહીં પણ ત્યાં સુધીની જીંદગીની સુહાની સફરની વાત માંડવામાં આવે. વાત સ્કૂલ-કોલેજની એક્ઝામ્સની નહીં પણ લાઇફની એક્ઝામમાં કેવીરીતે પાસ થવું તેનાં પર કરવામાં આવે, નિષ્ફળ થયા પછીની તૈયારીની આવે.

‘દંગલ’નાં ડાયરેક્ટર નિતેશ તિવારીએ વિકાસ બહલ સાથે 2011માં જક્કાસ ‘ચિલ્લર પાર્ટી’ બનાવી. પછી બંનેનાં રૂટ્સ અલગ થયા, બંને એ અલગ અલગ ફિલ્મો બનાવી. પણ હાર્દ તો એ જ માનવ મૂલ્યો, શિક્ષણ, રોજીંદા જીંદગીનાં પાત્રો પર ફિલ્માવાતી વાર્તાઓ.

જ્યાંથી સૂપર 30 પૂરી થાય ત્યાંથી નિતેશ તિવારીની ફાઇવ પોઇન્ટ સમવન યાની કી થ્રી ઇડીયટ્સ અને છેલ્લા દિવસનાં સુભગ સમન્વય જેવી ‘છીછોરે’ શરૂ થાય. ભણવું એટલે માત્ર એક્ઝામ્સની તૈયારી કે પર્સન્ટેજનાં નંબર્સ પર વિજય મેળવવાની ગાથા જ નથી. બીજું ઘણું બધું છે.

જીંદગી રેસ નથી. જીંદગી તો સફર હૈં સુહાના, યહા કલ ક્યા હોગા કિસને જાના. સ્કૂલ કોલેજ લાઇફમાં માત્ર ભણતર જ ન હોય, તેમાં દોસ્ત સાથે વિતાવેલી ખટમધૂરી યાદો પણ હોય, કોઇ સુંવાળી સુકન્યાની માથાંનાં વાળને આંકડીયા વાળતી ધીમે ધીમે પસરતી આંગળીઓ પણ હોય, હોસ્ટેલની ધીંગા મસ્તી, શોર શરાબા પણ હોય ને નાઇટ આઉટનું તોફાની ટોળટપ્પા પણ હોય, એક્ઝામ વાળા રટ્ટાની સાથે બર્થડે વાળી લાતો પણ હોય.

દંગલ જેવી બ્લોક બસ્ટર ફિલ્મ પછી નિતેશ ભાઇએ સાવ નાના બજેટની ફિલ્મ પસંદ કરી. ફિલ્મ સો ટકા નથી. થોડી કચાશ છે. એ જ જો જીતા વહી સિકંદરથી મૂક્કેબાજ અને સ્ટૂડન્ટ ઓફ ધી યર સુધીનો હાર જીતનો મેલો ડ્રામા, એજ ઘીસી પીટી ગાથા. પણ પથ્થરની જગ્યાએ દિલ હોય તો વાત ગમી જાય એવી છે. સુશાંત સિંહને ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું હોય તો હજુ મહેનત કરવી પડે એમ છે.

‘છીછોરે’નું નામ પણ ‘લૂઝર્સ’નહીં પણ જમીન સાથે જોડાયેલું. પણ મૂળ વાત છે લૂઝર્સની. બધાને કોઇ એક લૂઝર ટેગની બીક હોય. બધાને ખબર જ હોય કે પોતાને શું આવડે છે અને ક્યાં આપણે ખાબકી શકીએ છીએ. એટલે એમાંથી જૂઠ્ઠાણાં, બહાના બાજી, નિરાશા, ગુસ્સો આવે.
ફિલ્મ બતાવે છે કે લૂઝર હોવું એ પટ્ટી છે જે ઉખડી શકે. એ પરમનેન્ટ નથી કે જીંદગી ભર ચીપકીને રહી જાય. એક વાર ક્યાંક ના પાસ થયા હો તો તમે પાસ પણ થઇ શકો. વિચારો મા-બાપની સાથે કે આપણી સાથે ભણતા છોકરાઓ અલગ અલગ જગ્યાએ હશે. એવું તો નહીં હોય કે ઓછા માર્ક્સ આવવાને લીધે એ હોરર ફિલ્મની જેમ નષ્ટ પ્રાય થઇ ગયા હોય. પણ બધા જ પોતપોતાનાં ક્ષેત્રમાં ગોઠવાઇ ગયા હશે. કોઇ ડોક્ટર થઇ ગયુ હશે, કોઇ એન્જીનિયરીંગ થઇ કંપનીઓમાં કામ કરતા હશે, તો કોઇએ ભજીયાની દુકાન ખોલી હશે, તો કોઇ સ્કૂલ ટીચર બન્યો હશે. પણ બધા પોતપોતાની રીતે પોતપોતાની શક્તિ પ્રમાણે કામ કરી જ રહ્યા હશે. એટલે સ્ટૂડન્ટ્સ ઓશોનું એક સૂત્ર હંમેશા જહનમાં ફિટફાટ ચોડી દેવાનું ‘સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ.’

બાકી સક્સેસ અને ફેઇલ્યોરમાં બસ બોલ બાસ્કેટમાં પડ્યો કે ન પડ્યો, ક્યૂં ઓર ક્યૂં નહીં એટલો જ તફાવત છે. સક્સેસ એક મોમેન્ટ છે. પણ સક્સેસ સુધીની સફરને એકદમ જોશ, તૈયારીનાં ઉત્સાહ સાથે, મન મૂકીને જીવી લેવી જોઇએ. સક્સેસને તો જ માણી શકાય જો તમે પડ્યા આખડ્યા હોવ અને હાથ પગ ખંખેરી રડતા રડતા લડી લીધુ હોય. તમારૂં રીઝલ્ટ ડિસાઇડ નથી કરતું કે તમે લૂઝર છો કે નહીં તમારી કોશિશ ડિસાઇડ કરે છે. નહીંતર 300 જેવી હોલિવૂડની ફિલ્મ અને કેસરી જેવી હિન્દી ફિલ્મને આટલો આવકાર ન મળત. વર્લ્ડ કપ ફાઇનલમાં હાર છતાં ન્યૂઝીલેન્ડની ટીમની આટલી વાહવાહી ન થાત.

ફિલ્મની શરૂઆતમાં સુશાંત અને શ્રધ્ધાનું બ્રેક અપ થઇ ગયુ છે. આજકાલ સંબંધો ફ્રેજાઇલ થઇ ગયા છે. નાની વાતમાં બટકી જાય છે. કારણકે કોમ્યૂનિકેશન બરાબર નથી થતું. કાં તો સાવ કોમ્યૂનિકેશન જ નથી અને કાં કોમ્યૂનિકેશન એક તરફી છે. બીજી બાજુ કોમ્યૂનિકેશનનો અભાવ છે. અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ જ્યાં સુધી બંને તરફી સુખ દુખની વાત ચિત ન થતી હોય, બળાપા ન નિકળતા હોય, બેટર અન્ડરસ્ટેન્ડીંગ માટે બંને તરફથી ગેરસમજો માટે દલીલો થઇ સમજણ ન કેળવાતી હોય, ત્યાં સુધી ગમેતેવા મેરેજ હોય તેમાં ક્રેક પડવાનો જ. જ્યારે ગમતીલા માણસોને સમય આપવાનો હોય ત્યારે આપણે સમય આપી શક્તા નથી. અહીં શિખ એ મળે કે જે ગમતા હોય એને જાળવી રાખવા એ પણ જીંદગીની સફરનો એક હીસ્સો જ છે.

ફિલ્મનાં કેરેક્ટરની જેમ પાંચ આંગળીઓ સરખી ન જ હોય. બધાંને સરખું આવડતું હોય, બધાંનો સ્વભાવ સરખો હોય, બધાંને બધું આવડી જ શકે એવું શક્ય જ નથી. બધા પોતપોતાની રીતે અલગ હોય છે. પણ ડિફરન્ટ ડિફરન્ટ ટૂગેધર હોય છે. કોઇ માનાં પાલવ સાથે બંધાયેલો રહેતો હોય, કોઇ જરૂર પૂરતું જ બોલતો હોય, કોઇ બોલકો હોય, કોઇને સારૂં ગાતા આવડતું હોય, તો કોઇને છોકરીઓ સામે સરસ વાત કરતા, કોઇને દોસ્ત બનાવતા, કોઇને સંબંધ વધારતા, કોઇ એકાગ્ર હોઇને કેરમ સરસ રમી શકતો હોય, તો કોઇ બ્રેઇન ગેમ ચેસમાં સામેવાળાનાં પૂઠ્ઠાં ફાડી નાંખતો હોય. કોઇ આઉટડોર ગેમ્સમાં ઉસ્તાદ હોય, તો કોઇ લેબનાં એક્સપરિમેન્ટમાં પાવરધો હોય.

જો બકા જીંદગી છે, તકલીફ તો રહેવાની. પણ ટેન્શન નહીં લેવાનું. જો દુનિયા તો રાડો નાંખે. પણ સ્યૂસાઇડ નહીં કરવાનું. આ તે કેવી માર્ક્સ પાછળ આંધળી દોડ?! જરાક શાંત થઇ જીંદગીની અણમોલ પળોને માણવાની. અવનવુ ખાવાનું પીવાનું, અવનવી જગ્યાઓ જોવાની, દુનિયામાં ભણતરનાં ચોપડાંઓનાં બે પૂઠ્ઠાંની બહાર પણ રસથી છલોછલ કેટલું બધુ લખાયેલું છે એ બધુ ઉથલાવવાનું. જીંદગી બસ અગડમ બગડમ રેસ નથી. પણ મજા કરાવી દે એવો સુંદર બાગ છે.

અહીં એજ્યૂકેશનથી ભાગીને અભણ, ગમાર, મવાલી બની ફરવું એમ નહીં. પણ એજ્યૂકેશનને માણતા પોતાની રીતે શિખતા ક્યારેક મજાઓ માણી લેવી જેથી પોતાના સંતાનને આપણી મજાઓની વાતો કરી શકાય. અને એને પણ પોતાને ગમતી દિશામાં, પોતાનાથી બને એટલું ભણતા ભણતા સાથે મોજ મસ્તી કરવાનું પ્રોત્સાહન આપી શકાય.
જીંદગીની કિતાબમાં ઘટનાઓ લખતા ક્યારેક ભૂલો પણ થાય, અને જીંદગીનાં પાનાઓમાં કેટલાંક વાક્યો ખોટા પણ લખાય, કેટલીક લીટીઓમાં જે લખવું હોય એનાં કરતા અલગ લખાય. પણ આ તો આખી કિતાબ છે બસ એક અક્ષર નથી. આ પાનાંમાં નહીં તો બીજાં પાનાંમાં સારૂં લખાશે. બસ આનંદથી પોતાની કહાની લખતા જાવ. જસ્ટ ચીલ બેબી.

પણ દુ:ખ એ વાતનું છે કે આજકાલ શિક્ષણ બાળકને લાંબી પાંખો આપવાને બદલે બાળકને સંકોરતું જાય છે. કેટલાંક મનમોજીલા માણીગરોને છોડીને બધા વિદ્યાર્થીઓ એક સરખા સિરિયસ થઇ ગયા છે. એકદમ આજ્ઞાંકિત. ‘આવે ઇ ગયો’નાં રસ્તાઓ તેમને શોધતા ન આવડે. સ્વતંત્ર રીતે વિચારી જ ન શકે, બીજાં કહે એ સાચુ માની લે, અને પાછાં વાતચીત અને રોજીંદા વ્યવહારમાં પણ જીરો માર્ક્સ! ભણેલી છોકરીઓ ક્યારેક એટલી પોપલી હોય કે કોઇ અજાણ્યો અડપલા કરે તો જોરથી ચૂં ન કરી શકે, તેનાં કરતા તો રોડ પર રખડતી કોઇ અજાણ્યો હાથ પકડે તો ગાળો દઇને રામ ટોળું ભેગું કરતી ગમાર સારી. આવા ચપ્પલની દુકાને ભાવ ન કરાવી શકનાર સૂંવાળા સુકૂમારો કરતા તો છીછોરા છોકરા સારા. આવા સીધા છોકરાઓ મોટા ભાગની છોકરીઓને ય પસંદ ન આવે. એમને ય મજાક કરતા, છીછોરી પંતિ કરતા, થોડા હસતા- હસાવતા, રંગીન મિજાજી જ ગમે. જીંદગીમેં થોડી બહોત છીછોરા પંતિ જરૂરી હૈં, ક્યાં સમજે?!

ન્યૂયરની નિશાળમાં નવીનતમ નેટવિશ્વ !!!

લ્યો વધુ એક દિવાળી પૂરી થઇ. વધુ એક વિક્રમ સંવતનું વર્ષ સમયનાં સમૂદ્રમાં સમાઇ ગયું. પણ વધુ એક નવું વર્ષ નવાં તામજામ સાથે આપણને બાથમાં ભીંસી લેવા આવી ગયુ છે. સાલ નયા હૈં, તો બાતેં ભી કુછ હટકે હી હોની ચાહીયે ના. ના, નવા વર્ષે એ જ ઘસાઇને કચરો થઇ ગયેલા ફિલ્મી ટાઇપ મોટીવેશનલ ડાયલોગ્સનો લાંબો પહાડ નથી ખડકી દેવો. સતત ચવાઇને ચૂથ્થો થઇ ગયેલા ક્વોટ્સ પણ નથી ફટકારવાં.

તો માય ડિયર રીડર તૈયાર છે મન અને તનને ખૂશ કરી દેતો ઇન્ટરનેટમાંથી ગણીચૂંટીને મનોમંથન કરીને પ્રીપેર કરેલો રસાળ થાળ !

અ) સુગંધીદાર સોશિયલ નેટવર્કની સુંદર સોસાયટી:

ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ જાણે અખાડો હોય એમ લોકો મંડી પડયા છે. પોતાના જ ઘરમાં પોતાનું કોઇ માનતુ ન હોઇ સોશિયલ મિડિયામાં પોલિટીક્સની રમતો રમતા બબૂચકો, સેલિબ્રીટીની અંગત જીંદગીમાં દૂરબીન ખોંસીને બેસી ગયેલા કામ ધંધા વગરનાં નફ્ફટ ટ્રોલરીયાઓ, જરાક કંઇક આધુનિક બદલાવ આવે એટલે વિરોધનું વાવંટોળ ફેલાવવા હાલી નિકળેલા તાલિબાની છાપ સોગિયાંદાસો. પોતાની નિજી લાઇફમાં કરવા નથી મળ્યુ એ જંગલી આદિવાસી તોફાનો સોશિયલ મિડીયા પર કરવાનાં. પૂરૂં વાંચ્યા, સાંભળ્યા, સમજ્યા વગર પોતાનાં કિડીનાં પગ જેવડાં મગજ વડે ન્યાય તોળવાનો. જાણે સોશિયલ મિડીયામાં કબડ્ડી રમાતી હોય એવું લાગે. બંધુ બાંગોરા નાંખવા સહેલા છે, પણ ઇન્ટેલિજન્ટલી જવાબ આપવો મૂશ્કેલ. અને એટલે જ સોશિયલ નેટવર્ક ઉકરડાંથી ભરાઇ ગયેલું છે.

પણ આ જ સોશિયલ સોસાયટીમાં ઘણાં જવેરાતો પડ્યા છે. જે વાત કોઇને મોઢે મોઢ ન કહી શકાય એનાં માટે ફેક એકાઉન્ટ બનાવી બેસ્ટ કટાક્ષ કરી શકાય. એના માટે પણ કળાની સાથે હિંમત જોઇએ, ગાળો બોલીને કે બાબા આદમનાં જમાનાનો કચરો ઠાલવ્યા વગર ધારદાર ક્રિએટીવ રીપ્લાય જીંકવાની. આનંદની સાથે જ્ઞાન પણ વધે તેવી પોસ્ટ મૂકવાની બુધ્ધી જોઇએ.

તો કેટલાંક બ્રિલીયન્ટ માઇન્ડ્સ માટે સોશિયલ મિડીયા બિઝનેસ વધારવા, પોઝીટીવીટી ફેલાવવા કે લોકોમાં અવેરનેસ લાવવા કે પોતાનામાં રહેલી કળાને ઉજાગર કરવાનું બેસ્ટ પ્લેટફોર્મ છે. લેટ્સ રાઇડ. હોલ્ડ ઓન ટાઇટ.

A) ટાશકા જેવું ટ્વિટર

1) https://twitter.com/VKpuri5?s=08

ભારતથી પાકિસ્તાન સુધીનાં શાયરોની ટુ લાઇનર્સ શેર શાયરીઓ એક જ જગ્યાએ મળી જાય તો સોને પે સુહાગા જેવો ઘાટ સર્જાય. યસ, વંદના કૌશિક નિયમિત દરરોજ બે-ત્રણ શાયરોની ટુ લાઇનર શાયરીઓ પોસ્ટ કરે એ પણ શાયરોનાં નામની સાથે! શાંત જગ્યાએ બેસીને લુત્ફ ઉઠાવો તો જાણે સાક્ષાત જલસામાં બેઠાં હોઇએ એવી ફિલીંગ હદયમાં ભરાઇ જાય. કવિતા અને ગઝલનાં શોખીનો માટે બેસ્ટ !

સોશિયલ મિડીયા પર સ્ટેટસ શેર કરવાનો આ જમાનો છે. જ્યારે તમે ગૂગલ પર સ્ટેટસ શોધીને થાકી ગયા હોવ તો વીકેપૂરીની આ ટ્વિટર એકાઉન્ટમાં આંટો મારી લેજો.

2) https://twitter.com/MedievalRxnsIN?s=08

સોશિયલ નેટવર્ક પર એક અલગ પ્રકારનું હ્યૂમર પેદા કરતી પોસ્ટ માણવાની મજા આવે છે. કોઇપણ રેન્ડમ પીક્ચર લેવાનું, ખાસ કરીને કોઇ સેલિબ્રીટી પર્સનાલિટીનું અને તેનાં પર પીકને અનુરૂપ ફની વનલાઇનર કે ટુ લાઇનર્સ લખીને અપલોડ કરી દેવાનું. પણ વિચારો આ જ પ્રકારની પોસ્ટ સંસ્કૃત સાહિત્યનાં પીક્ચર્સ, પૂરાતન કાળનાં પેઇન્ટીંગ્સ, ભારતની સદીઓ જૂનાં શિલ્પો, ઓલ્ડ એન્ડ ગોલ્ડ બોલીવૂડ મૂવીઝનાં ફોટાઓ સાથે માણવા મળે. તો?!
જી હા, જ્યારે તમે હેવી હેવી વાતોથી બોર થઇ જાવ ત્યારે મેડીઇવલ રીએક્શન્સ નામના આ ટ્વિટર એકાઉન્ટનાં એકદમ ક્રિએટીવલી ફનપ્રદેશમાં ગોથું લગાવી લેજો.

3) https://twitter.com/BoredElonMusk?s=08

તમારાંમાંથી મોટાં ભાગનાં ઓળખતા હશે, પેલા અમેરીકન અબજપતિ ભેજાંબાજ ટેસ્લા અને સ્પેસ એક્સ કંપનીના સીઇઓ એલન મસ્કને. પણ વાત એલન મસ્કની નથી કરવી. તેનાં ફેક એકાઉન્ટની કરવી છે. કોઇ વ્યક્તિએ એલન મસ્ક પર ફેક એકાઉન્ટ 2013માં બનાવ્યું હતું. બોર્ડ એલન મસ્ક ઉર્ફ કંટાળેલો એલન મસ્ક. અને આજે તેના 16M ફોલોવર્સ છે. જો એલન મસ્ક કંટાળેલો હોય ત્યારે તેનાં દિમાગમાં કેવા આઇડીયા આવે. ફેક એકાઉન્ટનું નામ જરા ફની છે. પણ એની કેટલીક પોસ્ટ્સને બાદ કરતા ફન માટે લખાયેલી મોટાભાગની પોસ્ટ વિચારતા કરી મૂકે તેવી છે. પણ કેટલીક તો સિરીયસલી જીનિયસ છે. ‘આ ભાઇનાં મગજમાં સમયે સમયે ખૂરાફાતી આઇડીયાઓ જન્મ લે છે. અને એ ટ્વિટરનાં કાગળ પર ઉતારે છે. આમાંનાં કેટલાંક આઇડીયાઝ તો કોમર્શિયલી બ્રિલીયન્ટ છે. આ પ્રોફાઇલની પોસ્ટ્સ વાંચ્યા બાદ આપણા મગજમાં પણ તોફાની આઇડીયાઓ જન્મ લેવા માંડે.

દા.ત. ડ્રોન એવા હોવા જોઇએ કે વધારે હોટ દિવસોમાં સૂર્ય અને આપણા માથાની વચ્ચે એક કુત્રિમ વાદળ બનાવે. બ્લેન્કેટ એવા હોવા જોઇએ કે તાપમાન મૂજબ એક વ્યક્તિની હીટ શોષી બીજાં વ્યક્તિને ટ્રાન્સફર કરતાં હોવા જોઇએ. સવાર સવારમાં તમે ઘરની બહાર જતાં હોવ અને મોબાઇલ, ચાવી કે પાકિટ ભૂલી ગયા હોઇએ તો દરવાજાંનો આગળીયો અવાજ કરવો જોઇએ.

4) https://twitter.com/TheTweetOfGod?s=08

ખટપટીયા ટ્વિટરમાં કેટલાંક એવા પણ ફેક એકાઉન્ટ્સ છે જેના પર મિડીયામાં સ્ટોરી રચાય. ન્યૂઝ પેપરમાં લેખ લખાય. એવું જ એક ફેક ટ્વિટર પ્રોફાઇલ છે ડેવિડ ઝવેરબૌમ નામનાં અમેરીકન કોમેડી લેખકે પોતાના નાટક એક્ટ ઓફ ગોડ પરથી પ્રેરણા લઇ બનાવેલું ટ્વિટ ઓફ ગોડ. આ પ્રોફાઇલની પોસ્ટ ડીપ ફિલોસોફીકલ હોય છે. જાણે સાક્ષાત ભગવાન કટાક્ષ કરી રહયો હોય એવું લાગે. આ ગોડ બીજાં કોઇની ટ્વિટને કમેન્ટ સાથે રીટ્વિટ કરે પણ આર્ગ્યૂમેન્ટ કરવામાં ચોંટી ન જાય ભડભડીયાઓની જેમ !!!

5) https://twitter.com/FacesPics?s=08

ક્યારેક આપણને અલગ અલગ વસ્તુઓમાં ચહેરા દેખાતા હોય છે. વાદળમાં, ચાંદામાં, કોઇ વૃક્ષમાં કે પછી મમ્મીએ ચોંટાડેલા ચાંદલાને લીધે કાંચમાં. એનાં માટે અંગ્રેજીમાં એક શબ્દ છે પેરેઇડોલીયા (pareidolia). એક વસ્તુમાં મોં જોવા શું જોઇએ?! બસ બે આંખો અને એક મોં. આ જ થીમ પર એક ટ્વિટર એકાઉન્ટ ધમધમે છે. 678k જેટલાં ફોલોવર ધરાવતું આ એકાઉન્ટ અલગ અલગ ચીજોમાં ચહેરો ધરાવતા ફોટાઓ અપલોડ કરે છે. મજાની વાત તો એ છે કે એમણે અત્યાર સુધીમાં 1600+ વસ્તુઓમાં ચહેરાઓ અપ્લોડ કર્યા છે!!!

B)ઇન્ક્રેડીબલ ઇન્સ્ટાગ્રામ

1) https://instagram.com/muradosmann?igshid=37hnoikgn8bm

ફોટોગ્રાફીની દુનિયામાં એક મશહૂર નામ એટલે મૂરાદ ઓસ્માન. 2011ની સાલમાં મુરાદ અને તેની ગર્લફ્રેન્ડ (હાલમાં વાઇફ) નતાલી બાર્સેલોનાની ટ્રીપ પર ગયા હતા. ઓસ્માનનાં વારે વારે ફોટો ક્લિકથી કંટાળી ગર્લફ્રેન્ડ નતાલી મુરાદનો હાથ પકડી તેને ખેંચતી હતી. ત્યારે મુરાદે અચાનક એક સિમ્પલ શોટ લઇ લીધો. જેમાં તેની ગર્લફ્રેન્ડનો હાથ પાછળની બાજુ ખેંચાયેલો પોતાનાં હાથમાં હતો. માત્ર નતાલીનું માથું, નતાલીનો મુરાદનાં હાથમાં જકડાયેલો હાથ અને આગળની સિનસિનેરી જ કેપ્ચર થઇ. અને પછી શરૂ થયો હેશટેગ ફોલો મી ટુ પ્રોજેક્ટ.

હાલમાં ઇન્સ્ટામાં 4.1M ફોલોવર્સ છે. વિવિધ દેશોનાં ભવ્ય લોકેશન્સમાં તે પ્રદેશનાં ભીન્ન પહેરવેશમાં સજ્જ નતાલીના ફોટાંનો જૂમલો ચાર લાખ આસપાસ પહોંચ્યો છે. ફોટોગ્રાફીમાં ટાઇમીંગ, પહેરવેશ, લાઇટ, લોકેશન મહત્વનો ભાગ ભજવતાં હોય છે. ત્યારે ઓસ્માનની આર્ટીસ્ટીક દ્રષ્ટી અને ટેલેન્ટ માણવા જેવી ખરી!

2) https://instagram.com/salavat.fidai?igshid=arfe11ihc83w

કાર્ટૂન કેરેકટર્સથી લઇને મૂવીનાં કેરેકટર્સ, બૂર્જ ખલિફાથી લઇને એફિલ ટાવર જેવી ભવ્ય ઇમારતો, ઘરઘરાઉ વસ્તુઓથી લઇને પ્રાણીઓ સુધીનું બધું જ પેન્સિલની અણી પર કોતરી શકાય? રશિયન આર્ટીસ્ટ સલાવત ફિદાઇ પાસે એનો જવાબ છે હા. 2014માં દિવાસળીનાં ખોખાં, સૂરજમૂખીનાં બી, ચોખાંનાં દાણા પર સલાવત ભાઇએ માઇક્રો કોતરણીની શરૂઆત કરેલી. પણ પછી એને પેન્સિલ પર કોતરણી કરવામાં રસ પડ્યો. અને આજે પેન્સિલની ટીપ પર બારીક નક્શીકામનો આ કારોબાર ગ્લોબલી થઇ ગયો છે. કેટલાંક સ્કલ્પચર તો લાખોમાં વેચાય છે. ખરીદી ન શકાય તો કાંઇ નહીં, ફોટા જોઇને માણી તો શકાય ને, બાપલા!

3) https://instagram.com/milindrunning?igshid=ba6s21at02j1

50 વર્ષ પછીની જીંદગી કેવી હોવી જોઇએ?! નાઇન્ટીઝનાં બોલિવૂડ એક્ટર અને ભારતનાં પહેલાં સેલિબ્રિટી સૂપર મોડલ મિલિન્દ સોમન જેવી. મિલિન્દ રનીંગ નામે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા હાલ 54 વર્ષનાં આ બંદાએ બેફિકર થઇને પોતાનાથી અડધી ઉંમરની એર હોસ્ટેસ અંકિતા કોન્વર સાથે લગ્ન કર્યા, 2012માં 47 વર્ષની ઉંમરે મુંબઈ થી દિલ્હી વચ્ચે 1500kmની મેરેથોન સર કરી લિમ્કાબૂક ઓફ રેકર્ડઝમાં નામ નોંધાવ્યુ, 2015નાં વર્ષમાં 51 વર્ષની ઉંમરે 10km સ્વીમીંગ, 423km સાયક્લીંગ, 84km રનીંગ કરી અલ્ટ્રામેન ચેલેન્જ જીતી. કોર્પોરેટ સ્પીકર, પેશનેટ લવર, ફિટનેસ ટ્રેનર – રનર, સેલિબ્રિટી સૂપરમોડલ, કેન્સર ગ્રસ્ત મહિલાઓ માટેની મેરેથોન પીન્કાથોનનાં કો ફાઉન્ડર. હમ્મફ. ફિટનેસ અને પ્રેમની ગંગામાં ડૂબકી મરાવતા મિલીન્દ કાકાનાં ફોટોઝ ભલભલા યૂવાનોને શરમાવે એવાં છે!

4) https://instagram.com/beautifuldestinations?igshid=zy7ir0klx723

દુનિયાનાં બધા દેશોનાં અલગ અલગ પ્રદેશો પાસે યૂનિક સ્ટોરીઝ હોવાની જ. આ જ થીમનો ઉપયોગ કરીને સ્કોટલેન્ડમાં જન્મેલા જેરેમી જોન્સીએ એક ઇનોવેટીવ આઇડીયાઝની મદદથી 2012માં એક કંપની ખોલી. બ્યૂટીફૂલ ડેસ્ટીનેશન્સ. 12.9M ફોલોવર્સ ધરાવતા ઇન્સ્ટાનાં આ પેજમાં દુનિયાની સુંદર જગ્યાઓનાં નામ અને ખાસિયતની ડિટેલ સહીતનાં ઓરીજનલ બ્યૂટીફૂલ ફોટો કલેક્શન ઘરે બેઠા એ જગ્યાની સફર કરાવવા કાફી છે.

5) https://instagram.com/moography?igshid=1w2jcb4faoy3d

દુનિયા બદલી નાંખતા ઇનોવેશન્સ કોઇક બુધ્ધીજીવીનાં મગજની પેદાશ હોય છે. ફોનમાં હાથ નાંખીને વસ્તુઓ કાઢવાની ટેક્નોલોજી તો હજુ વૈજ્ઞાનિકો માટે ભવિષ્યનો પ્રોજેક્ટ છે. પણ ક્રિએટીવ જીનિયસ અંશૂમન ઘોષ માટે તો એ ખૂરાફાતી આઇડીયાઝની એક આખી જમાત છે. ક્યારેક આઇફોનને ફ્રીજ બનાવી નાંખવાનું, ક્યારેક આઇફોનની લાઇબ્રેરીમાંથી હાથ નાંખીને પૂસ્તક બહાર કાઢવાનું, તો ક્યારેક આઇફોનને બીયર મગ બનાવી દેવાનો. આ ઇમેજીનેશનરી કાર્ટૂન આર્ટીસ્ટનાં પેપર પર ઉતારેલા અને એક દમ મસ્ત રીતે ગોઠવેલા સ્કેચી ક્રેઝી આઇડીયાઝ જોવાની મજા અનેરી છે!

C)ફેન્ટાસ્ટીક ફેસબૂક

1) https://www.facebook.com/humansofnewyork/?ti=as

સોશિયલ મિડીયાનો સ્ટોરી ટેલીંગ માટે કેવો મસ્ત ઉપયોગ થઇ શકે. એનું ઉદાહરણ છે આ ફેસબૂક પેજ ‘હ્યૂમન્સ ઓફ ન્યૂયોર્ક’. આમ તો આ બ્રાન્ડન સ્ટેન્ટન નામનાં અમેરીકન ફોટોગ્રાફરનો બ્લોગ છે. પણ ફેસબૂક પર સ્ટોરીઝ વાંચવાની વધારે મજા આવે. થયુ એવું કે 2010માં બ્રાન્ડનની જોબ છૂટી. જીંદગીમાં અણધાર્યો વણાંક આવ્યો અને ભાઇ ફૂલ ટાઇમ ફોટોગ્રાફી કરવા તરફ આગળ વધ્યા. અને શરૂ થયુ આ ફોટોજર્નાલીઝમ. ન્યૂયોર્કનાં શેરીઓમાં ઘૂમવાનું, લોકો સાથે વાતો કરવાની અને તેની સૂખ દુખની વાતો એ વ્યક્તિનાં ફોટા સાથે શેર કરવાની. જાણે આપણી આસપાસ ઘૂમતા લોકોની કહાનીઓમાં ઘૂસી ગયા હોઇએ એવું ફિલ થાય!

2) https://www.facebook.com/theugl.yindian/?ti=as

ફેસબૂક જેવા સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ નો સોસાયટીમાં ચેન્જ લાવવા કેવો જબર દસ્ત ઉપયોગ કરી શકાય તેનું ઉદાહરણ છે. ‘ધી અગ્લી ઇન્ડીયન.’ અગ્લી ઇન્ડીયન નામનું જૂવાનીયાઓનું ગ્રુપ જુદાં જુદાં કચરા ભરેલા પબ્લીક પ્લેસને એડપ્ટ કરે, પછી એ સ્થળનું નામ ફેસબૂક પર અપ્લોડ કરે, તેને ક્લીન કરે, અને પછી ગંદકી વાળા અને સાફસફાઇ પછીનાં એ જગ્યાનાં ફોટા ફેસબૂક પર અપ્લોડ કરે. જેને લીધે વધુને વધુ લોકો જોડાય અને ધીમો ધીમો પણ અસરકારક બદલાવ આવે.

3) https://www.facebook.com/fakingnews/?ti=as

જો તમને ભારતનાં કરન્ટ અફૈર્સની માહિતી હોય તો આ ફેસબૂક પેજ મોજ પાડી દે એવું છે. ફેકીંગ ન્યૂઝ. જેવું નામ તેવું કામ. દિલ્હીમાં રહેતા રાહુલ રોશને ચાલુ કરેલાં આ પેજમાં ભારતમાં બનતી ઘટનાઓને એકદમ ફેક બનાવી ફનની ચાસણીમાં ડૂબાડી એટલી મસ્ત રીતે રજુ કરવામાં આવે કે કોન્ટ્રોવર્સી પણ ઉભી ન થાય અને હાસ્યની રેલમછેલ સર્જાય જાય. ટેક અ લૂક. ભૂરા મજો પડી જશે.

4) https://www.facebook.com/groups/SonalisBookClub/

હમણાં 2018માં સોનાલી બેન્દ્રેને કેન્સર થયું. એનો પ્રેમાળ પતિ ગોલ્ડી બહલ એને અમેરિકા લઈ ગયો. ત્યાં ખબર પડી કે આ તો ચોથા સ્ટેજનું ઘાતક કેન્સર છે, એક્સ એક્ટ્રેસ કેન્સર સામે લડી. એની પાસે બે પ્રેરણા સ્ત્રોત હતા. એક એનો દીકરો અને બીજી બૂક્સ.

એક્સ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને બચપણથી જ વાંચનનો શોખ. કરીયર અને પૈસા કમાવવાની લ્હાયમાં વાંચનનો શોખ પૂરો ન કરી શકી. પણ 2017માં તેણે નક્કી કર્યુ કે હવેથી દર મહિને એક બૂક વાંચી નાંખવાની. અને શરૂ થયું સોનાલીઝ બૂક ક્લબ નામનું ફેસબૂક પેઇજ. અહીં બધા વ્યક્તિ પોતે વાંચેલી બૂકનાં રીવ્યૂઝ આપે તેમજ બૂક્સ પર ડીસ્કશન થાય. વાંચનના અઠંગ શોખીનો માટે આ ગ્રુપ પેઇજ સારૂં છે.

5) https://www.facebook.com/SarcasmLol/

આ છે ભારતનું સૌથી વધુ ફોલવર્સ ધરાવતુ પેઇજ. સર્કાઝમ ઈર્ફ ટીખળ. આમાં કંઇ નવું નથી. પણ મજા કરાવી દે એવું છે. મીમ્સ અને ફોટોઝની પસંદગી એવી કે મોઢા પર હાસ્ય રેલાયા વગર રહે નહીં. આ પેઇજ ટોટલ 40 કરતાં વધારે દેશોમાં પોપ્યુલર હોઇ 40M ફોલોવર ધરાવે છે. મોકળા મને માણશો તો હળવા થઇ જશો.

બ) વૈવિશાળ વૈવિધ્યસભર વેબસાઇટ્સનું વેબ વિશ્વ :

ઇન્ટરનેટ પર સારાં નઠારાં વેબસાઇટ્સ અને બ્લોગ્સનાં પિરામિડ ખડકાઇ ગયાછે, રીતસરનો રાફડો ફાટેલો છે, ત્યારે ઇન્ટરનેટ પર કોઇ સારી વેબસાઇટ શોધવી એ પણ એક અઘરૂં કામ છે. આપણે ઘણો બધો સમય ઇન્ટરનેટ પર ગુજારતા હોઇએ છીએ. ઓનલાઇન. પણ આમતેમ ભટકતા રહીએ છીએ. બટ જસ્ટ થીંક કે ઇન્પરની મદદથી આપણે આપણા ઘરની ખૂરશી પર બેઠાં બેઠાં ટ્રાવેલર, જ્ઞાનપિપાસુ બની શકીએ છીએ. અને ઇન્ટરનેટ પરનો લખલૂટ ખજાનો માણી શકીએ છીએ. પેશ હૈં કેટલીક ઇન્ટરનેટ જગતની સુંદર વેબસાઇટ્સ. આ સાઇટ્સની કેડીઓમાં પસાર થશો ત્યારે તમે કંઇક નવું શિખશો એની ગેરંટી.

1) https://waitbutwhy.com/

આ વેબસાઇટનો કર્તા ટીમ અર્બન નામનો અમેરીકાનો જુવાનીયો છે. એ ગમે તેવા અઘરા લચકદાર ટોપીક્સ પર એવો ચમકદાર આલાતરીન આર્ટીકલ ઢસડી નાંખે કે વાંચવાની મજા જ આવી જાય. કેટલાંય રીચર્સ અને લાંબા વિચાર પછી એક લેખ તૈયાર કરે. એની લખવાની રીત એવી મજેદાર કે એનો 3000 શબ્દોનો આર્ટીકલ એફર્ટ લેસ્લી આખો વંચાય જાય. એ પછી કરીયર કેવીરીતે પસંદ કરવું હોય, કે લગ્નનું ડીસીઝન હોય. સ્પેસ એક્સની રોકેટ સ્ટોરી હોય કે આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્ટ જેવાં કોમ્પ્લેક્સ વિષય પર લાંબી લચક માહિતી હોય.

2) https://agoodmovietowatch.com/

નેટફ્લિક્સથી લઇ થિયેટર સુધી એક સાથે કેટલાંય ફિલ્મો પ્રોડ્યૂસ થતા હોઇ સારાં ફિલ્મો શોધવામાં મોતીયા મરી જાય છે. આવું ઘણીવાર થાય છે અને એટલે જ આપણે ક્યારેક એકનાં એક ગમતા મૂવીઝ કેટલીયે વાર જોઇ નાંખતા હોઇએ છીએ. આ વેબસાઇટ મારા જેવા લોકો માટે વરદાન સમાન છે. એમની પાસે મૂવીઝનું એટલું એક્યૂરેટ લીસ્ટ છે કે તમે તમારા મૂડ, મૂવીઝનાં પ્રકાર કે રેન્ડમલી સીલેક્ટ કરી શકો બેસ્ટ પાર્ટ એ છે કે અહીંયા એવા પણ મૂવીઝ હાઇલાઇટ થાય જે અન્ડર રેટેડ રહી ગયા હોય પણ અદ્ભૂત હોય.

3) https://www.pratilipi.com/

લેખકો એમ કહે છે કે આજકાલ અંગ્રેજીનો ક્રેઝ એટલો બધો વધ્યો છે કે લોકો સાહીત્ય, વાર્તાઓ કે કવિતા પણ ભારતીય ભાષાઓમાં વાંચતા કે સાંભળતા નથી. આ દલીલ ખોટી નથી, આંશિક રીતે સાચી પણ છે. પણ તદ્દન યંગિસ્તાન ઇન્ડીયન લેન્ગ્વેઝની સરીતા છોડી અંગ્રેજીમાં ડૂબકી લગાવતુ ફરે છે એવું યે નથી. જો એવું હોત તો બંગાળી, હિન્દી, ગુજરાતી, કન્નડ, મરાઠી, તેલુગૂ, પંજાબી, અંગ્રેજી, મલિયાલમ, તમિલ, ઉર્દૂ, ઓડિયા વગેરે જેવી બાર ભાષાનાં વાંચકો અને લેખકોને જોડતું પ્લેટફોર્મ પ્રતિલીપી આટલું બધું હીટ ન હોત. પ્રતિલીપીનાં પ્લેટફોર્મ પર યુઝર પોતાનું કંઇક ઓરીજીનલ લખીને અપ્લોડ કરી શકે. અથવા સ્ટોરી, બૂક, મેગેજીન, આર્ટીકલ્સ વગેરે વાંચી શકે. અહીં ભારતની ભાષાઓનાં નવોદીત લેખકોની રચનાઓ તથા ક્લાસિક બૂક્સ સાવ ફ્રી વાંચવા મળે છે. વિડીયોઝ તથા બ્લોગ એવું બધું પણ છે. પ્રતિલીપીનો સંસ્કૃતમાં અર્થ થાય છે ‘તમે જેવું વાંચો છો એવા બનો છો.’

4) https://www.boredpanda.com/

આ વેબસાઇટનું નામ તેના કન્ટેન્ટથી થોડું અજીબ છે. બોર્ડ પાન્ડા. આ એક એવી જગ્યા છે જ્યાં તમને ઇન્ટરનેટ જગતમાં બનતી ઇન્ટરેસ્ટીંગ માહિતી મળશે. આ બ્લોગનાં રેગ્યૂલર અપડેટ્સમાં આર્ટ, ફોટોગ્રાફી, એનિમલ્સ, ટ્રાવેલ્સથી લઇને પેરેન્ટીંગ અને ફેશન – ડિઝાઇન પણ આવી જાય. આ વેબસાઇટમાં ઇન્ટરનેટ જગતની ફની ઘટનાઓ સૌથી પહેલા પહોંચી જાય છે. કદાચ પાંડા કંટાળી જશે પણ તમે નહીં કંટાળો.

5) https://www.mentalfloss.com/

મેન્ટલ ફ્લોસ વેબસાઇટમાં દુનિયામાં બનેલી જાણીતી ઘટનાઓની પાછળની રસપ્રદ સ્ટોરીઝ પોસ્ટ કરવામાં આવે છે. તેઓ સાયન્સ થી ઇતિહાસ, સંસ્કૃતિથી ટેક્નોલોજી સુધીની બાબતો કવર કરે છે. મેન્ટલ ફ્લોસ તમને જરૂર એવુ ફિલ કરાવશે કે તમે ટાઇમપાસમાં ઘણુ બધુ નવુ શિખ્યા.

લાસ્ટ શોટ :
ઇન્ટરનેટ એજ્યુકેશન ભવિષ્ય નથી, પણ વર્તમાન છે. ટીચરોએ પોતાના સ્ટૂડન્ટ્સને લેશન કાગળ પર ઉતારી સબ્મીટ કરાવવાની સાથે અપ્લોડ અને પબ્લીશનો પણ આગ્રહ રાખવો જોઇએ.

Create your website at WordPress.com
Get started